ઘરમાં સુખ અને શાંતિ બની રહે તે માટે લોકો ઘરમાં હનુમાનજી ના ફોટો લગાડે છે. પણ શું તમને ખબર છે કે અમુક ફોટા થી ઘરમાં સુખ અને શાંતિ રહેતી નથી. તેમાથી અમુક એવા ફોટો પણ હોય છે, જેનાથી ઘર માં નુકસાન થાય છે અને અશાંતિ છવાઇ જાય છે. તો ચાલો જાણીએ કે હનુમાનજી ના કેવા ફોટો લગાડવા અને કેવા ના લગાડવા.હનુમાનજી પોતાની છાતી ચીરતા હોય એવો ફોટો ના લગાડવો,
હનુમાનજી નો આવો ફોટો લગાડવા થી ઘર માં કોઈ પણ વ્યક્તિ ને એકબીજા સાથે બનતું નથી. હનુમાનજી લંકાદહન કરતા હોય એવો ફોટો ઘરમા ક્યારેય ના રાખવો જોઈએ. ઘરમાં લંકાદહન નો ફોટો રાખવા થી ઘરમાં અન્ન ની કમી સર્જાય છે.તમારા ઓફિસ માં ક્યારેય ના લગાડો ઉડતા હનુમાનજી નો ફોટો.
ઓફિસ માં ઉડતા હનુમાનજી નો ફોટો લગાડવાથી તણાવ ઉત્પન્ન થાય છે. હનુમાનજી, ભગવાન રામ અને ભગવાન લક્ષ્મણ ને ખંભા ઉપર બેસાડી ને લઈ જતા હોય એવા ફોટો ઘરમાં ક્યારેય ના લગાડવા, આવા ફોટો લગાડવા થી ઘર ના લોકો હંમેશા બીમાર રહે છે.બાળકો ના રૂમ માં હનુમાનજી અધ્યયન કરતાં હોય એવો ફોટો લગાડવો જોઈએ,
જેનાથી બાળકો ને ભણવામાં રષ લાગે અને તેની એકાગ્રતા પણ વધે. જ્યાં ઘરના બધાજ લોકો સાથે મળી ને જમતા હોય ત્યાં હનુમાનજી,ભગવાન રામ ,દેવી સિતા તથા ભગવાન લક્ષ્મણ એક સાથે હોય તેવો ફોટો લગાડવો જોઈએ, આવો ફોટો લગાડવા થી ઘરના લોકો એકસાથે હળીમળી ને રહે છેઘર ની બધી જ સમસ્યા દૂર થાઇ છે.
આ જ રીત નો ફોટો રસોડા માં લગાડવાથી ઘરમાં ક્યારેય અન્ન ની કમી સર્જાતી નથી.ઘરના મેઇનગેટ પર હનુમાનજી નો પંચમુખી ફોટો લગાડવો જોઈએ. હનુમાનજી ના પાંચ મોઢા હોય એવો ફોટો લગાડવા થી ઘર માં ક્યારેય નકારાત્મક શક્તિ નો પ્રવેશ થતો નથી અને ઘરમા હંમેશા સુખ અને શાંતિ નો માહોલ બની રહે છે.
Leave a Reply