દરેક વ્યક્તિમાં કોઈને કોઈ લક્ષણો કે ગુણ હોય જ છે, બસ ફક્ત એને જોવાની અને સમજવાની રીત અલગ હોય છે. સમાજ માં ઘણા બધા અલગ અલગ પ્રકારના મનુષ્ય છે અને દરેક માં અલગ અલગ ખાસિયતો જોવા મળે છે અને તેનામાં રહેલ આ વસ્તુ તેને અન્ય લોકો થી અલગ બતાવે છે.
દરેક મનુષ્યના જીવનમાં સૌથી શ્રેષ્ઠ વસ્તુઓ જે માનવામાં આવે છે એ હોય જ્ઞાન અને બુદ્ધિ છે. તેના બળ પર વ્યક્તિ પોતાના જીવનમાં તમામ વસ્તુ પ્રાપ્ત કરી શકે છે, બુદ્ધિ એક જ એવી વસ્તુ છે કે જે બજારમાં મળતી નથી. હિંદુ ધર્મ શાસ્ત્રોમાં જ્ઞાનીઓ ની ઓળખાણ કરવી વધારે મુશ્કેલ નથી.
જે કોઈ મનુષ્ય આ લક્ષણો ને પોતાના જીવન અને વ્યક્તિત્વમાં ધારણ કરે છે તો એ જ હકીકત માં જ્ઞાની પુરુષ કહેવાય છે. તેથી આજે અમે જણાવીશું કે એ ક્યાં ક્યાં લક્ષણ હોય છે, શુભ કર્મ, ભગવાનના પ્રતિ શ્રદ્ધા અને વિશ્વાસ, યજ્ઞ, દાન જનકલ્યાણ વગેરે દરેક જ્ઞાનીઓ ના શુભ લક્ષણ માનવામાં આવે છે.
હિંદુ ધર્મ ગ્રંથમાં મહાભારત માં એ વ્યક્તિઓ ને બુદ્ધિમાન માનવામાં આવે છે, જે વ્યક્તિ ક્રોધ, અહંકાર, દુષ્કર્મ, સ્વાર્થ, વગેરે દુર્ગુણો તરફ આકર્ષિત નથી થતા. તેમજ જે કોઈ પણ મનુષ્ય સમય, પરિસ્થિતિ ને જોઇને વિચલિત નથી થતા અને પોતાનું ધ્યાન ફક્ત પોતાના કર્મો તરફ કેન્દ્રિત રાખે છે.
શાસ્ત્રો માં એવા જ વ્યક્તિઓ ને સાચા જ્ઞાની માનવામાં આવે છે. તેમજ જ્ઞાની પુરુષ કોઈ પણ વિષય ને જલ્દી એટલા માટે સમજી લે છે કે કારણ કે જ્ઞાની વ્યક્તિ કોઈ પણ વાત ને ખુબજ ધેર્ય પૂર્વક સાંભળે છે. તેમજ પોતાના કાર્યોને કર્તવ્ય સમજે એજ મનુષ્ય સાચા અર્થમાં જ્ઞાની પુરુષ કહેવાય છે.
એ જ કે જે પોતાની યોગ્યતા થી પુરેપુરો પરિચિત હોય અને એ જ પ્રમાણે પોતાના કાર્યો ને કરતો હોય, જેમાં દુખ સહન કરવાની શક્તિ હોય, જે કઠીન પરિસ્થિતિઓ માં પણ ધર્મ નો સાથ ના છોડતા હોય એવા વ્યક્તિ ને સાચા અર્થમાં જ્ઞાની માનવામાં આવે છે.
આવા લોકો નો સંગ કરવાથી આપણા માં પણ સારા વિચારો આવે છે અને આપણને પણ સારું સારું શીખવા મળે છે. તેથી હંમેશા જ્ઞાની લોકો નો સંગ કરવો જોઈએ. તેમના સત્સંગ થી જીવનમાં સફળતા મળે છે.
Leave a Reply