ઉતરાયણના શુભ દિવસે આ કામ ભૂલથી પણ ન કરવું, નહિ તો આવી શકે છે આફત..

ઘણા તહેવારો માંથી સૌથી મહત્વપૂર્ણ હોય છે મકર સંક્રાંતિ. મકર સંક્રાંતિને ઉતરાયણ તરીકે ઓળખવામાં આવે છે. આ દિવસને દેશભર માં અલગ-અલગ રીતે ઉજવવામાં આવે છે. આ દિવસે શુભ કાર્યોની શરૂઆત કરવા માટેનો દિવસ માનવામાં આવે છે. મકર સંક્રાંતિના દિવસે કરેલા જાપ અને દાનનું ફળ અનેક ગણું હોય છે.

ઉતરાયણ પર કેટલાક કાર્યોને કરવા શુભ માનવામાં આવે છે તો બીજી બાજુ કેટલાક કાર્યો વર્જિત માનવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે મકર સંક્રાંતિ ક્યારે થાય છે? સૂર્યનુ કોઈ રાશિ વિશેષ પર ભ્રમણ કરવુ સંક્રાતિ કહેવાય છે. સૂર્ય જયારે મકર રાશિમાં જાય છે ત્યાર મકર સંક્રાતિ થાય છે.

આ સમય પર સૂર્ય ઉત્તરાયન થાય છે. એટલા માટે આ દિવસે કરવામાં આવેલ જાપ અને દાનનુ ફળ અનેક ગણું હોય છે. દર વખતે મકર સંક્રાતિ ૧૪ અને ૧૫ તારીખના રોજ ઉજવવામાં આવે છે, પરંતુ આ વખતે ૧૫ તારીખ ના રોજ સૂર્ય અને શનિનો સંબંધ આ પર્વ સાથે હોવાને કારણે આ ખૂબ જ મહત્વપૂર્ણ છે. ચાલો જાણીએ એવા કયા કામ છે જે આપણે મકરસંક્રાંતિના દિવસે ન કરવા જોઇએ.

૧. આ દિવસે નદીમાં સ્નાન કરીને દાન કર્યા બાદ જ કંઇક ખાવું જોઇએ. સ્નાન કર્યા વગર ભોજનનું સેવન ન કરવુ જોઈએ. એવું માનવામાં આવે છે કે આ દિવસે ગંગા કે કોઈ નદીમાં જઈને સ્નાન કરવુ જોઈએ.

૨. સૂર્ય દેવની કૃપા મેળવવા માટે સંધ્યાકાળમાં અન્નનુ સેવન ન કરવું.

૩. મકર સંક્રાતિના દિવસે ઘરની અંદર કે બહાર કોઈપણ પ્રકારના ઝાડ કે છોડ ન કાપવા કે સફાઈ ન કરવી.

૪. આજના દિવસે કોઇપણ પ્રકારના માદક પદાર્થોનું સેવન ન કરવું જોઇએ. આજના દિવસે દારૂ, સિગરેટ, ગુટકા જેવા પદાર્થોનું સેવન ન કરો. તેના બદલે તલ અને તદલની બનાવટોનું સ્વન તથા દાન કરવું જોઇએ.

૫. આ દિવસે તલ મગ દાળની ખિચડી વગેરેનુ સેવન કરવુ જોઈએ, પરંતુ આ દિવસે મસાલેદાર ભોજન પણ ન કરવુ. અને આ મગની દાળ વસ્તુઓનું યથાશક્તિ દાન કરવુ જોઈએ.

૬. આ શુભ દિવસે મહિલાઓએ વાળ ન ધોવા. મકર સંક્રાતિના દિવસે વાળ ધોવા વર્જિત માનવામાં આવે છે.

૭. મકર સંક્રતિના દિવસે ગાય કે ભેંસનુ દૂધ ન દોહવુ, કારણ કે આ દિવસે ગાયને ધાન ખવડાવવની માન્યતા છે અને તે શુભ દિવસ હોય છે.

૮. આ દિવસે જો તમારા ઘરે કોઈપણ ભિખારી, સાધુ કે વડીલ આવે તો તેને ખાલી હાથે ન જવા દેવા. જે તમારુ સામર્થ્ય કઈ ને કઈ દાન જરૂર કરવું.

૯. આ દિવસે ભોજનમાં પણ સાત્વિકતાનું પાલન કરવું જોઈએ. ભૂલથી પણ લસણ ડુંગળી અને માંસનુ સેવન ન કરવુ જોઈએ, આ પ્રકૃતિનો તહેવાર છે અને હરિયાળીનો ઉત્સવ એટલા માટે આ દિવસે પાકને કાપવાનુ કામ ટાળી દેવુ જોઈએ.

૧૦. મકર સંક્રાતિના દિવસે ભૂલથી પણ કોઇના પર ગુસ્સો ન કરવો. તમારી વાણી પર સંયમ રાખવું. કોઈને ખરાબ ન બોલવું અને દરેક વ્યક્તિ સાથે મધુરતાનો વ્યવ્હાર કરવો.

Admin

Recent Posts

પ્રેેમની બાબતમાંં ખુબ જ ભાગ્યશાળી હોય છેે આ રાશિના જાતકો..

એવું કહેવામાં આવે છે કે પ્રેમ એક સુંદર લાગણી છે. પરંતુ માત્ર ભાગ્યશાળીનો પ્રેમ જ…

12 months ago

જાણો શરીર પરના મસાને દૂર કરવાના આસાન ઘરેલું ઉપાય

શરીર પરની મસ્સા એ તદન વિચિત્ર લાગે છે પરંતુ, તેનાથી કોઈપણ સમસ્યા થતી નથી. તે…

12 months ago

જયોતિષ અનુસાર આ રાશિનાં જાતકો હોય છે શકિતશાળી અને હિંમતવાન

મિત્રો, જ્યોતિષશાસ્ત્ર એ એક એવુ ગૂઢ અને રહસ્યમયી શાસ્ત્ર છે કે, જેમા તમારા આવનાર સમય…

12 months ago

આવા લક્ષણો દેખાય તો જરુર કરાવો થાઇરોઇડનો ટેસ્ટ..

મિત્રો, થાઇરોઇડની બીમારી એ મોટી સંખ્યામાં વસ્તી ધરાવે છે. તેમછતા તે સામાન્ય રીતે સ્ત્રીઓનો રોગ…

12 months ago

માં લક્ષ્મીના આશીર્વાદથી ચમકશે આ રાશિઓનું ભાગ્ય, થશે ધનલાભ..

સિંહ રાશિ : આ રાશી માટે માતા લક્ષ્મીના આશીર્વાથી આજ રોજ તમારે તમારી અગવડતા ને…

12 months ago

આ મંત્રના જાપથી થશે દરેક નકારાત્મક વિચાર દૂર..

મિત્રો, આપણી હિન્દુ પૌરાણિક કથાઓમા મહામૃત્યુંજય મંત્ર એ સૌથી મહત્વપૂર્ણ મંત્ર માનવામા આવે છે. આ…

12 months ago