ગુમ હૈ કિસી કી પ્યાર મેં સિરિયલમાં સઇ અને વિરાટ જાણતા-અજાણતા નજીક આવી રહ્યા છે.આથી પત્રલેખા આ વાતને કારણે ઘણી મુશ્કેલીમાં મુકાઈ ગઈ છેં.પરંતુ આગળના એપિસોડમાં તમે જોશો કે પત્રલેખાની સમસ્યા અહીં જ ખતમ નહીં થાય.
આજના એપિસોડમાં જે થવાનું છે તેનાથી પત્રલેખા ખરાબ રીતે તૂટી જશે અને સઈને આ વાત સારી રીતે સમજાઈ જશે.એપિસોડની શરૂઆત સઈ અને વિરાટની રમત ચાલુ હોય છેં તેની સાથે થાય છે. સ્કૂલ ટીચર તેમને છેલ્લો પ્રશ્ન પૂછે છે કે સઈનું પ્રિય ગીત કયું છે? તેનો વિરાટ સાચો જવાબ આપે છે. આ જોઈને પત્રલેખાનો ચહેરો ઉતરી જાય છેં..
આજના એપિસોડમાં તમે જોશો કે સઈ અને વિરાટ રમતના વિજેતા બને છે અને સવીને તાજ પહેરાવવામાં આવે છે. તેમજ બંનેની તસવીરો એકસાથે ક્લિક કરવામાં આવે છે. જ્યારે પત્રલેખાને ફોટો માટે બોલાવવામાં આવે છે ત્યારે તે વિરાટના કહેવા પર આવે છે.
View this post on Instagram
સવીએ વિરાટ અને સઈને વોહ ગુમ હૈ કિસી કે પ્યાર મેનું આખું ગીત સંભળાવવા માટેની ડિમાન્ડ કરે છેં..બાદમાં બંને આ ગીત ગાતા જોવા મળે છે જેનાથી પત્રલેખાને બહુ ખરાબ લાગે છે. સઈ અને વિરાટ એક જગ્યાએ બેઠા છે.
આ દરમિયાન સઈ વિરાટને કહે છે કે તેને ખ્યાલ પણ છે કે તેણે શું કર્યું છે? તે વિરાટને સમજાવે છે કે તે એવી સ્થિતિમાં ફસાઈ ગયો છે કે તે ચોક્કસપણે સઈ અથવા તો પત્રલેખાને બન્ને માંથી એકને નુકસાન પહોંચાડશે. આ વખતે પત્રલેખા ખુબ જ હર્ટ થઇ છેં તેથી તેને પાખીને મનાવવી જોઈએ..પાછળથી, વિરાટની આંખો એ વાતથી ચિંતિત થઈ જાય છે કે પત્રલેખા, વિરાટ અને સઈ વચ્ચે જે કંઈ પણ થઈ રહ્યું છે, તેનોં અલગ મતલબ ન લઇ લે…
વિરાટ પત્રલેખાની મનાવવાની કોશિશ કરે છેં. આ દરમિયાન પાખી વિરાટને સમજાવે છે કે કોઈપણ સંબંધમાં માત્ર શારીરિક જ નહીં પરંતુ માનસિક રીતે પણ હાજર રહેવું જોઈએ. વિરાટને પોતાની ભૂલનો અહેસાસ થાય છે કે તેણે પત્રલેખા સાથે ખોટું કર્યું છે. એપિસોડની છેલ્લી થોડી મિનિટોમાં, એવું બતાવવામાં આવ્યું છે કે બસ ડ્રાઈવર બસનો કાબુ ગુમાવે છે અને બ્રેક ફેલ થઈ જાય છે.
બધા જ વ્યક્તિને બચાવી લેવામાં આવ્યા છે પરંતુ આવતીકાલે બતાવવામાં આવશે કે વિરાટ સઈને બચાવવા માટે તમામ હદો પાર કરી જશે. વિરાટ સઈને બચાવવા માટે માઉથ ટુ માઉથ શ્વાસ આપશે જે જોઈને પત્રલેખા ખરાબ રીતે ભાંગી પડશે અને પોતાની જાતને બસ સાથે ખાઈમાં ધકેલી દેશે. હવે જોવાનું એ રહેશે કે પત્રલેખા બચે છે કે નહીં?
Leave a Reply