અહિયાં દરવાજો કોઈ સિદ્ધ પુરુષ જ ખોલી શકે છે, પણ આજ સુધી એને કોઈ ખોલી શક્યું નથી.

તિરુવન્તપુરમ માં સ્થિત પદ્મનાભ સ્વામી મંદિર પણ દુનિયામાં ખુબ પ્રસિદ્ધ છે. જો કે દુનિયાના અમુક સૌથી રહસ્યમય જગ્યા માંથી આની ગણતરી થાય છે. અહિયાં દેશ-વિદેશથી લોકો દર્શન માટે આવે છે. રસપ્રદ વાત એ છે કે ભગવાન વિષ્ણુને સમર્પિત આ મંદિરમાં ખાલી હિંદુ ધર્મમાં આસ્થા રાખવા વાળા જ આવી શકે છે.

અને અહિયાં પ્રવેશ માટે એક ખાસ પ્રકારના કપડા ને ધારણ કરવા જરૂરી હોય છે. આ ઉપરાંત અસંખ્ય સંપતિને લઈને આ મંદિરના દરવાજાને સુપ્રીમ કોર્ટના સમર્થનથી ખોલવામાં આવી રહ્યું છે. જેમાં એના છઠ્ઠા દરવાજાને ખોલીને ૧,૩૨,૦૦૦ કરોડ ની સંપતિ મળી ચુકી છે. પણ સાતમાં દ્વાર ને અત્યારે પણ ખોલી શકાતો નથી.

મંદિરના ગૃહમાં ભગવાન વિષ્ણુની એક ભવ્ય મૂર્તિ વિરાજમાન છે. આ કારણથી એહી તેના વૈષ્ણવ મંદિરોમાં ખાસ ગણતરી થાય છે. પરંતુ વિશ્વના સૌથી ધનવાન મંદિર પણ ખુબ રહસ્યમય છે. અહિયાં એક દરવાજો છે જેને માનવામાં આવે છે કે કોઈ સિદ્ધ પુરુષ જ ખોલી શકે છે, પણ આજ સુધી એને કોઈ ખોલી શક્યું નથી.

તે એવી માન્યતા છે કે દરવાજો ભગવાન સુધી જાય છે. પરંતુ એનું રહસ્ય આજ સુધી કોઈ ખોલી શક્યું નથી. એવું કહેવાય છે કે આ મંદિરના ખજાનામાં બે લાખ કરોડનું સોનું છે. પરંતુ ઈતિહાસકારો ના અનુસાર, હાલમાં એની અનુમાનિત રાશી એનાથી દસ ગણી વધારે હશે.આ ખજાનામાં સોનું-ચાંદી ના મોંઘા ચેન, હીરા, પન્ના, રૂબી બીજા કીમતી પથ્થર, સોનાની મૂર્તિઓ, રૂબી જેવી ઘણી બધી કીમતી ચીજો છે.

જેની વાસ્તવિક કીમત અંદાજવી મુશ્કિલ છે. માન્યતા છે કે 18 મિ સદીમાં ત્રાવણકોરના રજાઓ એ મંદિરમાં પદ્મનાભ સ્વામીની મૂર્તિની સ્થાપના કરાવી હતી, જયારે ઈતિહાસકારોને માનીએ તો એની કોઈ જાણકારી ઉપલબ્ધ નથી.આની જેમ રહસ્યમયી મંદિરના ૫૦૦૦ વર્ષ પહેલા કળિયુગના પહેલા દિવસે સ્થાપિત થવાની વાતો ચાલી આવી રહી છે.

તેની સાથે જ ત્રાવણકોર રાજઘરાને એ પૂરી રીતથી ભગવાનને એમનું જીવન અને સંપતિ સોંપી દીધી છે. હાલમાં અત્યારે મંદિરની દેખ-રેખનું કામ શાહી પરિવારના કહેવાથી એક પ્રાઇવેટ ટ્રસ્ટ સંભાળે છે.લોક્માંન્યતાઓ ની અનુસાર છઠ્ઠી સદીમાં ત્રાવણકોરના મહારાજ એ આ મંદિરનું નિર્માણ કરાવ્યું હતું અને પોતાના અઢળક ખજાનાને મંદિરના ભોંયતળિયામાં અને મોટી દીવાલોની પાછળ છુપાવ્યું હતું.

જે પછી અમુક સો વર્ષો સુધી તેનો દરવાજો ખોલવાની હિમંત નથી કરી અને આ પ્રકારથી પછી તેને શાપિત માનવામાં લાગ્યો.કથાઓની અનુસાર, એક વાર ખજાનાની શોધ કરતા કોઈ એ સાતમાં દરવાજાને ખોલવાની કોશિશ કરી પણ કહેવાય છે કે જેરીલા સાપ કરડવાથી બધાનું મૃત્યુ થાય છે.એવું માનવામાં આવે છે કે આ ભોંયરું છે, જે આ મંદિરને સાતમો દરવાજો પણ કહેવામાં આવે છે.

એને ખાલી અમુક મંત્રો બોલવાથી જ ખોલી શકાય છે.કોઈ પણ આધુનિક ટેકનીક કે બીજા માનવ પ્રયાસોથી ખોલવાની કોશિશ કરી તો દેશમાં મંદિરો નાશ થઇ શકે છે. જેનાથી ભારે પ્રલય પણ આવી શકે છે. હકીકતમાં આ દરવાજો સ્ટીલનો બનેલો છે. એના પર બે સાપ બનાવેલા છે, જે આ દ્વારની રક્ષા કરે છે, એમાં કોઈ નટ-બોલ્ટ અથવા લોક નથી.

એવું કહેવામાં આવે છે કે આ દરવાજાને નાગ બંધમ અથવા નાગ પાશમ મંત્રોનો પ્રયોગ કરી બંધ કર્યો છે. એટલા માટે એટલી સિદ્ધિઓની સાથે જ એને કેવળ ગરુડ મંત્રનો સ્પષ્ટ અને સટીક મંત્રોચાર કરીને જ ખોલી શકાય છે. જો એમાં કોઈ ભૂલ થઇ ગઈ તો મૃત્યુ નિશ્ચિત માનવામાં આવે છે.એવું હાલમાં જ એક અરજદારની રહસ્યમયી સ્થિતિમાં મૃત્યુ થઇ ગયું છે.

હાલમાં ભારત તો શું દુનિયાના કોઈ પણ ખૂણામાં આવા સિદ્ધ પુરુષ ના મળી શકે, તે આ મંદિરની ગુત્થી સુલજાવી શકે.હકીકતમાં વૈદીક સાધના કરવા વાળા ઘણા સાધુઓ એ એની પહેલા ખોલવાની કોશિશ કરી હતી પણ કોઈને સફળતા મહી શકી નહિ. એટલા માટે જ હજુ સુધી આ મંદિરનો સાતમો દરવાજો એક રહસ્ય બની રહ્યું છે. એમ અંદર કેટલો મોટો ખજાનો હોય પણ એટલું જરૂરી છે કે આ દરવાજો સ્વયંમ જ કોઈ અજબ પહેલાથી ઓછો નથી.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *