ભગવાન ગણપતિના નામનો જાપ, ગણપતિના મંત્રનો જાપ કરવો શુભ માનવામાં આવે છે. ગણેશજીની આરાધનાથી અર્થ, વિદ્યા, બુદ્ધિ, વિવેક, યશ, પ્રસિદ્ધિ સહજ રીતે પ્રાપ્ત થાય છે.તેવી જ રીતે વિધ્નહર્તા ગજાનંદના આ મંત્રો પણ એટલા જ ચમત્કારી છે. શાસ્ત્રોમાં કહેવમ આવ્યું છે કે, દરેક શુભ કામ કરતાં પહેલાં ગણપતિની ઉપાસના કરવી જોઇએ.
જેથી કોઇપણ કામમાં આવતાં સંકટ ટળી જાય છે.વિઘ્નહર્તા ગણેશજી હંમેશાં દરેકની ઇચ્છાઓને પરિપૂર્ણ કરે છે.આ પાંચ મંત્રો તમને ખુબ જ કામ આવી શકે છે. ગણપતિજીનો બીજ મંત્ર નો જાપ કરવાથી તમામ મનોકામના પૂર્ણ થાય છે. ગણેશજીના અન્ય મંત્રો પણ આર્થિક સમૃદ્ધિ તેમજ માનસિક શાંતિ પ્રદાન કરે છે.
તો ચાલો જાણી લઈએ કયા કયા છે આ ગણેશજીના ચમત્કારી મંત્ર.. મંત્ર – ॐ ગંગ ગણપતેય નમ: આ ગણેશજીનો મૂળ મંત્ર છે. તેને બીજ મંત્ર તરીકે પણ ઓળખવામાં આવે છે. આ મંત્ર યોગ સાધનામાં વપરાય છે. ગણપતિ ઉપનિષદમાંથી આ મંત્ર મળી આવ્યો છે.કોઈપણ કામ શરૂ કરતા પહેલા આ મંત્રનો જાપ કરશો તો સફળતા તમારી જ છે.
ॐ શ્રી વિનાયકાય નમ: વિનાયક એ ગણપતિજીના સુવર્ણ કાળ દરમિયાનનું પ્રખ્યાત નામ છે. આ મંત્રથી તમારો સુવર્ણ કાળ શરૂ થઈ જશે. તમારા કામમાં તમે ટોચ પર પહોંચશો.વિનાયક એટલે બધુ જ તમારા કંટ્રોલમાં હોય તે. વિનાયક એટલે જે વ્યક્તિ બધી જ સમસ્યા હલ કરે છે તે. ॐ श्री गणेश ऋण छिन्धि वरेण्य हुं नमः આ કર્જ દુર કરનાર મંત્ર છે.
આ મંત્ર ના નિયમિત જાપ કરવાથી ગણેશજી પ્રસન્ન થઇ જાય છે અને ભક્તો પર નું કર્જ ઓછુ થવા લાગે છે.કહેવાય છે કે જો કોઈના ઘરમાં એક પણ વાર આ મંત્ર નું ઉચ્ચારણ થતું હોય તો તે ઘરમાં ક્યારેય પણ કર્જ કે ગરીબી નથી આવતી. ॐ શ્રી વિઘ્નેશ્વરાય નમ: ગણેશજીને આપણે વિઘ્નહર્તા પણ કહીએ છીએ આ મંત્ર દ્વારા પૂજનીય ગણેશજી મહારાજ તમારા માર્ગમાં આવતી બધી જ સમસ્યાઓઓ દૂર કરે છે.
આ મંત્રના સતત જાપથી તમારા રસ્તામાં આવતી અડચણો, નેગેટિવ એનર્જી દૂર થઈ જશે અને તમે શાંતિનો અહેસાસ થશે. ॐ કપિલાય નમ : કપિલ નો અર્થ છે કે તમે કલર થેરાપી આપવા સક્ષણ છે. તમે પોતે રંગ ક્રિએટ કરી શકો છો અને તેનાથી લોકોને સાજા કરી શો છો. આ મંત્રનો એક અર્થ એ પણ થાય છે કે તમે જે માંગશો એ તમને કામધેનુની જેમ મળી જશે.
ખાસ કરીને જ્યારે તમે બીજાનું હિત ઈચ્છશો, તમારી ઈચ્છા તરત જ પૂરી થશે. આ મંત્ર ઉપરાંત ગણપતિ ચાલીસા, સંકટમોચન ગણેશ સ્તોત્ર, ગણેશકવચ, સંતાન ગણપતિ સ્તોત્ર, ઋણહર્તા ગણેશ સ્તોત્ર, ગણેશકવચનો પાઠ કરવાથી ગણેશજીની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે.
Leave a Reply