કોઈ વ્યક્તિની કુંડળીમાં ગ્રહ ખરાબ સ્થિતિમાં અથવા કમજોર હોય ત્યારે જ્યોતિષ તે ગ્રહની વીટી પહેરવાનું કહે છે. અને કોઈ વીટી પહેરતી આટલી બાબતોનું ધ્યાન રાખવું જોઈએ જેથી હંમેશા તેનું શુભ ફળ મળે. તો ચાલો જાણીએ ધ્યાનમાં રાખવાની એ બાબતો વિશે.
તાંબા, પિત્તળ, કાસા, ચાંદી, સોનું, લોઢું, વગેરેને મેળવીને બનાવામાં આવે છે નવ ગ્રહ વીટી. આ વીટીને ધારણ કરતી વખતે એ વાતનું ધ્યાન રાખવું કે જયા સુધી તમે આ વીટી પહેરેલી હોય, ત્યાં સુધી માંસ-મદિરાનું સેવન ના કરવું જોઈએ. આવું કરવાથી એ અંગુઠીની અસર નકારાત્મક થાય છે.
નીલમની વીટી એ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે તેને હંમેશા સોનામાં અથવા પંચધાતુમાં બનેલી રિંગમાં મઢાવીને જ પહેરવી જોઈએ. આ રત્નનો પ્રભાવ ખુબજ જડપથી થાય છે જો એ તમારા માટે સકારાત્મક ફળ લાવે તો તે આપણને રાજા પણ બનાવી શકે છે
અને જો શુભ ફળ ના આપે તો રોડ પર પણ લાવી દે છે નીલમને શનિની દશામાં જ પહેરવો જોઈએ. તેણી રીંગ બનાવતા પહેલા થોડા દિવસ તેને પોતાના ઓશિકા નીચે રાખીને સુવું જોઈએ અથવા કપડામાં વીટાળીને દરેક સમયે પોતાની પાસે રાખવું જોઈએ.
અને બધુજ સામાન્ય થઇ જાય પછી તેણી વીટી બનાવડાવવી, જો કોઈ નકારાત્મક ઘટના ઘટે તો તેની વીટી ના પહેરવી જોઈએ. તેમજ જ્યોતિષની સલાહ વિના આ વીટી ધારણ કરવાથી નુકશાન થઇ શકે છે.
લક્ષ્મી અને કાચબા બંનેની ઉત્પત્તિ પાણી માં થઇ હતી. સાથેજ ભગવાન વિષ્ણુએ કાચબાનો કચ્છપ અવતાર પણ લીધો હતો. કાચબાની રીંગ પહેરવાથી ધન-સંપત્તિ પ્રાપ્ત થાય છે. પરંતુ જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, આ રીંગ પહેરવાથી એ વાતનું ધ્યાન રાખવું કે તમારી રાશી કર્ક, વૃશ્ચિક, અથવા મીન ના હોવી જોઈએ.
જો આમાંથી કોઈ એક તમારી રાશી છે તો આ વીટી ના પહેરવી જોઈએ. કારણ કે આ વીટીના પ્રભાવથી આ રાશિના લોકોમાં સહિત વિકાર થઇ શકે છે અને સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર થઇ શકે છે. કારણ કે કાચબાનો અને આ ત્રણેય રાશિનો સબંધ પાણી સાથે છે.
હીરા રત્નનો સબંધ શુક્ર ગ્રહ સાથે છે. શુક્ર પ્રેમ અને સૌભાગ્ય આપનાર ગ્રહ છે. પરંતુ તેમ છતાં જ્યોતિષ મુજબ નવાપરણેલા લોકો એ લગ્ન સમયે અને લગ્નના એક વર્ષ પછી હીરો ના પહેરવો જોઈએ, આવું કરવાથી હીરો સંતાન પ્રાપ્તિમાં બાધા લાવે છે. જો તમે આ રત્ન ધારણ કરવા માંગતા જ હોય તો જ્યોતિષની સલાહ લેવી જરૂરી છે.
મોતી પહેરતી વખતે તેની સાથે લહસુનીયા અને ગોમેદ ધારણના કરવું જોઈએ. જો તમે ગ્રહ નક્ષત્રને અનુકુળ બનાવવા માટે ગોમેદ કે લહસુનીયા પહેર્યો હશે તો મોતી ના પહેરવો જોઈએ કારણ કે લહસુનીયા કેતુનો ગ્રહ છે અને ગોમેદ રાહુનો રત્ન છે.
જયારે મોતી ચંદ્રમાનું શુભ ફળ પ્રાપ્ત કરવા માટે પહેરવામાં આવે છે. જ્યોતિષ અનુસાર, ચંદ્રમાં સાથે જયારે પણ રાહુ અને કેતુ હોય છે તો ગ્રહણ દોષ બને છે. તેનાથી બુદ્ધિ ભ્રમિત થાય છે અને ખોટા નિર્ણય લેવાથી કાર્ય ખરાબ થાય છે.
Leave a Reply