સિરિયલ ‘અનુપમા’માં એક પછી એક જબરદસ્ત ટ્વિસ્ટ આવી રહ્યા છેં.., નિર્માતાઓ દર્શકોને ચોંકાવવામાં કોઈ કસર છોડી રહ્યા નથી. હવે શોમાં સૌથી મોટો ટ્વિસ્ટ આવવાનો છે, જેમાં બતાવવામાં આવશે કે કાવ્યા પ્રેગ્નેન્ટ છે, જેના કારણે કાવ્યા અને ઘરના બાકીના સભ્યો ખૂબ ખુશ થશે જ્યારે વનરાજ પરેશાન થશે કારણ કે તેને પિતા બનવા પર શરમ લાગશે. કારણકે હાલમાં તેની દાદા બનવાની ઉંમર છેં..
અનુજ-અનુપમા વચ્ચેનુ અંતર વધશે.
જ્યાં એક તરફ કાવ્યા અને વનરાજના જીવનમાં હૅપ્પીનેસ્સ આવી રહી છેં ત્યાં અનુજ અને અનુપમા વચ્ચેનું અંતર વધતું જઈ રહ્યું છે. વાસ્તવમાં અનુજને અધિકને કારણે ઘણું નુકશાન થાય છે, ત્યારબાદ તે અનુપમાની પુત્રી પાખી સાથે વાત કરે છે,
View this post on Instagram
અનુપમા ગુસ્સે થઈ જાય છે અને કહે છે કે તેણે પાખી સાથે વાત ન કરવી જોઈતી હતી, અનુપમા કહે છે- પાખીની જવાબદારી તમારી નહીં પણ મારી છે.આના પર અનુજ કહે છે કે હું તમારી જવાબદારી ઘટાડવાનો પ્રયાસ કરી રહ્યો હતો, પરંતુ લાગે છે કે તમને એકલા જ ભાર ઉપાડવાની આદત પડી ગઈ છે, ઠીક છે હવેથી હું તમારી જવાબદારીઓ વચ્ચે નહીં આવીશ..
View this post on Instagram
પાખી અને અધિક વચ્ચે અંતર વધી રહ્યું છે
અધિક તેની પત્ની પાખીને વાસણ ધોવાનું કહે છે, પાખીએ તેમ કરવાની ના પાડી દીધી હતી આથી અધિક તેના પર ગુસ્સે થઈ જાય છે અને કહે છે કે તું કોઈ કામ નથી કરતી, બેસીને તારું વજન વધારી રહી છે. પાખી આના પર ગુસ્સે થઈ જાય છે અને કહે છે કે તે તેને બોડી શેમિંગ કરી રહ્યો છે.
પાખી સાથેના ઝઘડાને કારણે , અધિક ઓફિસમાં ભૂલ કરે છે અને અનુજના બિઝનેસમાં નુકસાન પહોંચાડે છે. તેને આ વાતનો અફસોસ પણ થાય છેં. અધિક અનુજની માફી માંગે છે અને તેને પોતાની ભૂલ સુધારવાનું કહે છે.પરંતુ ઘરે આવ્યા બાદ અધિકની સામે એવુ રહસ્ય ખુલશે, જેનાથી તેના પગ નીચેની જમીન ખસી જશે…
Leave a Reply