વાળને કુદરતી રીતે કાળા બનવવા માટે કરો આ ઘરેલુ ઉપાય, સાથે તમારા વાળ લાંબા અને સિલ્કી પણ બની જશે

વધતા તણાવ અને ખોટી ખાણીપીણીની આદતોને કારણે વાળ નાની ઉંમરે જ સફેદ થઈ જતા હોય છે, જે દરેક વ્યક્તિ માટે સમસ્યા બની ગઈ છે. આ સમસ્યા માંથી છૂટકારો મેળવવા અને સફેદ વાળ કાળા કરવા માટે, લોકો તેમના વાળમાં કેમિકલ હેર કલરનો ઉપયોગ કરવાનું શરૂ કરે છે.આજના આ વર્તમાન યુગમાં નાની ઉંમરમાં જ વાળ ધોળા થવાની સમસ્યા થવા લાગે છે.

જો કે આજકાલ વાળ કાળા કરવા માટે અનેક લોકો નવી-નવી ટ્રિટમેન્ટનો સહારો લેતા હોય છે. આજે અમે તમને આ તમરી સમસ્યા દુર કરવા માટે આ શાકભાજીની છાલની આ આશ્ચર્યજનક રીત જણાવીશું, જેનાથી ધોળા વાળને કાળા કરી શકો છો. તો ચાલો જાણી લઈએ એના વિશે..

વાળને હેલ્ધી રાખવામાં દેશી ઘી પણ ઘણી મદદ કરે છે. એક વાટકીમાં જરૂરિયાત મુજબ દેશી ઘી લઇને રોજ રાત્રે સુતા પહેલા તેનાથી ૧૫ મિનિટ સુધી માલિશ કરવી. આ માલિશ અઠવાડિયામાં ત્રણ વાર કરવી. આવી રીતે જોમે આ પ્રયોગ નિયમિત કરવામાં આવે તો તમારા વાળ જલદી કાળા થશે અને તમારે બહારની કોઇ પ્રોડકટ્સ વાપરવાની જરૂર પણ નહિં પડે.

બટાકાની છાલમાં સ્ટાર્ચનુ પ્રમાણ સારુ એવુ હોય છે. જો તમે બટાકાની છાલનો રેગ્યુલરલી ઉપયોગ કરો છો તમારા વ્હાઇટ હેર બ્લેક ખૂબ જ ઝડપથી થાય છે.આ પ્રયોગ કરવા માટે સૌ પ્રથમ બટાકાની છાલને ૧૦ મિનિટ સુધી પાણીમાં ઉકાળો અને પછી તેને ઠંડી કરીને તેનાથી વાળમાં ૧૦ થી ૧૫ મિનીટ સુધી મસાજ કરો.

આ પ્રોસેસ તમારે અઠવાડિયામાં ત્રણવાર કરવાની રહેશે. એક વાતનુ ખાસ ધ્યાન રાખો કે જ્યારે તમે બટાકાની છાલથી વાળમાં મસાજ કરીને પછી એક કલાક બાદ હેર વોશ કરી લેવા. કન્ડિશનર કરવુ નહિં.

આમળામાં ભરપૂર માત્રામાં વિટામીન સી હોય છે જે વાળને કાળા કરવા માટે ખૂબ જ ઉપયોગી છે. આ પ્રયોગ કરવા માટે સૌ પ્રથમ જરૂર મુજબ નારિયેળ તેલ લો અને તેમાં આમળાનો પાવડર મિક્સ કરીને તેને ગરમ કરી લો.ત્યારબાદ આ તેલ થોડુ ઠંડુ પડે એટલે ૨૫ થી ૩૦ મિનિટ સુધી વાળમાં મસાજ કરવું અને ૨૪ કલાક પછી હેર વોશ કરી લેવું. આવી રીતે અઠવાડિયામાં ત્રણવાર કરવું.

આમ, જો નિયમિત આ તેલથી મસાજ કરવામાં આવે તો તમારા ધોળા વાળ કાળા તો થશે અને સાથે-સાથે તમારા વાળ લાંબા અને સિલ્કી પણ બની જશે.

સફેદ વાળની સમસ્યા માંથી છૂટકારો મેળવવા કોફી ખૂબ જ ફાયદાકારક છે. આ માટે સૌ પ્રથમ જરૂર મુજબ પાણી લઇને 2-3 ટેબલ સ્પૂન કોફી એડ કરો અને તેને ધીમી આંચ પર ઉકળવા દો. આમ, જ્યારે આ મિશ્રણ થોડુ ઘટ્ટ થાય એટલે ગેસ બંધ કરીને તેને ઠંડુ પડવા દો. ધ્યાન રહે કે, ઠંડુ કરવા માટે ફ્રિજનો ઉપયોગ નથી કરવાનો. પછી આ ઘટ્ટ થયેલા કોફીના પાણીથી વાળમાં મસાજ કરો અને 45 મિનિટ પછી હેર વોશ કરી લો.

 


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *