જો આ બાબતોનું ધ્યાન રાખવામાં આવે તો વાસ્તુ દોષ થાય છે દૂર

જો ઘરમાં વાસ્તુદોષ રહેલું હોય તો ઘરમાં ક્યારેય પણ લક્ષ્મી ટકી શકતી નથી. હંમેશા મુશ્કેલીઓ નો સામનો કરવો પડે છે. આજના સમયમાં જ્યારે આપણને શારીરિક કે આર્થિક તકલીફ પડે ત્યારે જ્યોતિષ શાસ્ત્રની સાથે-સાથે વાસ્તુશાસ્ત્રનું પણ માર્ગદર્શન મેળવતા હોઈએ છીએ.

આવી સ્થિતિમાં કેટલીક બાબતોનું ધ્યાન રાખીને વાસ્તુદોષ ટાળી શકાય છે. ઘરમાં ખુશાલ જીવન લાવી શકો છો, જો આ બાબતોને અવગણીને તેને દુર કરવાની કોશીશ કરશો તો આ દોષથી મુક્તિ મળે છે. તો ચાલો જાણી લઈએ એ બાબતો વિશે..

બારી બારણાની યોગ્ય દિશા :- મકાનમાં રૂમની બારી, દરવાજો કે બાલ્કની એવી દિશામાં ખુલતી હોય જ્યા કોઈ ખંડેર જેવુ મકાન આવેલુ હોય, અથવા કોઈ ઉજ્જડ જમીન કે પ્લોટ પડેલો હોય કે પછી વરસોથી બંધ પડેલુ મકાન હોય, સ્મશાન કે કબ્રસ્તાન આવેલુ હોય તો આ અત્યંત અશુભ છે.

નળમાંથી પાણી ટપકવું:- જો ઘરના નળ ટપકતા હશે તો પણ આર્થિક નુકશાન થશે. વાસ્તુના નિયમ પ્રમાણે પાણી નળ માંથી ટપકે તો ધીરે ધીરે ખર્ચ વધવાના સંકેત આપે છે. પાણીને ખોટી દિશામાં બહાર કાઢવું તે પણ અશુભ સંકેત છે.વાસ્તુશાસ્ત્ર પ્રમાણે પાણીનો નીકાલ પણ અનેક બાબતોને અસર કરે છે.

જે ઘરમાં દક્ષિણ અને પશ્ચિમ દિશામાં પાણીનો નિકાલ હોય તો અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડશે. ઉત્તર કે પૂર્વ દિશમાં પાણીનો નિકાલ શુભ સંકેત છે. જો આ ફેરફાર કરશો તો વારંવાર થતા નુકશાનને નિવારી શકશો. કઇ પણ ફેરફાર કરતા પહેલા વાસ્તુના જાણકારની સલાહ અવશ્ય લો.

સુવાની રૂમમાં નાઈટલેમ્પ :- જો મકાનના કોઈ રૂમમાં સૂવવાથી જુદા જુદા ભયાનક સપના આવતા હોય અને જેના કારણે તમને આખી રાત ઉંધ ન આવતી હોય, ખરાબ સપના જોયા પછી નાના બાળકો જલ્દી સૂઈ નથી શકતા અને આખી રાત જાગે છે અથવા રડતા રહે છે. આ સમસ્યામાંથી છુટકારો મેળવવા રૂમમાં એક જીરો વોટનો પીળા રંગનો નાઈટ લેમ્પ અથવા બલ્બ લગાવી રાખો. આ એ રૂમમાં બહારથી આવનારી નકારાત્મક ઉર્જાને દૂર ભગાડે છે.

ધન રાખવાની યોગ્ય દિશા:- – પૂર્વ દિશાનો સ્વામી સૂર્ય હોય છે તેથી આ દિશામાં તિજોરી મુકવી શુભ કહેવાય છે. જો તિજોરી દક્ષિણ પૂર્વ મતલબ અગ્નિકોણમાં મુકવામાં આવે તો ધનનો ખર્ચ વધુ થાય છે. ઘણીવાર કર્જ લેવાનો વારો આવે છે.

 

 


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *