ટીવી શો ‘અનુપમા’ના આજના એપિસોડમાં તમે જોશો કે સિંહની જેમ ફરતો વનરાજ શાહ કેવું કાયરતાભર્યું કૃત્ય કરશે.પાખી ફરી એકવાર તેના પરિવાર માટે તણાવનું કારણ બનશે અને વનરાજ આ વખતે તેના ગુસ્સાનોં કંટ્રોલ ગુમાવશે.
આ બધા સિવાય અનુજ-અનુપમાનું ટેન્શન ઓછું કરવા ડિમ્પલ ત્યાંથી ભાગવાનો પ્રયત્ન કરશે, પરંતુ આ દરમિયાન અનુપમા તેને રોકશે. બુધવારના એપિસોડનો સૌથી રસપ્રદ ભાગ એ હશે કે જ્યારે ડિમ્પલ તેના પર બળાત્કાર કરનાર છોકરાનો સામનો કરશે.
પાખી ફરીથી એક મુશ્કેલીમાં મૂકશે
દર વખતની જેમ અનુપમાની પુત્રી પાખી ફરી એકવાર તેના પિતાને ઈમોશનલ બ્લેક મેઈલ કરશે.પાખી તેના પતિ અધિક સાથે તેના પપ્પાના ઘરમાં શિફ્ટ થવા માંગે છે પરંતુ અધિક ઘરજમાઈ બનવા માંગતો નથી અને તેના સ્વાભિમાનની ચિંતા કરે છે.
View this post on Instagram
કાવ્યાનો પતિ વનરાજ કાયરતાપૂર્ણ કૃત્ય કરશે
બીજી તરફ કિંજલ, કાવ્યા અને તોશુ ઓફિસે જતા હતા ત્યારે વનરાજ શાહ તેમને રોકવાનો પ્રયાસ કરશે. વનરાજ શાહ અનુપમાને દોષી ઠેરવશે અને તેની પત્ની અને બાળકોને ઘરમાં રોકવા માટે કહેશે. બા તેને સપોર્ટ આપશે પણ બાળકો અને કાવ્યા તેને સમજાવશે કે તે આવા લોકોથી ડરીને જીવવાનું બંધ કરી શકશે નહીં.બધા ગયા પછી, બાએ વનરાજને કહ્યું કે કેવી રીતે તોશુએ તેની પત્નીની નીચે કામ કરવાનું શરૂ કર્યું છેં..
ડિમ્પલ પોલીસ સ્ટેશનમાં બળાત્કારીઓનો સામનો કરશે
કપાડિયાના ઘરે, બરખા, અનુપમા, અનુજ, અંકુશ અને છોટી બધા ડિમ્પલને ખુશ કરવા માટે ભેગા થાય છે અને પછી ડિમ્પલ તેના પર બળાત્કાર કરનારા છોકરાઓનો સામનો કરવા માટે જેલમાં જાય છે. પોલીસકર્મીઓ ડિમ્પલને તેના બળાત્કારીઓને ઓળખવા માટે કહેશે, જેના પર ડિમ્પલ બળાત્કાર કરનાર ગુંડાને જોરથી થપ્પડ મારશે…
Leave a Reply