જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ રાશિના જાતકોને ધંધામાં મળી શકે છે નફો

ક્યારેક આપણને સફળતા મળે છે અને ક્યારેક દિવસ સામાન્ય પસાર થાય છે.  અમુક રાશિના જાતકો માટે આજે લેવડ-દેવડ તથા રોકાણ માટે ફાયદાકારક દિવસ રહેશે. જોબ તથા બિઝનેસના જરૂરી કામો પૂરા થઈ શકે છે. નવી યોજનાઓ પર કામ થશે અને સફળતા મળવાના યોગ છે.

જ્યોતિષશાસ્ત્ર માં થતા નક્ષત્રોના ફેરફારના કારણે આપણા જીવન ઉપર પણ ખુબ અસર પડે છે. જ્યોતિષ વિજ્ઞાન મુજબ કયો ગ્રહ અને નક્ષત્ર તમારી કુંડળીના કયા ઘરમાં જઈ રહ્યો છે તે મુજબ તમારું જીવન પ્રભાવિત થતું હોય છે.  જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ.

મેષ રાશિ: આ સમયે વ્યવહારિક દૃષ્ટિકોણ રાખવો તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરવામાં સફળ કરશે. તમારો વ્યક્તિગત રસ ધરાવતાં કાર્યોમાં સમય પસાર કરવાથી સુકૂન મળશે. કોઇ નજીકના સંબંધીને ત્યાં માંગલિક કાર્યમાં સામેલ થવાનું આમંત્રણ મળી શકે છે. કાર્યક્ષેત્રમાં આ સમયે વધારે ધ્યાન આપવાની જરૂરિયાત છે. ઘરમાં આનંદનું વાતાવરણ રહેશે.

વૃષભ રાશિ: આજે તમારા દ્વારા લીધેલો કોઇ મહત્ત્વપૂર્ણ નિર્ણય ખૂબ જ ફાયદાકારક સાબિત થશે. રોકાણ અંગે કાર્યો માટે દિવસ ઉત્તમ છે. વિદ્યાર્થીઓને પોતાના કોઇ પ્રોજેક્ટ સાથે જોડાયેલી ચિંતા દૂર થવાથી સુકૂન મળશે. થોડી પારિવારિક વ્યસ્તતાના કારણે તમે તમારા કાર્યક્ષેત્રમાં વધારે ધ્યાન આપી શકશો નહીં. ઘરનું વાતાવરણ સુખમય જળવાયેલું રહેશે.

મિથુન રાશિ: વિરોધી ઈર્ષ્યાની ભાવનાથી તમારા વિરૂદ્ધ અફવાહ ફેલાવી શકે છે. જેના કારણે તમારા થોડાં સંબંધ ખરાબ થશે. કોઇપણ પરિસ્થિતિને શાંતિપૂર્ણ રીતે ઉકેલવી જરૂરી છે. ગુસ્સાના કારણે સમસ્યાઓ ખરાબ થઇ શકે છે. આ સમયે માર્કેટિંગને લગતાં કાર્યોમાં વધારે ભાર રહેશે. પરિવારમાં શાંતિ અને અનુશાસન પૂર્ણ વાતાવરણ રહેશે. યોગ અને કસરત સ્વાસ્થ્ય માટે ખૂબ જ ઉત્તમ છે.

કર્ક રાશિ: આજે પરિવાર સાથે કોઇ ધાર્મિક સ્થળે જવાનો પ્રોગ્રામ બનશે. ત્યાં જઇને તમે ખૂબ જ સુકૂન અને શાંતિ અનુભવ કરશો. કોઇ સામાજિક સંસ્થામાં સહયોગના કારણે તમે સન્માનિત પણ થઇ શકો છો. આ સમયે તમારા કાર્યસ્થળ ઉપર કામની ક્વોલિટી ઉપર ધ્યાન આપવું જરૂરી છે. તમારી પરેશાનીઓનો ઉકેલ કરવામાં જીવનસાથી અને પારિવારિક સભ્યોનો મહત્ત્વપૂર્ણ સહયોગ રહેશે.

સિંહ રાશિ: આજે તમારો દિવસ પરિવારના લોકોની સુખ-સુવિધા અને દેખરેખના કાર્યોમાં પસાર થશે. પ્રોપર્ટીની લેવડ-દેવડની યોજના બનાવી રહ્યા છો તો તેના અંગે કોઇપણ નિર્ણય લેવા માટે સમય યોગ્ય છે. ક્યારેક બાળકો પાસેથી વધારે આશા રાખવી તથા તેમના ઉપર રોક-ટોક કરવી તેમને વધારે જિદ્દી બનાવી શકે છે. એટલે તમારા સ્વભાવમાં લચીલાપણું રાખો. વિદ્યાર્થીઓ તથા યુવાઓએ પોતાનું લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે હાલ મહેનત કરવાની જરૂરિયાત છે.

કન્યા રાશિ: બાળકોની પરેશાનીમાં તેમનો સહયોગ કરવો તેમના આત્મવિશ્વાસ અને આત્મબળને વધારશે. તમારા જ નજીકના લોકો સાથે ચાલી રહેલો વિવાદ દૂર થશે. એકબીજા સાથેના સંબંધોમાં ફરી મધુરતા આવશે. સંબંધોને સંભાળવાના ચક્કરમાં તમારે અન્ય સામે નમવું પણ પડી શકે છે. વ્યવસાયને લગતાં કોઇપણ કામને આળસના કારણે પેડિંગ રાખશો નહીં. પારિવારિક વાતાવરણ સારું જળવાયેલું રહેશે, તમારે તમારા ગુસ્સા ઉપર કાબૂ રાખવો.

તુલા રાશિ: તમને તમારા જીવનને લગતી થોડી મહત્ત્વપૂર્ણ વાતો શીખવા મળશે. ક્યારેક ગુસ્સો તથા ઉત્તેજનાના કારણે કોઇ બનતું કામ પણ ખરાબ થઇ શકે છે. આ સમયે ધૈર્ય અને સંયમથી કામ લેવું જરૂરી છે. કોઇપણ અસમંજસની સ્થિતિમાં ઘરના વડીલોની સલાહ લેવી તમારી પરેશાનીઓનો ઉકેલ છે. આજે વ્યવસાયમાં વધારે પરેશાનીઓ સામે આવશે. લગ્નજીવનમાં મધુરતા જળવાયેલી રહેશે. આ સમયે કોઇ ઈજાની સંભાવના છે.

વૃશ્ચિક રાશિ: આ સમયે મહેનત વધારે અને લાભ ઓછો રહે તેવી સ્થિતિ બનશે, પરંતુ તણાવ લેવો આ સમસ્યાનો ઉકેલ નથી. યોગ્ય સમયની રાહ જોવો, પરિસ્થિતિ તમારા પક્ષમાં થઇ જશે. પારિવારિક વ્યવસાય સાથે જોડાયેલાં કામ સફળ રહેશે. પતિ-પત્ની વચ્ચે ઘરની સમસ્યાને લઇને તણાવ રહેશે. કોઇ શારીરિક ઘાવ થઇ શકે છે.

ધન રાશિ: આજે રાજનૈતિક કે સામાજિક ગતિવિધિઓને લગતી મહત્ત્વપૂર્ણ ગોષ્ઠી અથવા સભામાં જવાનો અવસર પ્રાપ્ત થશે. તેને નજરઅંદાજ ન કરો કેમ કે, તેમના દ્વારા તમને કોઇ મહત્ત્વપૂર્ણ ઉપલબ્ધિ પ્રાપ્ત થઇ શકે છે. આજે કારોબારી ગતિવિધિઓ ધીમી રહેશે. ઘરનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. તમારી દિનચર્યા તથા ખાનપાનને વ્યવસ્થિત રાખો.

મકર રાશિ: તમે તમારા કુશળ વ્યવહાર દ્વારા ઘર અને વ્યવસાય બંનેમાં યોગ્ય તાલમેલ જાળવી રાખશો. જેથી બંને જગ્યાએ વાતાવરણ સારું જળવાયેલું રહેશે. કોઇ લાભદાયક નજીકની યાત્રા પણ પૂર્ણ થઇ શકે છે. આ સમયે વર્તમાન વ્યવસાય ઉપર વધારે ધ્યાન આપો. વધારે વ્યસ્તતા હોવા છતાં તમારું ઘર-પરિવાર પ્રત્યે સમર્પણ ઘરમાં સુખ-શાંતિ લાવશે. સર્વાઇકલ તથા માથાના દુખાવાની સમસ્યા તમને પરેશાન કરી શકે છે.

કુંભ રાશિ:આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે ખૂબ જ લાભદાયક વાતાવરણ બનાવી રહી છે. ઘરમાં કોઇ માંગલિક કાર્યને લગતી યોજના પણ સફળ થશે. ખોટું હરવા-ફરવા તથા મોજ-મસ્તીમાં સમય પસાર કરવાની અપેક્ષાએ ગંભીરતાથી તમારા કાર્યો પ્રત્યે ધ્યાન આપો.

નહીંતર તમારા અનેક મહત્ત્વપૂર્ણ કામ અટકી શકે છે. બાળકોની પરેશાનીઓને લઇને તમારી કોઇ ચિંતા રહેશે. હાલ કાર્ય પ્રણાલીમાં પરિવર્તનને લગતી યોજનાઓને ટાળો. ઘરના મામલે વધારે દખલ કરશો નહીં. સ્વાસ્થ્ય સારું જળવાયેલું રહેશે.

મીન રાશિ:એકબીજાને મળવાનું અને વાર્તાલાપથી અનેક મહત્ત્વપૂર્ણ વાતો સામે આવશે. આર્થિક સ્થિતિ સંતોષજનક રહેશે. આ સમયે તમારી હોબી અથવા કઇંક નવું કરવાની ધુન તમને વ્યસ્ત રાખશે. રોકાણ કરતી સમયે વધારે ધ્યાન રાખવાની જરૂરિયાત છે કેમ કે, કોઇ પ્રકારની દગાબાજી થવાની સંભાવના છે.

કોઇ પારિવારિક સભ્યના સ્વાસ્થ્યને લઇને પણ ચિંતા રહેશે. આજે શેરબજાર, સટ્ટો તથા તેજી-મંદી સાથે સંબંધિત કામ કરનાર લોકોને નફો થશે. લગ્નજીવન સારું જળવાયેલું રહેશે. ખરાબ ખાનપાનના કારણે થોડી શારીરિક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.

 

 


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *