સ્ટાર પ્લસની પોપ્યુલર ટીવી સિરિયલ ઘુમ હૈ કિસી કે પ્યાર મૈ આ દિવસોમાં દર્શકોનું ખૂબ મનોરંજન કરી રહી છે. અને આ ટીવી સીરીયલ ટોપ ફાઈવમાં પણ આવી ચૂકી છે.ટીવી સીરીયલ ગુમ હૈ કિસી કી પ્યાર મેંમાં ઘણા રસપ્રદ ટ્વિસ્ટ અને ટર્ન્સ સામે આવી રહ્યા છે. જેના કારણે શોમાં વિરાટ, સઈ અને પાખીના જીવનમાં જોવા મળેલા ઉતાર-ચઢાવ ચાહકોને શૉ જોવા માટે જકડી રાખે છે.
અત્યાર સુધી તમે જોયું હશે કે સીરિયલમાં વિરાટને સવી ના જન્મદિવસ છેં તેવું જાણવા મળે છે. જે પછી તે સઈને કહ્યા વગર જ બર્થડે સેલિબ્રેટ કરવાનુ નક્કી કરશે. આ પછી, આગામી એપિસોડમાં, સઈ, વિરાટ અને પાખી બાળકો સાથે પિકનિક પર જતા જોવા મળશે. જે બાદ ત્રણેય બસ અકસ્માતમાં ફસાઈ જશે.
સઈ અને પાખી વચ્ચે વિરાટ કોને બચાવશે?
આગામી એપિસોડમાં સઈ, પાખી અને વિરાટ પિકનિક માટે બહાર બસમાં જતા જોવા મળશે. જ્યાં આ ત્રણેય બસ અકસ્માતમાં ફસાઈ જશે. આ પછી બસમાં માત્ર પાખી, સઈ અને વિરાટ જ હશે. આ પછી બંને વિરાટને મદદ માટે બુમ પાડશે. જે બન્ને માંથી કોને બચાવશે વિરાટ? આ એક મોટો પ્રશ્ન છે.
View this post on Instagram
આવનારા એપિસોડ્સમાં તમે જોશો કે વિરાટની સામે બચાવવાની માંગ કરતી વખતે પાખી પોતાને એ વચન યાદ અપાવશે જે તેણે હંમેશા તેને બચાવવાનું વચન આપ્યું હતું.
વિરાટ સઈને બચાવશે, પાખીને નહીં
પરંતુ વિરાટ સઈને બચાવશે, પાખીને નહીં. આ જોઈને પાખીના પગ નીચેથી જમીન સરકી જશે. વિરાટને યાદ આવી જશે કે જ્યારે તે જીવન અને મોત વચ્ચે ઝોલા ખાઈ રહ્યો હતો ત્યારે સાઈએ જ તેને નવું જીવન આપ્યું હતું.હવે વિરાટ તેને નવું જીવન આપીને તેના ઉપકારનું વળતર વાળશે. આગામી એપિસોડમાં શું આવશે તે જોવા માટે તમારે હજુ રાહ જોવી પડશે…
Leave a Reply