સ્ટાર પ્લસની હિટ સીરિયલ ‘ગુમ હૈ કિસી કે પ્યાર મેં’ આ દિવસોમાં ટીવી પર ધૂમ મચાવી રહી છે. નીલ ભટ્ટ અને આયેશા સિંઘ અભિનીત સિરિયલ ગુમ હૈ કિસી કે પ્યાર મેં સતત ટ્વિસ્ટ અને ટર્ન્સ સાથે આવી રહ્યા છે જેણે શોને TRP લિસ્ટમાં ટોપ ફાઈવમાં સ્થાન આપ્યું છે.
આગલા દિવસે શૉ માં એવુ બતાવવામાં આવ્યું હતું કે વિરાટે પત્રલેખાને પિકનિક પર જવા દેવાની ના પાડી હતી. જોકે, અશ્વિની અને નિનાદના કહેવાથી તેને પોતાની ભૂલનો અહેસાસ થાય છે અને પત્રલેખાની માફી માંગે છે. પરંતુ પત્રલેખાએ વિરાટને સઈ અને તે બન્ને માંથી કોઈ એક જણની પસંદગી કરવાનું કહ્યું.પરંતુ ‘ગુમ હૈ કિસી કે પ્યાર મેં’ના ટ્વિસ્ટ અને ટર્ન્સ ત્યાં પૂરા થતા નથી.
View this post on Instagram
સઇ સવિની પિકનિક કેન્સલ કરશે.
સઈએ સવિનો પિકનિક પ્લાન કેન્સલ કરી દીધો છેં.. વિનાયકને આ વાતની જાણ થતાં જ તે વિરાટને ગળે લગાવીને રડવા લાગે છે. તેથી તે સઈને ફોન કરે છે અને પૂછે છે, જેના જવાબમાં સઈએ જવાબ આપ્યો, “મેં સવી અને ઉષા મૌસી સાથે એક પ્લાન બનાવ્યો છે અને સવી આવી શકશે નહીં. તમે સવીને વીકએન્ડ પર લઈ જાઓ અને તમે ઈચ્છો તેટલો ટાઈમ સ્પેન્ડ કરજો પણ કાલે નહિ… સોરી ”
પત્રલેખાનો લુક જોઈને વિરાટને તેમની પહેલી મુલાકાત યાદ આવી જશે
ગુમ હૈ કિસી કે પ્યાર મેં આગળ બતાવશે કે પત્રલેખા પિકનિક માટે સફેદ ફ્રોક અને ડેનિમ જેકેટ પહેરે છે, જે વિરાટને તેની સાથેની તેમની પ્રથમ મુલાકાતની યાદ અપાવે છે. આ સીન જોઈને અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે ધીરે ધીરે વિરાટ ફરીથી પત્રલેખા પર પોતાનું દિલ ગુમાવવા લાગ્યો છે..
View this post on Instagram
સઈ સવીનો જન્મદિવસ ખૂબ જ ધામધૂમથી ઉજવશે
સઈ સવીને પિકનિક પર જવા દેતી નથી કારણ કે તેનો જન્મદિવસ છે. પરંતુ તેં પોતે તેના માટે એક મસ્ત સરપ્રાઈઝ પ્લાન બનાવે છે. સઈ સવી માટે બલુંન થી ઘર સજાવે છેં તેમજ તેના ફેવરેટ મોદક બનાવે છે.પરંતુ તે આ વાત વિરાટથી છુપાવે છે.બીજી બાજુ, જગતાપ પણ સાવીને તેના જન્મદિવસની શુભેચ્છા આપવા માટે જોકર બનીને ત્યાં પહોંચે છે.
વિરાટ સઈ પર હાથ ઉપાડશે
શોમાં આગળ બતાવશે કે સઈ સવીનો જન્મદિવસ વિરાટથી છુપાવે છે. આનાથી વિરાટ ગુસ્સે થઈ જાય છે અને સઈ સાથે ઝગડો કરવા લાગે છે. બીજી તરફ, સઈ પણ વિરાટને જવાબ આપવામાં પાછી પાની કરતી નથી.
તેં બન્નેની લડાઈ એટલી હદે વધી જાય છે કે વિરાટ ગુસ્સે થઈ જાય છે અને સઈ પર હાથ ઉપાડે છે. પરંતુ જ્યાં એક તરફ સઈ પોતાનો હાથ રોકે છે, ત્યાં બીજી બાજુ સવી તેના પિતાનું આ રૂપ જોઈને આશ્ચર્યમાં મુકાઈ જાય છે…
Leave a Reply