વિજયેન્દ્ર મેહતા ના નાકમાં દમ કરી દેશે અનુપમા, બાપ- દિકરાને ઘસડી ને લઈ જશે જેલ..

ટીવી અભિનેત્રી રૂપાલી ગાંગુલી અને ગૌરવ ખન્ના અભિનીત ‘અનુપમા’સિરિયલએ આખા ટીવી જગતમાં આગ લગાવી દીધી છે. આ સીરિયલ પણ તેના ટ્વિસ્ટ અને ટર્ન્સથી બાકીના શોને માત આપીને ટીઆરપીમાં નંબર વન બની ગઈ છે.

બીજી તરફ, નિર્માતાઓ સતત ‘અનુપમા’ના રેટિંગને રોકેટની જેમ ઉડવાની કોશિશ કરી રહ્યા છે. ગયા દિવસે ‘અનુપમા’માં બતાવવામાં આવ્યું હતું કે અનુપમા બદલો લેવા આરોપી વિજયેન્દ્ર મહેતાના ઘરે પહોંચે છે..

આટલું જ નહીં, તેં તેના વિશે તેના પિતાને પણ ફરિયાદ કરે છે, સાથે જ તેને ચેતવણી પણ આપે છે કે જો તે સવાર સુધીમાં તેના દીકરા સાથે પોલીસ સ્ટેશન નહીં પહોંચે તો તેનું પરિણામ સારું નહીં આવે. પરંતુ ‘અનુપમા’માં આવતા ટ્વિસ્ટ એન્ડ ટર્ન્સ અહીં પૂરા થતા નથી.

અનુપમા આરોપીના ઘરની સામે વિરોધ પ્રદર્શન કરશે

‘અનુપમા’માં આગળ બતાવવામાં આવશે કે અનુપમા ડિમ્પીનો વીડિયો બનાવશે અને તેને ઈન્ટરનેટ પર અપલોડ કરશે, જે તેને જોતા જ વાયરલ થઈ જશે. અનુપમાને સમર્થન આપવા માટે મીડિયાના લોકો પણ વિજેન્દ્ર મહેતાના ઘરે પહોંચશે. એટલું જ નહીં, અનુપમા સાથે કિંજલ, કાવ્યા, ડિમ્પલ, સમર અને અન્ય મહિલાઓ વિજયેન્દ્ર મહેતાના ઘરની સામે અનશન પર બેસશે.

વનરાજને અનુપમા પર ગુસ્સો આવશે

કિંજલ અને કાવ્યા શાહ હાઉસ પાછા ફરતાની સાથે જ વનરાજ તેમને દરેક પ્રકારના પ્રશ્નો પૂછવા લાગે છે. પરંતુ કિંજલ અને કાવ્યા વનરાજ અને બાની વાત સાંભળતા નથી અને અનુપમાને સપોર્ટ આપવાની વાત કરે છે.બીજી તરફ, વનરાજ કસમ લે છે કે જો કંઈપણ ન થવાનું બનશે, તો તે અનુપમાનો ચહેરો પણ જોશે નહીં.

અનુપમા મનન અને વિજયેન્દ્ર મહેતાનું જીવન જીવવું મુશ્કેલ બનાવશે.

રૂપાલી ગાંગુલીના શો ‘અનુપમા’માં આગળ બતાવવામાં આવશે કે અનુપમા સમરને વિજેન્દ્ર મહેતાના ઘરની લાઈટો કાપવાનું કહે છે. આનાથી મજબૂર થઈને વિજયેન્દ્ર મહેતા અને મનન ઘરની બહાર આવે છે. બીજી તરફ, અનુપમા સાથે હાજર તમામ મહિલાઓએ વિજેન્દ્ર મહેતા અને મનન પર ન માત્ર ટોર્ચની લાઈટ પાડે છેં પરંતુ તેમની સામે મોરચો પણ ઉભો કરે છેં..

અનુપમા વિજેન્દ્ર મહેતા અને મનનને જેલમાં લઈ જશે

‘અનુપમા’માં બતાવવામાં આવતો મનોરંજનનો ડોઝ અહીં પૂરો નથી થતો. શોમાં આગળ બતાવવામાં આવશે કે અનુપમા વિજેન્દ્ર મહેતા અને મનનને બધાની સામે એક્સપોઝ કરશે. વિજેન્દ્ર મહેતા અને મનન અનુપમાનોં. પ્લાન બગાડવાનો પ્લાન બનાવશે. બંને મળીને અનુપમાને ધમકાવશે. પણ અનુપમાની જગ્યાએ બીજું કોઈ હશે અને અનુપમા તેમના પર પાછળથી હુમલો કરશે.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *