ટીવીની ટોચની સિરિયલ અનુપમામાં દરરોજ કંઈક ને કંઈક એવું જોવા મળે છે, જે દર્શકોને શો સાથે જોડાયેલા રહે છે અને પ્રેમ વરસાવતા રહે છે.છેલ્લા એપિસોડમાં તમે જોયું કે અનુજને ખબર પડી કે ગુંડાઓને જામીન મળી ગયા છે.
ગુંડાઓ અનુપમા અને ડિમ્પીની સામે આવે છે. રસ્તા પર જ ડિમ્પીની સામે બેશરમ ગુંડાઓ ડાન્સ કરે છે. ડિમ્પી નર્વસ થઈ જાય છે પણ અનુપમા તેમને સંભળાવાનું ચુકતી નથી. આજના એપિસોડમાં, પાખી વનરાજનું બ્રેઈનવોશ કરવાનો પ્રયાસ કરશે અને વનરાજ તેની વાત સાથે સંમત થશે.
વનરાજ પરેશાન થશે
આજના એપિસોડમાં તમે જોશો કે અનુપમા ખુબ જ દુઃખી હાલતમાં ડિમ્પીને શાહ હાઉસ લાવે છે, જ્યાં બાપુજી ડિમ્પીને ઘરની અંદર લાવે છે અને ડૉક્ટરને બોલાવે છે. ડિમ્પીને ઘરમાં જતી જોઈને બા ચિડાઈ જાય છે અને પાખી પણ કહે છે કે તેની પોતાની દીકરી રસ્તા પર છે અને બીજાની દીકરી ઘરની અંદર છે. અનુજ પણ અનુપમાને શોધતો શાહના હાઉસ પહોંચે છે.જ્યાં તેને રસ્તામાં ગુંડાઓને મળે છે અને તેને ધમકી આપે છે. અનુજ પોતાની જાત પર કાબૂ રાખે છે અને કશું કરી શકતો નથી.
અનુપમા આરોપીને પગે લાવી દેશે.
શાહ હાઉસમાં બા અને વનરાજ તેમના ઘરે આવતી મુશ્કેલી જોઈને નારાજ થઇ છે. બા વારંવાર અનુપમાને ટોણો મારે છે પણ અનુપમા કશું બોલતી નથી, ત્યારબાદ વનરાજ પાખીને મળવા જાય છે જ્યાં પાખી તેને કહે છે કે તે એકલી રહે છે અને ગુંડાઓ તેને સરળતાથી નિશાન બનાવી શકે છે.
વનરાજ આ સાંભળીને નારાજ થઈ જાય છે. તે તેને પોતાની સાથે લઈ આવે છે. જે બાદ વનરાજ નિર્ણય કરે છે કે હવે આ મુદ્દાને જ ખતમ કરી દઈએ, જ્યાં સુધી આ કેસ પૂરો ન થાય ત્યાં સુધી અનુપમા કે કપાડિયા ઘર સાથે જોડાયેલ વ્યક્તિ શાહ હાઉસ નહીં આવે. આગામી એપિસોડમાં તમે જોશો કે અનુપમા આરોપીના ઘરે પહોંચે છે.જ્યાં આરોપી તેના પર હુમલો કરે છે પરંતુ તેના પગે પડી જાય છે.
Leave a Reply