પૂજા દરમિયાન ઝીણવટપૂર્વક ધ્યાનમાં રાખવી આ બાબતો

કોઈને દરરોજ તો કોઈને પ્રસંગોપાત દેવસ્થાન મંદિરોમાં જઈને દર્શન કરવા જવાની ટેવ હોય છે. એ રીતે ક્યારે ઘરમાં કે કોઈ વારતહેવારે મંદિરમાં આપણે પૂજા – પાઠ અને હવન યજ્ઞ પણ કરાવતાં હોઈએ છીએ.  ભગવાનની પૂજા એક એવો ઉપાય છે જેના દ્વારા જીવનની મોટામાં-મોટી સમસ્યાઓનું નિવારણ પ્રાપ્ત કરી શકાય છે.

કેટલીક વસ્તુઓનો ઉપયોગ પૂજા દરમિયાન ન કરવો જોઈએ, તે જ રીતે શાસ્ત્રોમાં કેટલીક ધાતુઓથી બનેલી વસ્તુઓના ઉપયોગની પણ મનાઈ કરવામાં આવી છે.પૂજામાં સોનું, ચાંદી, પીત્તળ, ત્રાંબુ વગેરે ધાતુઓના વાસણનો ઉપયોગ શુભ માનવામાં આવે છે.

જ્યારે લોખંડ, એલ્યૂમિનિયમ જેવી ધાતુઓથી બનેલા વાસણોનો ઉપયોગ ન કરવામાં જ સમજદારી છે. આવા જ કેટલાક નિયમો છે જેનું પાલન પૂજા કરતી વખતે કરવું જોઈએ. પૂજા દરમિયાન કોઈ ચૂક ન રહે એ માટે અમુક એવી સામાન્ય લાગતી પણ ઝીણવટપૂર્વક ધ્યાનમાં રાખવા જેવી બાબતો જણાવીએ.

જે હંમેશા યાદ રાખીને દરરોજ કરાતા પૂજા – પાઠ અને ધાર્મિક ક્રિયાઓમાં અપનાવવા જોઈએ જેથી તેનું કર્મફળ વધુને વધુ ફળદાયી રહે.ઘરમાં કે મંદિરમાં જ્યારે પણ કોઇ વિશેષ પૂજા કરે તો ઇષ્ટદેવની સાથે જ સ્વસ્તિક, કળશ, નવગ્રહ દેવતા, પંચ લોકપાલ, સોળ માતા,સાત માતાનું પૂજા જરૂરથી કરવું જ જોઇએ.

પૂજામાં આપણે જે આસન પર બેસીએ છીએ, તેને પગ વડે આમ-તેમ ફેરવવું ન જોઇએ. આસનને હાથ વડે જ ઉપાડવું જોઇએ. કોઇ પણ ભગવાનની પૂજામાં તેમનું આહવાન કરવું, ધ્યાન કરવું, આસન આપવું, સ્નાન કરાવવું, ધૂપ તથા દીવો કરવો, ચોખા, કંકુ, ચંદન, ફૂલ, પ્રસાદ વગેરે હોવું ખૂબ જ જરૂરી છે.

દરેક પૂજામાં ચોખા અર્પણ કરવામાં આવે જ છે. પૂજા માટે એવા ચોખાનો ઉપયોગ કરવો જોઇએ જે ખંડિત અથવા તૂટેલા ન હોય. ચોખા અર્પણ કરતાં પહેલા તેને હળદરથી પીળા કરી લેવા જોઇએ. પૂજામાં નાગરવેલના પાન પણ અર્પણ કરવામાં આવે છે.

ધ્યાનમાં રાખવું માત્ર નાગરવેલનું પાન જ અર્પણ ન કરવું, તેની સાથે એલચી, લવિંગ, ગુલકંદ વગેરે પણ અર્પણ કરવું જોઇએ. દેવી-દેવતાઓની સમક્ષ ઘી અને તેલ, બંન્નેનાં દીવા કરવા જોઇએ. કોઇપણ પ્રકારની પૂજામાં કુળ દેવતા, કુળ દેવી, ઘરનાં વાસ્તુ દેવતા, ગ્રામ દેવતા વગેરેનું ધ્યાન કરવું જરૂરી છે.

 


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *