વિરાટ ની હરકત થી ફરી રોષે ભરાયા દર્શકો, સઈ ને ધમકાવીને સવિ ને લઇ ગયો તેની સાથે….

નીલ ભટ્ટ, આયેશા સિંહ અને ઐશ્વર્યા શર્મા અભિનિત ટીવી સિરિયલ ‘ ગુમ હૈ કિસી કે પ્યાર મેં’માં જબરદસ્ત ટ્વિસ્ટ આવવાનો છે, જ્યાં એક તરફ વિરાટ અને પાખીનું લગ્ન જીવન સારું નથી ચાલી રહ્યું અને બીજી તરફ સઇ અને વિરાટ વચ્ચે જોરદાર રસાક્સી જોવા મળી રહી છેં.

 

View this post on Instagram

 

A post shared by StarPlus (@starplus)


જો કે, આ ટ્વિસ્ટ ચાહકોમાં સારી રીતે ઉતરી રહ્યો નથી અને સઇ સાથે વારંવાર ખોટું થતું જોઈને તેમનો ગુસ્સો આસમાને પહોંચી જાય છેં. શોની ટીઆરપી વધારવા માટે મેકર્સ એક પછી એક શોમાં ઘણા ટ્વીસ્ટ અને ટર્ન્સ લાવવાનો પ્રયાસ કરી રહ્યા છે,

પરંતુ ફેન્સને એ વાત પસંદ નથી આવી રહી કે મેકર્સ માત્ર ટીઆરપી માટે સઇના જીવનમાં વારંવાર મુશ્કેલીઓ ઉભી કરી રહ્યા છે. જ્યારે સઇ પહેલેથી જ પરેશાન છે, ત્યારે પાખી સઇના ઘરે પહોંચે છે અને તેમના લગ્નજીવનમાં આવતી મુશ્કેલીઓ માટે તેની દીકરી સવીને જવાબદાર ઠેરવે છે.


આગામી એપિસોડમાં તમે જોશો કે સઇ તેની પુત્રીનો જન્મદિવસ ઉજવશે, પરંતુ તે વિરાટ અને વિનાયક ને સવિના બર્થ ડે વિશે કહેતી નથી. પરંતુ વિરાટ ત્યાં પહોંચશે, જેનાથી સઈને એકદમ આચકો લાગે છેં.. વિરાટ સવીને તેના જન્મદિવસ પર સઈથી દૂર લઈ જાય છે જેનાથી સઈનું દિલ તૂટી જાય છે..


બીજી તરફ ગુમ હે કિસી કે પ્યાર મેં હે નોં નવો પ્રોમો પણ જોવા મળી રહ્યો છે. જેમાં વિનાયક અને સવિ એક બસ સાથે રમતા જોવા મળી રહ્યા છે. તેઓ કહી રહ્યા છે કે આ આપણી પિકનિકની બસ છે જેમાં આપણે જઈશું. જેમાં વિનાયક અને સવિ તે બસને ખૂબ જ જોરદાર સ્પીડમાં ચલાવતા હોય છે અને અચાનક જ આ બસ પડી જાય છે.


બીજી બાજુ અચાનક જ ઊંઘમાંથી વિરાટ અને સઇ આ ખરાબ સપનું જોવાથી જાગી જાય છે. હવે આગળના એપિસોડમાં જોવાનું એ રહેશે કે શું ખરેખર તેમની બસનો એક્સિડન્ટ થવાનો છે?? શું વિરાટ પત્રલેખા અને સઇની જિંદગીમાં આવશે નવો વળાંક??


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *