કોઈ પણ વસ્તુ કે જગ્યાનું શુદ્ધિકરણ કરવા માટે જાણો ઘરમાં ગંગાજળ રાખવાના નિયમો

હિન્દુ ધર્મમાં ઘણા બધા ધર્મશાસ્ત્રો જેવા કે શિવ મહાપુરાણ મહાભારત સહિતના તમામ ધર્મગ્રંથોમાં ગંગાને પવિત્ર નદી ગણવામાં આવે છે.તે જ કારણે ગંગાનું જળ ભારત સહિતના તમામ હિંદુ પરિવારોમાં ખૂબ જ વધારે પવિત્ર માનવામાં આવે છે. અને તેમનો ઉપયોગ પૂજા-પાઠથી લઈ અને ઘરમાં તેમનું સ્થાપન કરવામાં આવે છે. એક રિવાજ છે કે દરેક શુભ પ્રસંગમાં દરેક લોકો ગંગાજળ ઘરે રાખતા હોય છે.

તેનો છંટકાવ કરતા હોય છે.ગંગાના પાણીને ઘરમાં રાખવો અતિ શુભ માનવામાં આવે છે. તો ગંગાના પાણીને યોગ્ય રીતે રાખવામાં ન આવે તો માણસને ખરાબ પરિણામનો સામનો કરવો પડી શકે છે. ચાલો જાણીએ કે ગંગાના પાણીને ઘરમાં કેવી રીતે સાચવી શકાય અને તેનો ઉપયોગ કઈ રીતે કરવો અને તેના આ ફાયદા વિશે આજે અમે તમને જાણકારી આપવાના છે.

દરેક ભારતીય હિન્દુ ધર્મમાં ગંગાજળ રાખવામાં આવતું હોય છે. અને ગંગાજળ રાખવાથી ઘરમાં આવતી નકારાત્મક ઉર્જા દૂર થાય છે. અને તેનો ઉપયોગ બીજા સિવાય કોઈપણ વસ્તુને શુદ્ધ કરવા માટે પણ કરવામાં આવે છે.ઘણી વખત ગંગાજળ રાખતી વખતે એવી કેટલીક વિશિષ્ટ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ

તે વિશે આજે અમે તમને જાણકારી આપવાના છીએ અને એવા અમુક નિયમો પાળવા જોઈએ કે જે ગંગાજળ રાખતી વખતે તેમનું અનુસરણ નિયમિત રીતે થવું જોઈએ.ગંગાજળ અને હંમેશા તાંબાની ચાંદીની અથવા કાચની બોટલમાં રાખવામાં આવે છે. પરંતુ ક્યારેય પણ તેમને પ્લાસ્ટિકની બોટલમાં રાખવું નહીં.

પ્લાસ્ટિકની બોટલમાં ગંગાજળ રાખવામાં આવે તો તેમને અતિશય અશુભ ગણવામાં આવે છે. તે ઉપરાંત પ્લાસ્ટિકના ની બાટલી બધી નકામી ચીજવસ્તુઓ પ્લાસ્તિંગ કરીને બનાવવામાં આવતી હોય છે.તેમાં અનેક પ્રકારના ઝેરીલા તત્વો હોય છે. એટલા માટે આવી પરિસ્થિતિમાં પ્લાસ્ટિકની બોટલમાં ગંગાજળ રાખવામાં આવે તો તે અશુદ્ધ થઈ જાય છે.

માતા ગંગાનું અપમાન થતું હોય એવું લાગતું હોય છે. એટલા માટે ગંગાજળ અને હંમેશા કોઈપણ જાતની અથવા કોઈપણ કાચની નાની બોટલમાં રાખવામાં આવે છે. શાસ્ત્રોમાં ગંગાજળ ને પવિત્ર નદીનું સ્થાન આપવામાં આવ્યું છે. એટલા માટે ગંગા નદીમાં સ્નાન કર્યા પછી લોકોને પોતાના તમામ પાપમાંથી મુક્તિ મળતી હોય છે. અને લોકો પોતાને ભાગ્યશાળી સમજતા હોય છે.

ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ પ્રાપ્ત થતી હોય છે. માટે ગંગા સ્નાન કરવું અતિ શુભ અને પવિત્ર માનવામાં આવે છે.  ઘરે ગંગા જળ રાખવા ના નિયમો જાણતા નથી તેમના ઘરે ગંગાજળ ફાયદો કરાવતું નથી. પરંતુ નુકસાન કરતું હોય છે.એટલા માટે ગંગાજળ સ્થાપન કરતી વખતે તેમણે લગતા નિયમો વિશે જાણકારી હોવી જોઈએ.

કોઈપણ વસ્તુને શુદ્ધ કરવા માટે ગંગાજળ નો ઉપયોગ કરવામાં આવે છે. ગંગાજળની શોધતા જાળવવાની જવાબદારી ઘરના દરેક સભ્યો ની હોય છે. વસ્તુનો જ્યારે શુદ્ધિકરણ કરવું પડે કે કોઈ પણ જગ્યા નું શુદ્ધિકરણ કરવું પડે ત્યારે તે ફક્ત ગંગાજળથી થાય છે. કોઈપણ વ્યક્તિના મૃત્યુ અને જન્મ સમયે ગંગાજળ નો ઉપયોગ કરવામાં આવે છે.

આ પવિત્ર જળનો દરેક શુભ શુભ પ્રસંગોમાં ઉપયોગ કરવામાં આવતો હોય છે.ઘરમાં ગંગાજળ રાખવામાં આવે છે ત્યાં સ્વચ્છતા નું ખાસ કરીને વિશિષ્ટ ધ્યાન આપવું જોઈએ ગંગામાતા અતિશય આદરણીય અને પવિત્ર માતા છે. એટલા માટે તેમની આજુબાજુ હંમેશા શુદ્ધતા અને સ્વચ્છતા જાળવવી જોઈએ

ઘરમાં સમયાંતરે ગંગાજળના થોડા થોડા ટીપાં પાછળ રહેવા જોઈએજેથી ઘરમાં રહેલી સકારાત્મક ઊર્જામાં વધારો થાય છે. તે ઉપરાંત દર શનિવારના દિવસે પુષ્પોમાં શુદ્ધ ગંગાજળથી લઇ અને તેમાં જે ગંગાજળ પીપળાના ઝાડને અર્પણ કરવાથી વ્યક્તિની કુંડળીમાં રહેલા શનિ દોષ દૂર થાય છે. અને શનિદેવના તારા આશીર્વાદ પ્રાપ્ત થાય છે.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *