આ અઠવાડિયાની ટીઆરપી લિસ્ટ ‘યે હૈ ચાહતે’ નંબર વન પર, જાણો અનુપમા ક્યાં નંબર પર…

વર્ષ 2022ના આ અઠવાડિયાની ટીઆરપી લિસ્ટ થોડીવાર પહેલા જ જાહેર કરવામાં આવી છે. આ અઠવાડિયે ટીઆરપી લિસ્ટમાં ખૂબ ઉથલપાથલ હતી. નાગિન-6, સાથ નિભાના સાથીયા 2 અને કુમકુમ ભાગ્ય જેવા શો આ લિસ્ટમાંથી બહાર થઈ ગયા છે. તો દર અઠવાડિયાની જેમ આ વખતે પણ અનુપમા નંબર વન પર બનેલ છે. આ સિવાય સિરિયલ ‘યે હૈ ચાહતે’, ‘ગુમ હૈ કિસીકે પ્યાર મે’, ‘ઇમલી’, ‘યે રિશ્તા કયા કહલાતા હૈ’ આ શો ટીઆરપી લિસ્ટમાં છવાઈ ગયા છે. તો પછી ચાલો તમને જણાવી દઈએ શું ચેન્જ થયું છે આ લિસ્ટમાં.

 

આ વખતે પણ રૂપાલી ગાંગુલી અને ગૌરવ ખન્નાનો સુપરહિટ શો ‘અનુપમા’ નંબર વન પર બનેલ છે. અનુજ અને અનુપમાની સગાઈને લીધે ચાહકોને આ સિરિયલ ખૂબ પસંદ આવી અને તેના લીધે જ આ શો સતત નંબર વન પર બનેલ છે. તમને જણાવી દઈએ કે ચાહકો હવે અનુજ અને અનુપમાના લગ્નની રાહ જોઈ રહ્યા છે.

 

લાંબા સમય રાહ જોયા પછી સિરિયલ ‘ગુમ હૈ કિસીકે પ્યાર મે’ નંબર 2 પર ટકેલ છે. શોમાં સઈ અને વિરાટના લગ્નને લઈને લોકોને ખૂબ મનોરંજન મળી રહ્યું છે.

 

આ વખતે સિરિયલ ‘યે રિશ્તા કયા કહલાતા હૈ’ આ અઠવાડિયે નંબર 3 પર છે. અક્ષરા અને અભિમન્યુના લગ્નને સિરિયલની રેન્કિંગ વધારી દીધી છે.

 

આ અઠવાડિયે સિરીયલ ‘ઇમલી’ના રેટિંગમાં ઘટાડો થયો છે. ગયા અઠવાડિયે આ શો 3 નંબર પર હતો. આ અઠવાડિયે આ શો સીધો 4 નંબર પર આવી ગયો છે. આ શોમાં અર્પિતા અને સુંદરના લગ્નનો ટ્રેક ચાલી રહ્યો છે.

 

સિરિયલ ‘યે હૈ ચાહતે’ આ અઠવાડિયે ટીઆરપી લિસ્ટમાં ખૂબ નીચે આવી ગયો છે. ગયા અઠવાડિયે તે નંબર 3 પર હતો અને હવે તે 5 નંબર પર આવી ગયો છે.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *