આજે આ લેખમા પણ અમે તમને એક એવી વસ્તુ વિશે જણાવવા જઈ રહ્યા છીએ કે, ધર્મ અને આધ્યાત્મની દ્રષ્ટીએ એકદમ વિશેષ અને અનન્ય છે. આ વસ્તુને આપણે સાવ સાદી અને સરળ ભાષામા ગોમતી ચક્ર તરીકે પણ ઓળખીએ છીએ.આ ચક્ર એ એક વિશેષ પ્રકારનો પાષાણ છે, જેને આપણે અનેકવિધ પ્રકારની પૂજાવિધિઓમા ઉપયોગમા લઈએ છીએ.
તે આપણને અનેકવિધ સમસ્યાઓ સામે રાહત આપે છે. આ ઉપરાંત એ વાત ખુબ જ ઓછા લોકો જાણે છે કે, આ ગોમતી ચક્રનો આકાર એકદમ સર્પ જેવો લાગે છે જેથી, તેનુ અન્ય એક નામ “નાગચક્ર” પણ રાખવામા આવ્યુ છે.વૈદિક જ્યોતિષ મુજબ જે કોઈપણ વ્યક્તિ સર્પદોષથી પીડાતો હોય તેમના માટે આ ચક્ર ખુબ જ લાભદાયી સાબિત થાય છે.
આ ચક્ર ધારણ કરવાથી તમને તમારા તમામ અધૂરા કાર્યોમાં સફળતા મળી શકે છે. આ ઉપરાંત તે વાસ્તુદોષ સાથે સંકળાયેલ સમસ્યાઓના નિરાકરણ માટે પણ ખુબ જ લાભદાયી સાબિત થાય છે.જો તમે આર્થિક સુખ અને સમૃદ્ધિ મેળવવા ઈચ્છતા હોવ તો તમે તમારા ઘરના પાયા પર ૧૧ જેટલા ગોમતી ચક્ર દાટી દો.
આ ઉપાય અજમાવવાથી તમારા ઘરના તમામ વાસ્તુદોષ પણ દૂર થઇ જાય છે અને આ ઉપાય અજમાવવાથી ઘરના સદસ્યોનુ પણ સાનુકુળ રહે છે અને તેમની સંપતીમા પણ વૃદ્ધિ થાય.આપણા શાસ્ત્રોમાં ગોમતી ચક્રને માતા લક્ષ્મીનો સ્વરૂપ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે, જો તમે બુરી નજરથી તમારી જાતને સુરક્ષિત કરવા ઈચ્છો છો
અથવા તો તમારા ઘરમા સુખ અને સમૃદ્ધિ વધારવા ઈચ્છો છો, તો તમારે હંમેશા તમારા ઘરમાં ગોમતી ચક્ર રાખવું જોઈએ અને દૈનિક નિયમ સાથે તેની પૂજા કરવી જોઈએ.જો તમે સતત પૈસાની અછતનો સામનો કરી રહ્યા છો અથવા જો પૈસા તમારા ઘરમાં આવે તો તે સ્પર્શતા નથી. તેથી હળદરથી તિલક કરવા માટે સોમવારે અગિયાર ગોમતી ચક્ર લો.
આ ગોમતી ચક્રના પીળા કપડામાં બાંધો, હવે તેને તમારા આખા ઘરમાં સાત વખત ફેરવો અને હવે તેમને નદીમાં વહેવા દો.જો તમને એમ લાગતું હોય કે તમારા પર કોઈની કુદ્રષ્ટિની અસર છે તો તુરંત જ એકાંત સ્થળે જાઓ અને ત્યારબાદ ૨૧ ગોમતી ચક્ર લઈને તેને તમારા માથા પરથી ફેરવી લો અને ત્યારબાદ તેને ફેંકી દો
ત્યારબાદ જ તમારા ઘરે આવો. કેટલીક વખત બાળકો રાત્રે સૂતી વખતે ડરી જતા હોય છે,જો તમારા બાળકો પણ આવી કોઈ સમસ્યાથી પીડાતા હોય તો પછી મંગળવારે ગોમતી ચક્રને અભિમંત્રિત કરીને ત્યારબાદ પ્રભુ શ્રી બજરંગબલીના ખભ્ભાનું સિંદુર લઈને તેના પર લગાવી અને લાલ રંગના કપડામા બાંધી અને તેને ગળામા પહેરી લો તો તે ખુબ જ લાભદાયી સાબિત થઇ શકે છે.
Leave a Reply