શાસ્ત્રોમા જણાવ્યા અનુસાર જાણો ઘડીયાળ લગાવવાની સાચી દિશા વિષે

કોઈને કોઈ રીતે ગ્રહો તેમજ નક્ષત્રોનો પ્રભાવ પડતો જ હોય છે. આ ગ્રહો અને નક્ષત્રોને કારણે માનવીના જીવનમા ઘણા મોટા ફેરફારો આવતા રહેતા હોય છે. ઘણા લોકોને એમ પણ થાય કે આપણેને ગ્રહ સાથે શુ લાગે વળગે તો તેની આપણા પર અસર થતી હશે. જ્યોતિષશાસ્ત્રનુ આપણા જીવનમા એક આગવુ સ્થાન રહેલુ છે.

પણ ક્યારે કેવો સમય આવશે એ કહી શકાતુ નથી પણ હા એ વાત સાચી છે કે આવનાર સમય અંગે આપણે અટકાળો લગાવી શકીએ છીએ ધારણા કરી શકીએ છીએ. આના લીધે આપણે આપણા ભવિષ્યમા થનારી અનેક ઘટનાઓ વિશે પહેલાથી જ જાણકારી મેળવી શકીએ છીએ.

જ્યોતિષશાસ્ત્રમા ઘડીયાળ માટે પણ એક નિશ્ચિત સ્થાન બનાવવામા આવ્યુ હોય છે. આપણા વાસ્તુ અનુસાર તેનુ ધ્યાન રાખવુ જોઈએ. ક્યારેક માનવી અજાણતા જ આ ઘડીયાળને ખોટી દિશામા રાખી દેતા હોય છે. આમ થવાથી તેના ઘરમા નકારાત્મક શક્તિઓનો પ્રભાવ પડવા લાગે છે અને ત્યા હાનિ પણ થાય છે.

જો દક્ષિણ દિશામા ઘડિયાળને રાખવામા આવે તો એ તમારા ઘરના વડિલોની વય અને તમારા પતિ માટે ખુબ જ અશુભ ગણવામા આવી છે. એટલે તમારા માટે સારુ એ રહેશે કે ક્યારેય પણ જાણતા કે અજાણતા દક્ષિણ દિશામા ક્યારેય પણ ઘડીયાળને ન લટકાવવી જોઈએ.કોઈ ઘડીયાળ ચાલતી હોય અને અટકાઈ જાય અથવા તો ખરાબ થઈ જતી હોય છે.

આવામા ઘણા લોકો એવા પણ હોય છે કે તેનુ ધ્યાન તો જાય પણ તે તેને ગણકારતા હોતા નથી. જો આવી ઘડીયાળ તમારા ઘરમા પણ રહેલ હોય તો એ તમારી સફળતામા અવરોધ પેદા કરી શકે એમ છે.મોટાભાગના વ્યક્તિઓ પોતાના દરવાજા પર ઘડીયાળ લટકાવતા હોય છે.

શાસ્ત્રોમા દરવાજા પર ઘડીયાળ લગાવવાને અશુભ ગણવામા આવ્યુ છે. શાસ્ત્રોમા જણાવ્યા અનુસાર જો તમે ઘડીયાળને દરવાજાની ઉપર લટકાવો છો તો તમારા ઘરમા નકારાત્મક શક્તિઓ વધારે આવી શકે છે.હાલ બજારમા અનેક જાતની અને નવી નવી ડીઝાઈનની ઘડીયાળ આવવા લાગી છે. પણ આપણે ગમે એ ઘડીયાળ લઈ ને આવી જઈએ છીએ

તેની ખરીદી સમયે કોઈપણ વસ્તુનુ ધ્યાન આપતા નથી હોતા. જો તમે પેંડુલમ વાળી ઘડીયાળ ખરીદો છો તો એ ખુબ જ વધારે સારી ગણવામા આવી છે.જો ઘડીયાળને સાચી દિશામા લગાવવી છે તો તેના માટે તમારે ઉત્તર, પૂર્વ અને પશ્ચિમ દિશાને યોગ્ય ગણવામા આવી છે. આમાથી કોઈપણ એક દિશામા ઘડીયાળ લગાવવામા આવે તો તેને ખુબ જ સારી ગણવામા આવે છે.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *