શાસ્ત્રો મુજબ આ એવો યોગ છે જે મહિલાની કુંડળીમાં જોવા મળે તો થઇ શકે છે ખતરનાક સાબિત

દાંપત્યજીવન એ એક પવિત્ર સંબંધ છે એમાં ક્યારેય વહેમના બીજ ન વાવવા જોઈએ. વૈદિક જ્યોતિષ શાસ્ત્ર મુજબ ગ્રહ-નક્ષત્રોના સંયોગથી શુભ અશુભ યોગનું સર્જન થાય છે. કુંડળીમાં જેમ શુભ યોગો હોય છે તે જ રીતે ખુબજ અશુભ યોગ પણ હોય છે. શાસ્ત્રો મુજબ એક એવો યોગ છે જે મહિલાની કુંડળીમાં જોવા મળે છે તો ખતરનાક સાબિત થઇ શકે છે.

ધરતી પર જે પણ મનુષ્ય જન્મ લે છે તે કોઈને કોઈ ગ્રહ- નક્ષત્ર, યોગ વગેરેમાં જન્મ લે છે. જેમાં ગજકેસરી યોગ,વસુમતિયોગ, માંગલ્યયોગ, હંસ, ભદ્ર, માલવ્ય તેમજ રૂચક જેવા શુભફળ આપનાર યોગ છે. જેમાં સૌથી ખતરનાક યોગ છે વિષકન્યા યોગ. આ યોગ એ એક એવો યોગ છે કે જે માત્ર મહિલાઓની કુંડળીમાં જ હોય છે. કોઈ યોગ શુભ હોય છે તો કોઈ અશુભ પણ. કુંડળીમાં જેમ શુભ યોગો હોય છે. જેમાં આ યોગ ખુબ જ કપરો છે.

જે પણ વ્યક્તિની કુંડળીમાં જો આવો યોગ બની રહ્યો હોય તો તેનું દાંપત્યજીવન હમેંશા ચર્ચા માં રહે છે. તેને પારિવારિક જીવનમાં હમેંશા નુકશાન સહન કરવાનો દિવસ આવે છે. તેથી કોઈ સાથે સગાઈ કે લગ્ન કરતાં પહેલા એ ખાસ જોઈ લેવું સલાહ ભર્યું છે કે તે કન્યાની કુંડળીમાં વિષકન્યા યોગ તો નથીને..

જો કોઈ કન્યાનો જન્મ મંગળવાર અને સાતમ તિથિના દિવસે આશ્લેષા, શતભિષા કે પછી કૃતિકા નક્ષત્રમાં થયો હોય તો એ જન્મ પણ વિષકન્યાયોગમાં થયો ગણાય. તો તે વિષકન્યા યોગમાં જન્મેલી કન્યા કહેવામાં આવે છે તેના નિવારણ માટે તેણે લગ્ન પહેલાંથી જ વટસાવિત્રી વ્રત કરવું જોઈએ.

જો કોઈ કન્યા બીજના દિવસે અને શનિવારે આશ્લેષા નક્ષત્રમાં જન્મી હોય તો એ યોગ પણ વિષકન્યા યોગ કહેવાય છે. વિવાહ માટે કન્યાને સર્વકલ્યાણકારી વિષ્ણુસહસ્ત્રનામનો પાઠ આજીવન કરવો જોઈએ. જેથી કરીને વિષકન્યાયોગનો પ્રભાવ ઓછો થાય. સાથોસાથ જ્યોતિષની સલાહ લેવી જોઈએ.

જો કોઈ કન્યાનો જન્મ શનિવારે સાતમ કે બારસના દિવસે કૃતિકા નક્ષત્રમાં થયો હોય તો પણ તે વિષકન્યા યોગ છે. તે પણ દોષકારી છે. દાંપત્યજીવન માટે અશુભ માનવામાં આવે.

જો કોઈ કન્યાનો જન્મ બારસના દિવસે મંગળવારે થયો હોય અને તે દિવસે શતભિષા નક્ષત્ર હોય તો તે યોગ પણ વિષકન્યા યોગ બનાવે છે. આવા જન્મ વાળી કન્યાએ બૃહસ્પતિ દેવની પૂજા કરવી જોઈએ. ત્યારે જ તે કલ્યાણકારી સિદ્ધ થશે.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *