TRP: અનુપમા ને હરાવી ને ગુમ હૈ કિસી કે પ્યાર મેં શો એ લગાવી છલાંગ, યે રિશ્તા નું રેટિંગ આવ્યું ત્રીજા નંબરે….

વર્ષ 2023ના અગિયારમા સપ્તાહની ટીઆરપી યાદી જાહેર કરવામાં આવી છે.હંમેશની જેમ આ વખતે પણ ‘અનુપમા’ નંબર વન પર છે.જોકે,માનના ચાહકોના ગુસ્સાને કારણે શોની રેટિંગ ઘટી ગઈ છે.બીજી તરફ, ‘ગુમ હૈ કિસી કે પ્યાર મેં’ અને ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’માં આવેલા ટ્વિસ્ટ એન્ડ ટર્ન્સે શોના રેટિંગમાં વધારો કર્યો છે. ટોચના ટોપ ફાઈવમાં સ્થાન મેળવનાર શોની યાદી જાહેર કરાઈ છે..

અનુપમા..

ટીઆરપી લિસ્ટ અનુસાર ‘અનુપમા’એ પ્રથમ સ્થાન મેળવ્યું છે. જોકે, ગત સપ્તાહની સરખામણીએ આ અઠવાડિયે શોના રેટિંગમાં ઘટાડો થયો છે. ગયા અઠવાડિયે આ શોને 3.1 રેટિંગ મળ્યું હતું. તે જ સમયે, આ અઠવાડિયે શોને 3 રેટિંગ મળ્યા છે.સોશિયલ મીડિયા પર માનના ચાહકોનો ગુસ્સો જોયા પછી એવું કહી શકાય કે અનુપમા અને અનુજના અલગ થવાને કારણે દર્શકોને શો પસંદ નથી આવી રહ્યો..અનુપમા સીરીયલમાં આગળ જોવા મળશે કે અનુપમા તેની યાદશક્તિ ગુમાવશે, અને તેં સાડી છોડીને મોર્ડન બનશે?

ગુમ હૈ કિસીકે પ્યાર મેં..

ડૉ. સત્યાની એન્ટ્રીને કારણે ‘ગુમ હૈ કિસી કે પ્યાર મેં’નું રેટિંગ વધી ગયું છે અને આ અઠવાડિયે શોએ બીજું સ્થાન મેળવ્યું છે.હા, 2.8 રેટિંગ સાથે ‘ગુમ હૈ કિસી કે પ્યાર મેં’ ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ને પાછળ છોડી દીધી છે.. આગળના એપિસોડમાં જોવા મળશે કે સઈએ ડોક્ટર સત્યાને તેની કારકિર્દી બચાવવા વિનંતી કરી હતી પરંતુ વિરાટે આખો મામલો બગાડ્યો છે..

યે રિશ્તા ક્યાં કહેલાતા હૈ..

લોકો અભિનવ-અક્ષરા અને આરોહી-અભિમન્યુનો ટ્રેક પસંદ કરી રહ્યા છે.જો કે, ચાહકો અક્ષરા અને અભિમન્યુને સાથે જોવાની માંગ કરી રહ્યા છે. આવી સ્થિતિમાં ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ને આ અઠવાડિયે 2.5 રેટિંગ સાથે ત્રીજું સ્થાન મળ્યું છે.. આગળના એપિસોડમાં કાયરાવ અક્ષરાની માફી માંગશે, અભિર તેને થઇ રહેલી સમસ્યાઓ અભિને જણાવશે..

ઇમલી..

‘ઇમલી’ આ વખતે ચોથા નંબર પર પોતાની જગ્યા બનાવી છે. જો કે શોને 2.4 રેટિંગ મળ્યા છે પરંતુ, એવું કહેવામાં આવી રહ્યું છે કે ઝોહેબ સિદ્દીકીની એન્ટ્રીને કારણે આગામી દિવસોમાં શોનું રેટિંગ વધી શકે છે.. ઇમલીના આગળના એપિસોડ ડ્રામાથી ભરપૂર હશે – અથર્વની જિંદગી, ઝોહેબ સિદ્દીકીની એન્ટ્રી હવે શોમાં ધૈર્યનું પાત્ર ભજવશે

ફાલતુ..

‘ફાલતુ’એ આ વખતે 2.2 રેટિંગ સાથે પાંચમા નંબર પર પોતાનું સ્થાન બનાવ્યું છે.તમને જણાવી દઈએ કે, શોના આગામી એપિસોડમાં કનિકા અને તનિષાના રહસ્યનો ખુલાસો થવા જઈ રહ્યો છે.

પંડ્યા સ્ટોર..

‘પંડ્યા સ્ટોર’ એ લગભગ બે અઠવાડિયા પછી TRPની ટોપ 5 લિસ્ટમાં પોતાનું સ્થાન બનાવ્યું છે. જોકે, ‘ફાલતુ’ની જેમ આ શોને પણ માત્ર 2.2 રેટિંગ મળ્યા છે, પરંતુ, તે યાદીમાં છઠ્ઠા સ્થાને છે…


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *