વારંવાર ભૂખ લાગે છે? તો હોઈ શકે છે કોઈ બીમારી, એને દુર કરવા માટે કરો આ વસ્તુઓનું સેવન, જાણો વધારે ભૂખ લાગવાનું કારણ..

સવારે જમ્યા પછી કે બપોરનું પેટ ભરીને નાસ્તો કર્યા પછી પણ ઘણાં લોકોને વારંવાર ભૂખ લાગતી હોય છે. પેટની ભૂખ શાંત કરવા માટે તે સમયે એવો હળવો નાસ્તો કે કઇ પણ જમી લેવો. તેના અડધા કલાક પછી પણ જો એવું લાગે છે કે જાણે કઇ જમ્યા જ નથી. ભૂખ લાગવી એક સારી બાબત છે. પરંતુ જરૂરતથી વધારે ભૂખ લાગવી કોઇ મોટી બિમારીનું કારણ પણ હોઈ શકે છે.

આ કારણોને જાણ્યા વગર ઘણા લોકો વધારે ખા ખા કર્યા કરે છે. જેથી પાચનતંત્ર કમજોર થવા લાગે છે. જો તમને પણ જમ્યા પછી પણ પેટ ખાલી લાગે છે તો આ સમસ્યાને નજરઅંદાજ ન કરવી. તેની પાછળના કારણ જાણવાની કોશિશ કરવા જોઈએ.

ઘણા લોકોને વારંવાર ભૂખ લાગવાની ગંભીર સમસ્યાનો સામનો કરવો પડે છે. ખરેખર આ કારણે લોકોમાં મેદસ્વીપણાની સમસ્યા પણ ખૂબ જ રહે છે. પરંતુ જો તમને વારંવાર ભૂખની ગંભીર સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે તો તમારે કેટલીક કુદરતી વસ્તુઓ લેવી જોઈએ, જે તમારી ભૂખને શાંત કરશે.

આ વસ્તુ ભૂખ ઓછી કરવાની સાથે સાથે તમને સ્વસ્થ અને ફીટ રાખવા માટે પણ કામ કરે છે. આ માટે તમારે એક વાટકો અખરોટ લઈને દરરોજ સવારે સવારે ખાવા. તેનાથી લાંબા સમય સુધી તમારું પેટ ભરેલું રહે છે. તેનાથી બપોરના ભોજન દરમિયાન ભૂખ ઓછી થાય છે.

કોફી પીવાથી ભૂખ ઓછી થાય છે.અમેરિકન જર્નલ ઓફ ક્લિનિકલ ન્યુટ્રિશનમાં પ્રકાશિત થયેલા એક અભ્યાસ મુજબ, ભોજન કર્યા પછી એક કપ કોફી પીવાથી પાચનતંત્ર માં વધારો કરે છે અને ચરબીનું ઓક્સિડેશન પણ વધે છે. બદામ પણ ભૂખ મટાડવા માટે ઉપયોગી છે.

તંદુરસ્ત અસંતૃપ્ત ચરબી, પ્રોટીન અને ફાઇબરનું સારું મિશ્રણ બદામની અંદર ભૂખ-મટાડનાર ગુણધર્મો હોય છે. યુરોપિયન જર્નલ ઓફ ક્લિનિકલ ન્યુટ્રિશનમાં પ્રકાશિત થયેલા એક અભ્યાસ મુજબ જ્યારે બદામને નાસ્તા તરીકે ખાવામાં આવે છે ત્યારે તે ખાતી વખતે ભૂખ ઓછી કરે છે. તો ચાલો અમે તમને ભૂખ લાગવાનું કારણ જણાવી દઈએ..

તણાવ :- ઘણીવાર જરૂરથી વધારે તણાવના કારણે ભૂખ લાગવા લાગે છે. તેનાથી બચવા માટે ચિંતા ઓછી કરવી જોઇએ. તણાવને ઓછો કરવા માટે સવાર-સાંજ યોગા કરી શકો છો.

ડાયાબિટીસ :- ડાયાબિટીસ જેવી બિમારી પણ વારંવાર ભૂખ લાગાવાનું કારણ હોય શકે છે. જો તમે જરૂરિયાતથી વધારે અને દર કલાકે ભૂખ લાગે છે. તો એકવાર ડોક્ટરની સલાહ લેવી જરૂરી છે


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *