આ નૂસ્ખો કરવાથી વાળ કુદરતી રીતે કાળા, લાંબા, રેશમી તથા બળવાન બને છે.

સામાન્ય રીતે યુવાની પૂર્ણ થઈને વય વધવા લાગે છે ત્યારે ધોળા વાળ આવવાની શરુઆત થાય છે પણ અત્યારે તો યુવાઓમાં પણ ધોળા વાળની તકલીફ નજરે આવે છે. તેમજ દુષણના સંપર્કમા આવતા વાળ ખરબચડા બની જાય છે તેમજ વાળ વધવાની ગતિ અટકી જતી હોય છે.તો એવામાં વાળને સુંદર અને રેશમી કરવા માટે વ્યક્તિઓ મુલ્યવાન વસ્તુઓનો વપરાશ કરતો હોય છે.

આ વસ્તુઓમા રહેલા કેમિકલ એ આપણા વાળને વધુ ખરાબ બનાવે છે જેના લીધે વાળ ખરવા, ખરબચડા થઇ જવા વગેરે જેવી તકલીફ રહે છે. પણ આજે અમે તમને એક એવી વસ્તુ અંગે જણાવવા જઈ રહ્યા છીએ કે જેનો ફક્ત એક જ કટકો તમારા વાળને કાળા લાંબા તથા રેશમી કરી નાખશે.અમે વાત કરીએ છીએ ફટકડીની. જે માર્કેટમા ફક્ત દસ થી વીસ રૂપિયામા ખુબ જ આસાનીથી મળતી હોય છે.

પણ અગત્યની વાત એ છે કે, તેનો વપરાશ કઈ રીતે કરવો.આ લેખ માધ્યમથી અને તમને તેના વિશે જણાવીશુ પણ શરત માત્ર એટલી કે લેખ પુરો વાંચજો નહિતર તમે આ ફટકડીનો પૂર્ણ ફાયદો નહી મેળવી શકો. તો ચાલો જાણીએ ફટકડી વડે કઈ રીતે તમે લાંબા તથા કાળા વાળ પ્રાપ્ત કરી શકો.વાળને મુલાયમ અને કાળા કરવા માટે ફટકડીનો એક મધ્યમ કદનો કટકો લો.

ત્યાર પછી તેને વાટીને તેનો ભૂક્કો કરો. ત્યાર પછી એક ચમ્મચ ગુલાબ જળ લો અને આ ગુલાબ જળ તથા ફટકડીના ભૂક્કોને સારી રીતે મિ કરી તેની પેસ્ટ બનાવો. ત્યાર પછી આ પેસ્ટને વાળમા લગાવવાની છે. ખાસ તો તમારા વાળના મૂળમા લગાવવાની. પાંચ મિનીટ સુધી નરમ નરમ હાથથી વાળની માલિશ કરવી. ત્યાર પછી એક કલાક સુધી એમ ને એમ રાખી મુકવી.

એક કલાક પછી થોડા હુંફાળા પાણીથી વાળને ધોઈ નાખવા. કાયમ જ્યારે તમે વાળ ધુઓ છો ત્યારે આ નૂસ્ખો કરવો. ટૂંક સમયગાળામા ધોળા વાળ તો કાળા બની જશે તેની સાથોસાથ વાળ મજબુત તથા રેશમી પણ થશે.

હુંફાળુ પાણી લેવુ. પાણી સામાન્ય ગરમ હોય ઉકળતું ન હોય તેનુ ધ્યાન રાખવુ. ત્યાર પછી તેમાં સમાન પ્રમાણમા ફટકડી તથા કંડીશનર બંને નાલ્હી મિક્ષ કરો. ત્યાર પછી તેને વાળમા કંડીશનરની જેમ લગાવી દો ત્યાર પછી ૧૫ થી ૨૦ મિનીટ સુધી તેને એમ ને એમ રહેવા દો ત્યાર પછી સામાન્ય પાણીથી ધોઈ નાખો. સપ્તાહમા એક વાર જયારે તમે વાળ ધુઓ છો ત્યારે આ નૂસ્ખો અપનાવવો આમ કરવાથી વાળ લાંબા, કાળા તથા સુંદર બનશે.

૧ ચમ્મચ વાટેલ ફટકડીનો ભૂક્કો, ૧ ચમ્મચ આમળાનુ તેલ તથા બે વિટામીન ઈ ની કેપ્સુલ ની આવશ્યકતા છે. સૌથી પહેલા એક પાત્રમાં બધી વસ્તુઓને ભેળવવી. તેલ ભેગું ફટકડી સારી રીતે ભળી જાયત્યાર પછી દાંતિયાની સહાયથી વાળમાંથી સરખી રીતે ઘૂંચ કાઢી લો અને વાળના જુદા જુદા ભાગ કરો. હવે એક રૂનુ પૂમડૂ લો અને રૂના પૂમડાને તેલમાં બોળીને વાળની જડમા લગાવવું.

10 મિનીટ સુધી પોલા હાથે માલિશ કરો.ત્યાર પછી અડધી કલાલ સુધી આ તેને એમ ને એમ રાખી મુકો. ત્યાર પછી વાળને શેમ્પુની સહાયથી ધોઈ લ્યો. આપને જાણ કરી દઈએ કે આમળા વાળને રેશમી કરે છે તથા વાળને વધારે છે અને ફટકડી વાળને લાંબા અને કાળા કરે છે એવામા બંનેનો એક સાથે ઉપયોગ કરવામા આવે તો તેના લાભ બે ગણા થઇ જાય છે. માટે આ નૂસ્ખો કરવાથી વાળ કુદરતી રીતે કાળા, લાંબા, રેશમી તથા બળવાન બને છે.

 


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *