શું તમે જાણો છો વરદાનની આ ખાસ વાતો વિશે.. જરૂર જાણો વરદાન છે એક પ્રકારનું દાન

વર્ષો પહેલા ઋષિ મુનીઓ વરદાન મેળવવા માટે મોટા મોટા તપ કરતા જોવા મળતા હતા. ઋષિમુનિઓની અતિ તપશ્ચર્યા પછી પ્રભુ પ્રસન્ન થાય છે અને માગ, માગ કહીને વરદાન માગવા કહે છે. વરદાન આપ્યા બાદ પ્રભુ અંતર્ધ્યાન થઈ જાય છે. વરદાનથી સંતાન પ્રાપ્ત થયાના દૃષ્ટાંત પણ છે.

વરદાન નું ખુબ જ મહત્વ માનવામાં આવે ચ. સતી અનસુયાના વરદાનથી જ ત્રણ દેવો નાના બાળક બની ગયા હતા. શ્રાપ કે શાપમાં નુકશાન કે જોખમનું ઓછાયો હોય છે. જ્યારે વરદાનથી આનંદની તથા ઇચ્છાપૂર્તિ વિશે સંતોષ પ્રાપ્ત થાય છે. ગાંધીનગર જીલ્લાના રૂપાલમાં વરદાયીની માતાનું જાણીતું મંદિર આવેલું છે. જ્યાંની ઘીની પલ્લી પ્રખ્યાત છે.

એક જાણીતું ભજન પણ છે. વર દે વીણા વાદિની વર દે વરનો અર્થ વરદાન થાય છે. વામન ભગવાને બલિ રાજા પાસે ત્રણ પગલાં જમીન માગી હતી અને તે સમયે ભગવાને વરદાન આપેલું કે રાજાની માગણી પ્રમાણે હું અમલ કરીશ. વરદાન એક પ્રકારનું દાન છે. વરદાનનું રહસ્ય ગુઢ છે.

વરદાન માગનાર પાસે તેની માગણી અર્થસભર હોવી જોઈએ. વરદાનમાં હૃદયની ઉર્મિના ભાવો હોય છે. વિભુનું વરદાન વિધાતાના લેખ પણ ફેરવી શકે છે. વરદાન વામનમાંથી વિરાટ બનાવે છે. વરદાનની વેદીમાં વૈભવનું પ્રાગટય થાય છે. ભક્ત પ્રહલાદના પિતા હિરણ્યકશીપુએ વરદાન માંગ્યું હતું કે હું દિવસે ન મરૂં, રાત્રે ન મરૂં. ઘરની બહાર કે અંદર ન મરૂં તથા શસ્ત્રથી નમરૂં ત્યાર પછીની કથા સહુની જાણીતી છે.

વરદાન ક્યારેય શાપ પણ બને છે તેની વાત. રાવણનો ભાઈ કુંભકર્ણ બ્રહ્મા પાસે વરદાન માગવા ગયો હતો. સરસ્વતી એની જીહવા(જીભ) પર બેસી એની પાસે ઇંદ્રપદને બદલે નિંદ્રપદ બોલાવરાવ્યું. તેથી તે હંમેશ દીર્ઘકાળ ઉંઘતો જ રહયો. લંકાના યુદ્ધમાં પ્રભુશ્રી રામને હાથે તે મરાયો.

એક કથા પ્રમાણે મુચકુંદ રાજાએ દેવ-દૈત્યોનાં યુદ્ધમાં દેવોને ઘણી મદદ કરી હતી તેથી દેવોએ તેમને વરદાન આપ્યું હતું કે તને યુદ્ધનો થાક નિવારવા દીર્ઘ નિદ્રા મળશે એ વેળા જે તને જગાડશે તે તે જ ક્ષણે બળીને રાખ થઈ જશે. સમુદ્રમંથનમાંથી લક્ષ્‍મીજી પ્રગટ થયાં અને વિષ્ણુની છાતી પર વિરાજમાન થયાં.

ઇંદ્રની પુજાથી પ્રસન્ન થઈને લક્ષ્‍મીએ વરદાન આપ્યું કે તેઓ ક્યારેય પૃથ્વીનો ત્યાગ નહીં કરે. જ્યારે જ્યારે પણ પ્રભુ શ્રી વિષ્ણુ આ પૃથ્વી પર માનવ અવતાર ધારણ કરીને અવતર્યા છે. ત્યારે લક્ષ્‍મીજી પણ સીતા, રૂકમણી રૂપે અવતર્યા છે. તારકાસુર નામના અસુરને બ્રહ્માનું વરદાન હતું કે સાત દિવસનાં બાળક સિવાયએ કોઈથી ન મરે.

શંકરના પુત્ર કાર્તિકેયે સાત દિવસની ઉંમરમાં જ તેનું મૃત્યુ કર્યું. તેનાં ત્રણ પુત્રોએ વસાવેલા નગર ત્રિપુર કહેવાય છે. નર્મદા કિનારે જબલપુરથી પંદર કી.મી. દુર ત્રિપુર પ્રદેશ આવેલો છે. માર્કંડેય ઋષિને તેની તપસ્યાથી પ્રસન્ન થઈને ભગવાન શંકરે ચૌદ કલ્પ જેટલું આયુષ્ય આપેલું.

ખરેખર તેમનાં ભાગ્યમાં નાની વયમાં જ અવસાન લખેલું હતું.આપણા સામાજિક પ્રસંગોમાં કોઈ મહેમાનના વરદ હસ્તે ઉદ્ઘાટન કરાવવામાં આવે છે. વરદ હસ્તનો અર્થ વરદાન આપનાર તેવો થાય છે. કૃપાથી પ્રાપ્ત થાય છે. વરદાનથી વાસના પૂર્તિ કામનાપૂર્તિ થાય છે. વરદાનથી વંશવેલો પણ વધે છે.

ઇંદ્રના વરદાનથી કુંતીને પ્રાપ્ત થયેલ દ્વીતીય પુત્ર અર્જુન બાણાવાળી હતો જેને પ્રભુ શ્રી કૃષ્ણએ વિરાટ દર્શન કરાવીને ગીતા સંભળાવી હતી. ઇતિહાસમાં વરદાનની વિવિધ રંગી વાતો મળે છે. વરદાન મેળવનાર ભાગ્યશાળી હોય છે. વરદાન પ્રાપ્ત કરેલ વ્યકિત ધન્યતા અનુભવે છે.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *