આ કામ કરવાથી દેવી દેવતાની કૃપા તમારા પર બની રહે છે સાથે શરીરની અંદર સકારાત્મક ઊર્જાનો પણ સંચાર થાય છે.

સવારે ઊઠતાની સાથે જ લોકો મોબાઈલ વિના એક સેકન્ડ પણ રહી શકતા નથી. ઘણા લોકોને તો એવી આદત હોય છે કે ઊઠતાની સાથે જ પોતાના મોબાઇલની સ્ક્રીન સામે જોવું પડે છે. ત્યારબાદ જ તેનો દિવસો શરૂ થતો હોય છે તો સામે ઘણા લોકો એવા પણ હોય છે કે જેને અરીસામાં પોતાનો ચહેરો જોવાનું પસંદ હોય છે.

કેમ કે, આવા લોકો માત્ર પોતાને જ પ્રેમ કરતા હોય છે. પહેલાના સમયમાં લોકો સવારે ઉઠી ભગવાનનું નામ લેતા હતા જ્યારે આજના સમયમાં લોકો આવી કોઈ પણ પરંપરાનું પાલન કરતા નથી. હિન્દુ ધર્મના શાસ્ત્રો અનુસાર વ્યક્તિ સવારમાં ઉઠી અને સૌથી પહેલા પોતાની હથેળીઓના દર્શન કરે તો તેના કારણે તેનું સમગ્ર દિવસ ખૂબ જ સારો જાય છે.

જાણીને તમને પણ નવાઈ લાગશે પરંતુ આમ કરવા પાછળ પણ અનેક પ્રકારના રહસ્ય છુપાયેલા છે.જો સવારમાં ઊઠીને હથેળીના દર્શન કરવાની વાત કરવામાં આવે તો તેના કારણે અનેક પ્રકારના ફાયદાઓ રહેલા છે. આજે અમે બતાવવા જઈ રહ્યા છીએ સવારમાં ઉઠતાની સાથે હથેળીના ના દર્શન કરવાના થતા ફાયદાઓ વિશે.

આપણા ભાગ્યની રેખાઓ આપણા હાથની અંદર જ છુપાયેલી હોય છે. આથી સવાર સવારમાં જો આ ભાગ્યરેખા ના દર્શન કરવામાં આવે તો તેના કારણે તમને ખૂબ જ ફાયદો થાય છે. સવાર સવારમાં હથેળીના દર્શન કરવાના કારણે આપણે આખો દિવસ ઉર્જામય બની જાય છે.ઘણા લોકોને આ વાત ઉપર વિશ્વાસ આવતો નથી.

પરંતુ જો તમે થોડા દિવસ આ વાતનું પાલન કરશો અને સવારમાં ઉઠી તમારા હાથ ના દર્શન કરશો તેના કારણે તમે પોતે જ અનુભવી શકશો કે તમારો આખો દિવસ ખૂબ જ સારું જાય છે. અને ત્યાર પછી તમને આ વાત ઉપર વિશ્વાસ આવશે. कराग्रे वसते लक्ष्मी करमध्ये सरस्वती।करमूले तू गोविन्द: प्रभाते करदर्शनम्।।

હથેળીના મધ્ય ભાગની અંદર મા સરસ્વતી નો વાસ કરવામાં આવે છે. જ્યારે હથેળીના ઉપરના ભાગમાં લક્ષ્મીજી અને હથેળીના મૂળ ભાગની અંદર વિષ્ણુ ભગવાનનો વાસ રહેલો છે. આથી જો સવાર સવારમાં હથેળીના દર્શન કરવામાં આવે તો એક સાથે આ ત્રણેય દેવી-દેવતાઓના દર્શન થઈ જાય છે.

હાથ ના દર્શન કરવાની સાથે ઉપર મુજબના શ્લોક બોલવો જે તમારો સમગ્ર દિવસ ખૂબ જ સુખમય અને આનંદમય બનાવી દે છે. અને તેની વિશેષ કૃપા તમારા ઉપર કાયમી માટે બની રહે છે.જો સવારમાં ઉઠી અને હથેળીના દર્શન કરવામાં આવે તો તેના કારણે તમે અનેક દેવી-દેવતાઓના દર્શન કરી લો છો.

જેથી કરીને તેની કૃપા તમારા પર બની રહે છે સાથે સાથે તમારા શરીરની અંદર સકારાત્મક ઊર્જાનો પણ સંચાર થાય છે. અને આથીજ તમારા કોઈપણ કાર્ય ની અંદર કોઈપણ પ્રકારનું નુકસાન થતું નથી અને તમારા દરેક ધારીયા કાર્ય થઈ જાય છે.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *