આજે અમે તમને વસ્તુ દોષ ના કારણે મહિલા ઓ ના સ્વાસ્થ્ય પર જે ખરાબ અસર થાય છે એના વિશે જણાવવા જઈ રહ્યા છીએ. આ વાસ્તુ દોષ નો મહિલાઓ ના જીવન પર નકારાત્મક અસર પડે છે. આજે અમે તમને આ વાસ્તુ દોષો થી બચવા ના અને આ ભૂલ નહીં કરવાનો ઉપાય વિશે જણાવવા જઈ રહ્યા છીએ
તો ચાલો જાણીએ કેટલાક સરળ ઉપાય.વાસ્તુ અનુસાર ઘર ની દક્ષિણ અને દક્ષીણ પશ્ચિમ દિશા ખુલ્લી ન હોવું જોઈએ. તેમજ ઉત્તર તથા ઉત્તર પૂર્વ દિશા ના ખૂણા બંધ ન હોવા જોઈએ. એવું હોય તો બીમારી અને ખર્ચા બને વધારે થાય છે. જો તમે આ વાત ને ધ્યાનમાં નથી રાખતા
તો તમારે વાસ્તુ દોષ નો સામનો કરવો પડશે, જે તમારી પત્ની અથવા ઘર ની અન્ય મહિલા ની સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઇ શકે છે. એટલા માટે આ વાતોને નજરઅંદાજ ન કરવી અને ખુબ જ યોગ્ય રીતે પાલન કરવું જોઈએ.
બેડરૂમ : પતિ અને પત્ની નો બેડ રૂમ ઉત્તર પૂર્વ દિશા માં ન બનાવવો જોઇએ. એનાથી સંતાન સુખની પ્રાપ્તિ થવામાં સમસ્યા આવી શકે છે. સાથે સંબંધ પણ ખરાબ થઇ શકે છે. એટલા માટે આ વાત નું પણ વિશેષ રૂપ થી ધ્યાન રાખવું નહીંતર તમે સંતાન સુખથી વંચિત રહી શકો છો.
રસોઈ : ઘર ની સ્ત્રીઓ એ ઘરની દક્ષિણ દિશામાં મોઢું રાખીને ક્યારેય પણ ખાવા નું ન બનાવવુ જોઈએ. એવું કરવાથી શરીર નો દુખાવો, હાડકાઓમાં દર્દ અને કમર દર્દ સહીત ઘણા પ્રકાર ની સમસ્યા ઉત્પન્ન થઈ જાય છે. અને તેનાથી અતિરિક્ત ભોજન તૈયાર કરતી વખતે તમારી પીઠ ની બાજુ દરવાજો પણ ન હોવો જોઈએ, નહીતર આનાથી તમને કમર અને ખંભા માં પણ દુખાવા ની સમસ્યા થવા લાગશે.
શૌચાલય: ઘર ની ઉત્તર પૂર્વ દિશા માં શૌચાલય બનાવવાથી ખૂબ જ મોટો વાસ્તુ દોષ ઉતપન્ન થાય છે. તેની સમસ્યા એ છે કે ઉત્તર પૂર્વ દિશા માં દેવસ્થાન હોય છે. આ દિશા માં શૌચાલય જેવા અશુદ્ધ ચીજોનું નિર્માણ વાસ્તુ દોષ ઉત્પન્ન કરે છે જે સ્ત્રી ઓ ને સંતાન શુખ થી વંચિત રાખે છે. સાથે આનાથી ઘર માં લડાઈ ઝગડા પણ વધારે થાય છે.
Leave a Reply