આજના જમાનામાં દરેક લોકોની જીવનશૈલી બદલાઈ ગઈ છે. આજે લોકોની જેવી જીવનશૈલી બની રહીં છે તે મોટે ભાગે બેઠા રહેવાની છે. સતત બેસી રહેવું સ્વાસ્થ્ય માટે હાનિકારક થઇ શકે છે. આવા સંશોધન ઘણી વાર કરવામાં આવ્યા છે કે જે લોકો લાંબા સમય સુધી બેસીને કામ કરે છે, તેમને સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ વધારે થઇ શકે છે.
જે લોકો લાંબા સમય સુધી આરામ કર્યા વગર બેસી રહે છે, તેમને હૃદય રોગ, ડાયાબિટીઝ, એન્ડોમેટ્રાયલ અને આંતરડાનું કેન્સરનું જોખમ વધારે રહે છે. માનવનું શરીર સંપૂર્ણપણે કેટલીક મુશ્કેલીઓમાંથી પસાર થાય છે જેના કારણે રોગોની સંભાવનાઓ વધે છે.
મેડિસિન અને સાયન્સ ઇન સ્પોર્ટ્સ એન્ડ એક્સરસાઇઝમાં પ્રકાશિત થયેલ ૨૦૧૦ ના અભ્યાસમાં જણાવાયું છે કે જે પુરુષો ખૂબ લાંબા સમય સુધી બેસે છે તેઓને રક્તવાહિનીના રોગથી મરી જવાની સંભાવના વધી જાય છે. હકીકતમાં, જે લોકો લાંબા સમય સુધી બેસે છે તેમને હાર્ટ એટેક અથવા સ્ટ્રોકનું જોખમ ૮૨% વધારે રહે છે.
જો તમારે પણ સતત બેસીને કામ કરતા હોય તો તમારે કેટલાક વિશેષ ઉપાય અપનાવવા જોઈએ. જીવનશૈલીમાં કેટલાક ફેરફારો રોગોનું જોખમને ઘટાડી શકે છે. ચાલો જાણીએ વિશેષ ઉપાય, જેઓ બેસીને કામ કરતા લોકોને શું કરવું જોઈએ.
જો દરરોજ તમારે કાર્ય બેસીને કરવામાં આવે છે અને તમે ૮ થી ૯ કલાક સતત કામ કરો છો તો તમારે તમારા રોજિંદા જીવનમાં વર્કઆઉટ્સ અને કસરતો જરૂરી સમાવેશ કરવી જોઈએ. દૈનિક કસરત તમને શારીરિક રીતે ફીટ રાખે છે.
ઓફિસમાં કામ કરવાથી લોકોને આદત પડી જાય છે તેઓ તેમની ખુરશીઓથી આગળ વધતા નથી, તેથી બેકાર ન બનો. કામની વચ્ચે ટૂંકા વિરામ લેતા રહો.પ્રયત્ન કરવો કે ૩૦ મિનિટથી વધારે એક જગ્યા પર જ ન બેસવું જોઈએ.
બેસવાની રીત પણ સરખી રાખવી. ખોટી રીતે બેસવાને કારણે પીઠનો દુખાવો સમસ્યા થઈ શકે છે. કમ્પ્યુટર પર કામ કરતી વખતે વારંવાર પલટા મારતા રહો. તેથી એક જ જગ્યાએ સતત બેસવું ન જોઈએ અને થોડી-થોડીવાર ઉભા થઈને ચાલવું જોઈએ. આનાથી ગેસની સમસ્યા પણ નહીં થાય.
બેસતી વખતે તમારી પીઠ સીધી રાખો. ફોન પર વાત કરતી વખતે ઉભા થઈને વાત કરો. જો તમે ડેસ્ક પર કામ કરો છો, તો સ્ટેન્ડિંગ ડેસ્કનો ઉપયોગ કરવાનો પ્રયાસ કરો. કમ્પ્યુટર પર સતત કામ કરતા લોકોએ વચ્ચે- વચ્ચે આંખને આરામ આપવો જોઈએ. વોશરૂમમાં જાઓ છો પ્રયત્ન કરો કે તમારી આંખોને ઠંડા પાણીથી ધોવો..
Leave a Reply