શાસ્ત્ર પ્રમાણે દરેક માંગલિક કામ અને દેવી-દેવતાઓની પૂજા કરતાં પહેલાં ભગવાન ગણેશજીની પૂજા કરવામાં આવે છે. શ્રીગણેશ પ્રથમ પૂજ્ય પણ કહેવામાં આવે છે.આપણા ગ્રંથોમાં ભગવાન ગણેશના પ્રથમ પૂજ્ય હોવાના કારણ વિવિધ છે, પરંતુ બધા ગ્રંથોએ તેમને સૌથી પહેલાં પૂજવામાં આવતાં દેવતા જ કહ્યા છે. ગણેશ બુદ્ધિના દેવતા છે.
દરેક કામના શુભારંભ પહેલાં સારી યોજના, દૂરદર્શી નિર્ણય અને કુળશ નેતૃત્વની જરૂરિયાત હોય છે.જો ગણેશજીના પહેલાં પૂજનને સાંકેતિક પણ માની લેવામાં આવે તો આ વાત સાચી છે કે દરેક કામની શરૂઆત પહેલાં બુદ્ધિનો ઉપયોગ જરૂરી છે. બુદ્ધિ આપનાર ભગવાન ગણેશ જ છે.
લિંગ પુરાણ પ્રમાણે દેવતાઓએ ભગવાન શિવ પાસે રાક્ષસોના દુષ્ટકર્મમાં વિઘ્ન પેદા કરવા માટે વરદાન માંગ્યું. શિવજીએ વર આપીને દેવતાઓને સંતુષ્ટ કર્યાં.સમય આવતાં ગણેશજી પ્રકટ થયાં. દેવતાઓએ ગણેશજીની પૂજા કરી. ત્યારે ભગવાન શિવે ગણેશજીને દૈત્યોના કાર્યોમાં વિઘ્ન પેદા કરવાનો આદેશ આપ્યો.
જેથી દરેક માંગલિક કાર્યો અને પૂજા-પાઠમાં નકારાત્મક શક્તિઓના વિઘ્નોથી બચવા માટે વિઘ્નેશ્વર ગણેશજીની પૂજા કરવામાં આવે છે.મહર્ષિ પાણિનિ પ્રમાણે દિશાઓના સ્વામી એટલે અષ્ટવસુઓના સમૂહને ગણ કહેવામાં આવે છે. તેમના સ્વામી ગણેશજી છે. એટલે તેમને ગણપતિ કહેવામાં આવે છે.
ગણેશજીની પૂજા વિના માંગલિક કાર્યોમાં કોઇપણ દિશાથી કોઇપણ દેવી-દેવતાઓનું આગમન થતું નથી. એટલે દરેક માંગલિક કાર્યો અને પૂજા પહેલાં ભગવાન ગણેશજીની પૂજા કરવામાં આવે છે.શિવ મહાપુરાણની કથા પ્રમાણે જ્યારે ભગવાન શિવ અને ગણેશજી વચ્ચે યુદ્ધ થયું અને ગણેશજીનું માથું કપાઇ ગયું
ત્યારે દેવી પાર્વતીના કહેવાથી શિવજીએ ગણેશજીના શરીર ઉપર હાથીનું માથું લગાવી દીધું. જ્યારે દેવી પાર્વતીએ ભગવાન શિવને કહ્યું કે, આ સ્વરૂપમાં મારા પુત્રની પૂજા કોણ કરશે. ત્યારે શિવજીએ વરદાન આપ્યું કે, બધા દેવી-દેવતાઓની પૂજા અને દરેક માંગલિક કામ પહેલાં ગણેશજીની પૂજા કરવામાં આવશે. તેમના વિના દરેક પૂજા અને કામ અધૂરા રહેશે.
Leave a Reply