મનોરંજન

વિરાટની સામે સઈ ના ચરિત્ર પર સવાલ ઉઠાવશે પાખી, કેસ પાછો લેવા માટે રાખશે આ શરત…

ટીવી સીરિયલ ‘ગુમ હૈ કિસી કે પ્યાર મેં’ ના નિર્માતાઓએ હવે સ્ટોરીમાં એક નવો એંગલ ઉમેર્યો છે. જે બાદ સિરિયલની સ્ટોરી એક અલગ ટ્રેક પર ચાલી રહી છે.હાલમાં ‘ ગુમ હૈ કિસી કે પ્યાર મેં’ની સ્ટોરીમાં , હીરો તરીકે ડૉ. સત્યાની એન્ટ્રી થઈ હતી..

સિરિયલમાં , પત્રલેખાએ સઈ અને પુલકિત પર મેડિકલ નેગેલીજન્સી નો આરોપ લગાવ્યો છે, જેના પછી સઈ અને પુલકિતનું મેડિકલ લાઇસન્સ રદ થઈ શકે છે. જ્યારે પુલકિત ઘરે બધાને આ વાત કહે છે તો વિરાટ ગુસ્સે થઈ જાય છે.

વિરાટ પત્રલેખાના રૂમમાં દોડીને જાય છે અને ત્યાં તેના પર બૂમો પાડવા લાગે છે. વિરાટનો ગુસ્સો જોઈને પત્રલેખા વિનાયકને રૂમની બહાર મોકલી દે છે અને પછી વિરાટના સવાલોના જવાબ આપે છે. વિરાટ બૂમો પાડીને પાખીને કહે છે કે તમે સઈ અને પુલકિત વિશે ફરિયાદ કરી છે જ્યારે બંનેએ તમારો જીવ બચાવ્યો હતો.

આના પર પાખીનું કહેવું છે કે સઈએ જાણી જોઈને તેનું ગર્ભાશય કાઢી નાખ્યું છે. પત્રલેખા આગળ કહે છે કે સઈ હવે આપણા સંબંધોનો અંત લાવવા માંગે છે અને તેણે આ બધું પ્લાનના ભાગરૂપે કર્યું છે.પત્રલેખાની વાત સાંભળીને વિરાટનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી જાય છે..

પત્રલેખા પરિવારના સભ્યોની સામે જણાવે છે કે જ્યારથી બધાને ખબર પડી કે તે માતા નથી બની શકતી ત્યારથી પરિવારના સભ્યોએ તેની સાથે અલગ વર્તન કરવાનું શરૂ કરી દીધું છે. પાખી આગળ કહે છે કે બીજું બધું એક તરફ છે પણ કાકુ પણ બદલાઈ ગઈ છે, જે કાકુ, સઈને બિલકુલ પસંદ નહોતી કરતી, આજે તે પોતાનું જીવન સઈ પર ન્યોછાવર કરવા તૈયાર છે.

પત્રલેખાની વાત સાંભળ્યા બાદ વિરાટ તેને સમજાવે છે પરંતુ પાખી કંઈપણ સ્વીકારવા તૈયાર નથી. પત્રલેખાએ પણ સઈના ચરિત્ર પર સવાલ ઉઠાવ્યા અને કહ્યું કે વિરાટ અને સઈએ સાથે રાત વિતાવી છે. આ સાંભળીને સઈ ગુસ્સે થઈ જાય છે અને તે રાતનું સત્ય બધાની સામે જણાવે છે.

પત્રલેખા શરત રાખશે

વિરાટના સમજાવવા પર પાખી કહે છે કે તે માત્ર એક શરતે કેસ પાછો ખેંચી લેશે. પત્રલેખા કહે છે કે સઈએ મારી ઓળખ પાછી આપવી પડશે. અને જો તે મારી ઓળખ પરત નહીં કરે તો હું તેની પણ ઓળખ છીનવી લઈશ. હવે જોવાનું એ રહેશે કે સઈ આવનારા સમયમાં શું પગલાં ભરે છે…??

Durga

Recent Posts

પ્રેેમની બાબતમાંં ખુબ જ ભાગ્યશાળી હોય છેે આ રાશિના જાતકો..

એવું કહેવામાં આવે છે કે પ્રેમ એક સુંદર લાગણી છે. પરંતુ માત્ર ભાગ્યશાળીનો પ્રેમ જ…

4 months ago

જાણો શરીર પરના મસાને દૂર કરવાના આસાન ઘરેલું ઉપાય

શરીર પરની મસ્સા એ તદન વિચિત્ર લાગે છે પરંતુ, તેનાથી કોઈપણ સમસ્યા થતી નથી. તે…

4 months ago

જયોતિષ અનુસાર આ રાશિનાં જાતકો હોય છે શકિતશાળી અને હિંમતવાન

મિત્રો, જ્યોતિષશાસ્ત્ર એ એક એવુ ગૂઢ અને રહસ્યમયી શાસ્ત્ર છે કે, જેમા તમારા આવનાર સમય…

4 months ago

આવા લક્ષણો દેખાય તો જરુર કરાવો થાઇરોઇડનો ટેસ્ટ..

મિત્રો, થાઇરોઇડની બીમારી એ મોટી સંખ્યામાં વસ્તી ધરાવે છે. તેમછતા તે સામાન્ય રીતે સ્ત્રીઓનો રોગ…

4 months ago

માં લક્ષ્મીના આશીર્વાદથી ચમકશે આ રાશિઓનું ભાગ્ય, થશે ધનલાભ..

સિંહ રાશિ : આ રાશી માટે માતા લક્ષ્મીના આશીર્વાથી આજ રોજ તમારે તમારી અગવડતા ને…

4 months ago

આ મંત્રના જાપથી થશે દરેક નકારાત્મક વિચાર દૂર..

મિત્રો, આપણી હિન્દુ પૌરાણિક કથાઓમા મહામૃત્યુંજય મંત્ર એ સૌથી મહત્વપૂર્ણ મંત્ર માનવામા આવે છે. આ…

4 months ago