વિરાટના લીધે બરબાદ થઇ જશે સઈ નું કરિયર, પાખી ને મળશે સત્યા નો સાથ….

સ્ટાર પ્લસની સુપરહિટ સિરિયલોની યાદીમાં સામેલ ‘ગુમ હૈ કિસીકે પ્યાર મેં’ની સ્ટોરીમાં ડૉ.સત્યાની એન્ટ્રીથી સ્ટોરીમાં જબરજસ્ત ટ્વિસ્ટ આવ્યો છે, જે દર્શકોનું ખૂબ જ મનોરંજન કરી રહી છે.

આયશા સિંહ, ઐશ્વર્યા શર્મા અને નીલ ભટ્ટની આ સિરિયલની સ્ટોરીમાં હાલમાં ‘ગુડી પડવા’ની ઉજવણી ચાલી રહી છે. જેમાં ચવ્હાણ પરિવાર સાથે સઈ પણ સામેલ છે.સિરિયલમાં આવનારા સમયમાં નવો વળાંક લેવા જઈ રહી છે, ત્યારબાદ સઈના જીવનમાં ભૂકંપ આવી જશે.સિરિયલમાં પાખીને કારણે સઈ જોશીની કરિયર પર આગ લાગશે.

સઈ અને પુલકિત વિરુદ્ધ ફરિયાદ કરે છે

આગામી એપિસોડ્સમાં, તમે જોશો કે પત્રલેખા સઈ અને ડૉ. પુલકિત સામે કેસ દાખલ કરશે કે તેઓએ સાથે મળીને જાણીજોઈને તેનું ગર્ભાશય કાઢી નાખ્યું. સઈ પરિવારની સામે આ નોટિસ વાંચે છે અને કહે કે તેના કારણે આગામી સમયમાં તેનું મેડિકલ કરિયર પણ જોખમમાં આવી શકે છે. આટલું જ નહીં, સઈ જોશી ઘરના સભ્યોને પણ કહે છે કે તેના કારણે તેનું મેડિકલ લાઇસન્સ પણ છીનવી શકાય છે.જે પછી તે ક્યારેય મેડિકલ પ્રેક્ટિસ કરી શકશે નહીં.

ગુમ હૈ કિસી કે પ્યાર મેં નો નવો પ્રોમો

સીરિયલના આગામી એપિસોડ વિશે વાત કરીએ તો નવા પ્રોમોમાં બતાવવામાં આવ્યું છે કે સઈનો કેસ ડૉ. સત્યાના હાથમાં આવે છે. પ્રોમોની શરૂઆત સઈ જોશી સાથે થાય છે કે ” સર પ્લીસ મારી વાત અને મારો કેસ સાંભળો..મારું મેડિકલ લાયસન્સ રદ થવા જઈ રહ્યું છે, ડૉક્ટર મારી ઓળખ છે અને હું તેને ગુમાવી શકું તેમ નથી. આ પછી સઈ જુએ છે કે તેનો કેસ ડૉ. સત્યા પાસે આવ્યો છે.

સત્યાને જોઈને તે ચોંકી જાય છે. ડૉક્ટર સત્યા કહે છે, ‘તમારો કેસ ખૂબ જ રસપ્રદ છે.. તમને ખબર નથી કે ડૉક્ટરો તેમના પરિવારના સભ્યોનું ઑપરેશન કરી શકતા નથી.’ આ દરમિયાન વિરાટ પ્રવેશ કરે છે અને કહે છે કે આમાં સઈનો કોઈ દોષ નથી.

વિરાટને જોઈને સત્યા કહે છે, ‘ક્યા ફટા પોસ્ટર નિકલા હીરો,,કૈસે એન્ટ્રી કરતે હો.?? તમારા આવવાથી ડૉ.સઈનો મામલો હવે વધારે બગડી ગયો છે.’ હવે જોવાનું એ રહેશે કે વિરાટના કારણે સઈનો મામલો બગડે છે કે પછી ડૉ.સત્યા સઈને મદદ કરશે કે કેમ.???


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *