ઘરનો ખર્ચ અચાનક વધવા લાગે તો થઇ જાવ સાવધાન, તરત જ આપો આ બાબતો પર ધ્યાન

મનુષ્ય તેના જીવનમાં ઘણી બધી મુશ્કેલીઓ માંથી પસાર થાય છે. પછી ભલે તે નોકરીની સમસ્યા હોય કે ધંધા કે આર્થિક સમસ્યા હોય. જો આ બધી મુશ્કેલીઓથી છૂટકારો મેળવવા હોય તો તમે વાસ્તુ શાસ્ત્રમાં જણાવેલ કેટલાક નિયમોનું પાલન કરી તેનો લાભ લઇ શકો છો.

ખરેખર જો ઘરની અંદર નકારાત્મક ઉર્જા વહેતી હોય તો આવી મુશ્કેલીઓનો સામનો કરવો જ પડે છે. ઘર ખર્ચ અચાનક વધવા લાગે છે. જો સતત મુશ્કેલીઓથી ઘેરાયેલા રહો છો, તો તેનાથી ખૂબ ખરાબ પરિણામ આવે છે. તેથી જ તેને સમયસર હલ કરવું જોઈએ. આજે વાસ્તુ શાસ્ત્રમાં જણાવેલ કેટલીક મહત્વપૂર્ણ બાબતો વિશે જાણીશું

શૂઝ બોક્સ દરવાજાની નજીક ન મૂકો: વાસ્તુ શાસ્ત્ર મુજબ જો ઘરના મુખ્ય દ્વાર પાસે શૂઝ બોક્સ રાખવામાં આવ્યો છે તો તેના કારણે ધનનો વિનાશ થવા લાગે છે. હાથમાં આવેલા પૈસા પણ ઘર માં ટકતા નથી.અને બિનજરૂરી ખર્ચ વધવા લાગે છે, તેથી તમે શૂઝ બોક્સ તેવી જગ્યાએ મૂકો જે જગ્યાએ તમારી ઘરે આવતા લોકોની નજર ન પડતી હોય.

ટપકતું પાણી પૈસાની ખોટની નિશાની છે :- હંમેશાં એવું જોવામાં આવ્યું છે કે ઘરની અંદર નળ અથવા કોઈપણ પાઈપમાંથી પાણી ટપકતું હોય છે, જેના પર વ્યક્તિ જરા પણ ધ્યાન આપતી નથી, પરંતુ જો તેને અવગણશો તો જીવનમાં પૈસા સંબંધિત સમસ્યાઓ માંથી પસાર થવું જ પડશે. કારણ કે ખર્ચમાં વધારો થાય છે. વાસ્તુ શાસ્ત્ર મુજબ ટપકતા પાણીને શુભ માનવામાં આવતું નથી. જો ઘરની કોઈપણ જગ્યાએથી પાણી ટપકતું હોય તો તરત જ તેને રીપેરીંગ કરાવવું જોઈએ.

તૂટેલા વાસણો :- ઘર માં રાખેલા તૂટેલા વાસણો પણ ખર્ચમાં વધારો કરાવી શકે છે. જો તમારા ઘરમાં એવી કોઈ વસ્તુ છે કે જેનો કોઈ ઉપયોગ નથી અથવા તૂટેલી ગઈ છે, તો તેને તમારા ઘરની અંદર ન રાખો, કારણ કે ઘરની અંદર તૂટેલા વાસણો રાખવાથી ઘર ના ખર્ચમાં વધારો થવા લાગે છે.

રાત્રે સુતા પહેલા ગંદા વાસણો સાફ કરો :- વાસ્તુ શાસ્ત્ર મુજબ ગંદા વાસણો ઘરમાં નકારાત્મક ઉર્જા વધારે છે. ઘણા લોકોને આદત હોય છે કે રાત્રે જમ્યા પછી તેઓ વાસણો સાફ કર્યા વગર જ સૂઈ જાય છે, પરંતુ આ આદત તમારી સમસ્યાનું મુખ્ય કારણ બની શકે છે. જો રાત્રે ગંદા વાસણો છોડી ને સૂઈ જાઓ છો તો તેના કારણે નકારાત્મક ઉર્જા સક્રિય થાય છે, જેના કારણે પરિણીત જીવનમાં સમસ્યાઓ ઉભી થવા લાગે છે.

ઘરના કોઈ સભ્યની અચાનક તબિયત બગાડવા લાગે છે. દવા અને સારવાર લીધા પછી પણ સ્વાસ્થ્યમાં સુધારો થતો નથી, એટલું જ નહીં પરંતુ તેના કારણે પૈસાની ખોટ પણ સહન કરવી પડે છે. તેથી, રાત્રે ગંદા વાસણો સાફ કરી ને જ સુવું જોઈએ.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *