શાસ્ત્રોની અનુસાર ભગવાન શિવને પ્રસન્ન કરવા ખુબ સરળ છે. આવો જાણીએ કે શિવને એના પ્રિય ફૂલ ચઢાવો કેમ કે મનોકામના સંપૂર્ણ રીતે પૂરી થઇ જાય.લાલ તેમજ સફેદ આંકડાના ફૂલ ભગવાન શિવની પૂજામાં વિશેષ રૂપથી ચઢાવવામાં આવે છે.આ છોડને મદાર પણ કહે છે. આંકડાના ફૂલને લઈને માન્યતા છે કે ભગવાન શિવને આ ફૂલ અર્પિત કરવાથી તે તરત પ્રસન્ન થાય છે.
શિવ પૂજામાં આ ફૂલનો પ્રયોગ કરવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે. વાસ્તુની દ્રષ્ટિથી પણ આ છોડ સુખ અને સમૃદ્ધીનું પરિબળ છે. કરેણનું ફૂલ ભગવાન શિવને જ નહિ તમામ દેવી દેવતાઓને અત્યંત પ્રિય છે. દૈવિક દ્રષ્ટિથી આને ભગવાન શિવનું સૌથી પ્રિય ફૂલ બતાવવામાં આવ્યું છે.માન્યતા છે કે ભગવાન શિવની પૂજામાં આ ફૂલને ચઢાવવા પર મનુષ્યને ધન લાભ પ્રાપ્ત થાય છે.
ધતુરો ભગવાન ભોલેનાથને અત્યંત પ્રિય છે. શિવની પૂજામાં આના ફળ અને ફૂલને વિશેષ રૂપથી ચઢાવવામાં આવે છે.માન્યતા છે કે જે દંપતી પાવન શિવરાત્રી પર આ ધતુરાના ફૂલની સાથે ભગવાન શિવની પૂજા કરે છે એને શિવ કૃપાથી જલ્દી જ સંતાન સુખની પ્રાપ્તિ થાય છે. શિવ પુરાણમાં ભગવાન શંકરની પૂજામાં ફૂલ પાંદડા બંને જ ચઢાવવાનો વિશેષ મહત્વ બતાવવામાં આવ્યો છે.
જેમ શમીના ફૂલને શિવલિંગ પર અર્પિત કરવાથી જ્યાં ઘરમાં અપાર ધન-સંપદા નો આશીર્વાદ મળે છે, તેમજ શમીનું ઝાડ લગાવવાથી શનિથી જોડાયેલા બધા દોષોથી મુક્તિ મળી જાય છે.જો તમે અવિવાહિત છો અને કોઈ સુંદર જીવનસાથીની શોધમાં છો તો હવે તમારે રાહ જોવાની નથી. તમારી આ મનોકામના ભગવાન શિવના આશીર્વાદથી પૂરી થઇ શકે છે.
તમે ભગવાન શિવને સૌથી વધરે પ્રિય મોગરાના ફૂલ અર્પણ કરો. આ ફૂલની સાથે ભગવાન શિવની સાધના- આરાધનાથી તમને જીવનમાં સુંદર તેમજ યોગ્ય જીવનસાથીની અવશ્ય પ્રાપ્તિ થશે.
Leave a Reply