લગભગ મોટાભાગની મહિલાઓ લગ્ન પછી પગની આંગળીમાં વિછીયાં એટલે કે કવડી જરૂર પહેરે છે. જો તમને લાગે છે કે વિછીયાં ફક્ત મહિલાના પરણિત હોવાની નિશાની માનવામાં આવે છે તો તમે પૂરી રીતે ખોટા છો. હકીકત માં વિછીયા પહેરવાથી સ્વાસ્થ્યને ઘણા અત્યંત લાભ થાય છે.
વિછીયાનું ખુબ જ મહત્વ માનવામાં આવે છે.. જે મહત્વની સાથે સાથે એના સ્વાસ્થ્યને લગતા લાભ પણ થાય છે. આજે અમે તમને વિંછીયા પહેરવાના લાભ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, તો ચાલો જાણી લઈએ વિછીયાં પહેરવાથી ક્યાં ક્યાં પ્રકારના લાભ થાય છે.
આ તમારા સ્વાસ્થ્ય ને પૂરી રીતે સ્વસ્થ રાખવામાં ખુબ જ મદદ કરે છે. બંને પગની આંગળીઓ માં વિછીયાં પહેરવાથી મહિલા નું માસિક ચક્ર પૂરી રીતે નિયમિત રહે છે. આ એક એક્યુપ્રેશર ની જેમ પણ કામ કરે છે, જેનાથી નાભી સુધી ની દરેક નાડીઓ અને પેશીઓ એકદમ યોગ્ય રહે છે અને યોગ્ય રીતે કાર્ય કરે છે. જેથી પેટની કોઈ બીમારી ન થઇ શકે..
અમે તમને જણાવી દઈએ કે જ્યારે સ્ત્રી પગ માં વિછીયાં પહેરે છે, ત્યારે તે વિંછીયા તેના હાડકાંને પણ મજબૂત બનાવે છે. હકીકતમાં, જ્યારે પગ ના વિછીયાં વારંવાર મહિલાના પગ સાથે ઘસાતા હોય છે, ત્યારે તે તેણીના હાડકાંને પણ મજબૂત બનાવે છે.
બીજી માન્યતા એ છે કે પગ માં પાયલ કે ઝાંઝર પહેરવાથી પરિણીત સ્ત્રીઓના પગમાં સોજો થવાની સંભાવના ઓછી રહે છે. ભારતમાં હિન્દુ, મુસ્લિમ બન્ને સંસ્કૃતિઓમાં પગમાં વીંછિયા પહેરવાનું મહત્વ જણાવાયું છે. વૈદિક ગ્રંથોમાં જણાવ્યા મુજબ ચાંદીમાં પૃથ્વીમાંથી ઉર્જા આકર્ષવાની ક્ષમતા છે. ચાંદી આ ઉર્જા સીધી ગર્ભ સુધી મોકલે છે.
ચાંદી મનુષ્યના શરીર માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. એટલે કે આ નાનકડી ચાંદીની વીંટી નસ પર પૂરતુ દબાણ આપે છે જેને કારણે ગર્ભાશયમાં લોહીનો પ્રવાહ યોગ્ય પ્રમાણમાં પહોંચે છે અને ગર્ભાશય મજબૂત બને છે. વિછીયાં પહેરવાથી તમારી પ્રજનન ક્ષમતા પણ ખુબ જ સારી રહે છે.
પગની બીજી આંગળી ની તંત્રિકા નો સબંધ સીધો ગર્ભાશય સાથે જોડાયેલ હોય છે. ભારતીય મહાકાવ્ય રામાયણમાં વિછીયા ની મહત્વપૂર્ણ ભૂમિકા છે જયારે રાવણે માતા સીતાનું અપહરણ કરી લીધું હતું ત્યારે તેમણે પોતાનાં પગ નાં વિછીયા ને ભગવાન રામની ઓળખાણ માટે ફેકી દીધી હતી. આનાથી ખબર પડે છે કે વિછીયો નો ઉપયોગ પ્રાચીન કાળથી થતો આવે છે.
Leave a Reply