વધતું જતું હવાનું પ્રદૂષણ, ભાગદોડવાળી વ્યસ્ત જિંદગી, ટી.વી. દર્શન, કમ્પ્યુટરનો વધેલો ઉપયોગ, વાંચવાની અયોગ્ય રીત, સૂર્યપ્રકાશના વિકિરણો (રેડિયેશન), ધૂળવાળું વાતાવરણ વગેરે આંખોને ઘણી હાનિ પહોંચાડે છે.આજકાલ મોબાઇલ અને લેપટોપ કે કમ્પ્યૂટર મોટાભાગના લોકોનું અવિભાજ્ય અંગ બની ગયાં છે.
ત્યારે તેના પ્રકાશથી આંખને નુકસાન ન થાય તે માટે આપણે સાવચેત રહેવું જોઇએ અને ઘરેલુ ઉપાય દ્વારા આંખને પ્રોટેક્શન આપવું જોઇએ.આમળાંને આંખ માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. આંખોની રોશની તેજ કરવા માટે આમળાંમાં રહેલું વિટામિન સી રેટિનાની કોશિકાના કામકાજને બરાબર કરી તેને સુધારવાનું કામ કરે છે.
તમે આમળાં ખાઇ પણ શકો છો અને તેનો રસ પણ પી શકો છો, તે બંને રીતે ગુણકારી છે. આમળાંની સિઝનમાં દિવસમાં બે વાર તેનું સેવન કરવું. સિઝન ન હોય ત્યારે ફ્રોઝન કરેલો રસ કે પાઉડરનો ઉપયોગ કરવો.બદામમાં ઓમેગા ૩ ફેટી એસિડ, વિટામિન ઇ અને એન્ટિ ઓક્સિડેન્ટ ભરપૂર પ્રમાણમાં હોય છે.
તે દૃષ્ટિને તેજ બનાવવાનું કાર્ય કરે છે. બદામને આગલી રાત્રે પલાળીને સવારે પલાળેલી બદામ પીસીને દૂધમાં નાખી દૂધ પી લેવું. આ ઉપાય રોજ અજમાવવાથી આંખોની રોશની તેજ થશે. તમે ચાહો તો રાત્રીના સમયે પણ પલાળેલી બદામ અને દૂધનું સેવન કરી શકો છો.વરિયાળી પેટની ઠંડક માટે ઉત્તમ છે તેમજ આંખ માટે પણ ખૂબ ગુણકારી છે.
તે નાનીમોટી દરેક વ્યક્તિ માટે લાભદાયી છે. નાનાં બાળકોની આંખોની રોશનીને નબળી થતાં બચાવે છે, તેમજ વડીલોને લાંબા સમય સુધી મોતિયાની તકલીફથી બચાવી શકે છે. આ માટે વરિયાળીને પીસીને રોજ રાત્રે સૂતાં પહેલાં બે ચમચી વરિયાળી પાઉડર, એક ચમચી ખાંડ અને લીંબુના રસને પાણીમાં મિક્સ કરીને પીવું જોઇએ.
તમે બદામના ભુક્કાની સાથે વરિયાળી પાઉડર મિક્સ કરીને તેને દૂધમાં નાખી ખાંડ મિક્સ કરીને પણ પી શકો છો. ચાલીસ દિવસ સુધી આ ઉપાય અજમાવવાથી આંખની દૃષ્ટિ આપોઆપ તેજ બનશે.
આંખોના સ્વાસ્થ્ય માટે વિટામિન એ ખૂબ ઉપયોગી છે. આ વિટામિન ધરાવતા શાકભાજીનો વધુ ઉપયોગ કરો.લીલા-પાંદડાવાળા શાકભાજી, દૂધ અને વિટામિન્સ-ખનીજ તત્ત્વોયુક્ત ખોરાક આંખોના સ્વાસ્થ્યને જાળવે દૂધ, ઈંડા, ગાજર, બીટા-કેરોટીનવાળા શાક અને તાજા ફળોનો આહારમાં સમાવેશ કરો.તે સિવાય કેલ્શિયમ, કાર્બાહાઈડ્રેટ્સ અને પ્રોટીનનું પણ યોગ્ય પ્રમાણમાં સેવન કરો.
Leave a Reply