સખત મહેનત કર્યા વિના કંઈપણ મેળવવું શક્ય નથી. પરંતુ જ્યારે તમે સખત મહેનત કર્યા પછી પણ તમારી પૈસા સંબંધિત સમસ્યાઓ છોડી નથી રહ્યા, ત્યારે જ્યોતિષ શાસ્ત્રમાં કેટલાક ઉપાયોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે વાસ્તુ કથન અનુસાર આપણાં ઘરમાં અનેક પ્રકારની એવી ચીજ વસ્તુઓ પડેલી હોય છે જે બિન જરૂરી હોય છે
પરંતુ આપણાં ધ્યાનમાં તે આવતી નથી અને આ જ કારણ તમારા ધનવ્યય અને તકલીફોનું બને છે. અહીં નિર્દિષ્ઠ કરેલી કોઈ ચીજ-વસ્તુઓ જો આપના ઘરમાં હોય તો તત્કાળ દેને દૂર કરી દેજો કારણ કે, આ ચીજ વસ્તુઓ તમારા ઘરમાં ગમે તેટલો ધનસંચય કરેલો હોય ખાલી કરી દેતાં વાર નહીં લગાડે.ઘરના મંદિરમાં જો કોઈ મૂર્તિ ખંડિત થઈ ગઈ હોય તો ક્યારેય પણ તે ખંડિત મૂર્તિને ઘરમાં રાખશો નહીં
તાત્કાલિક એ મૂર્તિને કોઈ સ્વચ્છ પાણીમાં પધરાવી દેવી જોઈએ, ખંડિત મૂર્તિ પણ ધનવ્યયનું મોટું કારણ સાબિત થઈ શકે છે.સામાન્ય રીતે ઘરની બાલ્કની અથવા તો ઑપન જગ્યામાં પક્ષીઓ પોતાનો માળો બનાવે છે આવું જ એક પક્ષી છે કબૂતર. આ કબૂતર પણ પોતાનો માણો પોતાના ઘરના કોઈ ખૂણે બનાવે છે અને પોતાના બીટ પાડતાં રહે છે.
જો આ બીટને નિયમિત્ત રીતે સાફ કરવામાં ન આવે તો ધનવ્યયનું મોટું કારણ સાબિત થાય છે. કબૂતર ઘરના પ્રવેશ દ્વાર ઉપર બીટ કરી નાખે તો તે દરિદ્રતાનું કારણ બને છે અને તે ઘરને પૈસાના મોટા નુકસાનનો સામનો કરવો પડે છે. તેથી જો આપના ઘરમાં કબૂતરો દ્વારા આ પ્રકારનું કૃત્ય થતું હોય તો તત્કાળ તેનો ઉપાય જરૂરી છે.તૂટેલા કાચનું ઘરમાં હોવું અશુભ માનવામાં આવે છે.
ઘરમાં તૂટેલાં કાચ હોય તો તાત્કાલિક અસરથી તેને દૂર કરી નાખવું જરૂરી છે. કારણ કે જો ઘરમાં તૂટેલો કાચ અર્થાત્ ગ્લાસ અથવા કપનો થોડો ભાગ તૂટી જવો, અરીસાનો થોડો ખૂણો તૂટી જવો.. છતાં પણ કેટલાંક લોકો તે ગ્લાસ-કપ અથવા અરીસાને ચલાવી લેતાં હોય છે, પરંતુ આમ કરવાથી ઘરમાં આર્થિક તંગી આવી શકે છે.
પૈસા સંબંધિત સમસ્યાઓથી જો બચવું હોય તો આપના ઘરમાં કાચની કોઈ પણ ચીજ જો તૂટી ગઈ હોય ભલે તે ઉપયોગમાં આવી શકે તેમ હોય, છતાં પણ તેને ઘરની બહાર કરી દેવી હિતાવહ છે.વધુમાં ઈશાન ખૂણામાં કોઈ ભારે વસ્તુ રાખવી નહીં અને કચરાને પણ ઈશાન ખૂણામાં એકત્ર કરશો નહીં આવું કરવાથી ધન સંબંધી સમસ્યાઓનો સામનો કરવો પડે છે.
ઉત્તર દિશામાં ક્યારેય સ્ટોરરૂમ બનાવશો નહીં, આ પણ દરિદ્રતા અર્પણ કરતું કૃત્ય છે.કરોળિયાના જાળા જો ઘરમાં બાઝી જતાં હોય અને તેને સમયે-સમયે દૂર કરવામાં ન આવે તો તે ઘરના સભ્યો દરિદ્રતામાં જાય છે આ ઘરના સભ્યને કોઈ મોટી દુર્ઘટનાનો પણ સામનો કરવો પડી શકે છે.
બધાં કામ પડતાં મૂકીને તેને દૂર કરી દેવા જોઈએ. જો આમ કરવામાં નહીં આવે તો આર્થિક તંગી તો ઠીક, દુર્ઘટનાનો પણ સામનો કરવો પડી શકે છે.ઘરની સાવરણી હંમેશા સૂતેલી અવસ્થામાં જ રાખવી જોઈએ, ક્યારેય તેને ઊભી રાખશો નહીં. ઉપરાંત સાવરણીને ક્યારેય પગથી સ્પર્શ કરવો નહીં અને ઘરને હંમેશા સાફ-સુથરૂ રાખવું જોઈએ.
Leave a Reply