જો તમે આદુવાળી ચા પી રહ્યાં હોવ તો જાણો તેના દ્વારા થતાં નુકસાન વિશે

મોટાભાગે લોકો આદુવાળી ચા પીવાનું પસંદ કરે છે. કારણ કે તેનાથી સામાન્ય રોગો (શરદી અને ખાંસી) માં રાહત મળે છે.જેની કફ પ્રકૃતિ હોય તેના માટે આદુવાળી ચા ફાયદાકારક રહે છે. પરંતુ શું તમે જાણો છો કે નિયમિત અને વધુ માત્રામાં આદુવાળી ચા પીવી એ સ્વાસ્થ્ય માટે હાનિકારક પણ સાબિત થઇ શકે છે.

જો તમે આદુ ચાના શોખીન છો, તો તે મહત્વનું છે કે તમારે તેના દ્વારા થતાં નુકસાન વિશે પણ જાણવું જોઈએ.નિષ્ણાતો કહે છે કે કોઈએ પણ એક દિવસમાં પાંચ ગ્રામ કરતાં વધુ આદુનું સેવન ન કરવું જોઈએ, કારણ કે તેની સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડે છે.જો તમે આદુવાળી ચા પી રહ્યાં હોવ તો એક કપ ચામાં અડધી ચમચી આદુ ઘણું હોય છે.

પાચનની સમસ્યાઓ સાથે સંઘર્ષ કરી રહ્યાં છો, તો તમારે એક દિવસમાં 1.2 ગ્રામ કરતાં વધુ આદુનું સેવન ન કરવું જોઈએ. આદુનું વધુ પડતું સેવન કરવાથી તમારી પાચનની સમસ્યાઓ વધી શકે છે. જો તમને પાચન સંબંધી સમસ્યા છે તો તમારે આખા દિવસમાં 1.2 ગ્રામથી વધારે આદુનું સેવન ન કરવું જોઈએ.પ્રેગનેન્ટ મહિલાઓએ તો વધુ સતર્ક રહેવાની જરૂર છે.

તેમણે આખા દિવસમાં 2.5 ગ્રામથી વધારે આદુનું સેવન ન કરવું જોઈએ. આમ તો પ્રેગનેન્સી દરમિયાન મહિલાઓએ ચા જ ન પીવી જોઈએ, કારણ કે તેનાથી એસિડિટી થવાનો ખતરો રહે છે.એ સિવાય વધારે આદુના સેવનથી બ્લડ શુગરનું સ્તર પણ ઓછું થઈ શકે છે. ચામાં વધારે આદુ નાખવામાં આવે તો એ ચા પીવાથી પેટમાં બળતરા થાય છે.

તેથી, જે લોકોને આદુ ચાના શોખીન હોય છે તેઓએ વધુ સાવધ રહેવાની જરૂર છે.ખાલી પેટ આદુવાળી ચા ભૂલથી પણ ન પીવી જોઈએ, કારણ કે આવું કરવાથી પેટ ખરાબ થઈ શકે છે. આદુવાળી ચાનું વધારે સેવન બેચેની અને ઊંઘ ન આવવાનું કારણ પણ બની શકે છે. એટલે સૂતા પહેલા ચા ન પીવી જોઈએ.

 


Posted

in

by

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *