ઉનાળામાં વાળની સમસ્યા રહેતી હોય તો તેમાંથી છુટકારો મેળવવા કરો આ નુસખા..

હાલ ઠંડકની શરૂઆત થઇ ગઇ છે ત્યારે સ્ત્રીના સૌંદર્યમાં ચાર ચાંદ લગાવતા વાળની માવજત પણ એટલી જ જરૂરી છે. ગરમીની અસર વાળ પર વધારે થાય છે, કારણકે કે ગરમ હવામાં ભેજ વધી જવાને લીધે વાળ પણ રૃક્ષ બની જાય છે. ઉનાળામાં વાળનો ખોડો વધુ પ્રમાણમાં થાય છે. આ ખોડાને ડેન્ડ્રફ તરીકે ઓળખવામાં આવે છે.

ઉનાળા કરતાં શિયાળામાં વાળની સમસ્યાઓ વધારે રહે છે. આમતો ખાસ કરીને સ્ત્રી – પુરૃષ બંનેને વાળની જ સમસ્યા સૌથી વધારે સતાવ્યા કરતી હોય છે, તે છે ડેન્ડ્રફ’ એટલે કે માથામાં થતો ખોડો. બદલાતી ઋતુની સાથે સાથે આપણે પણ બદલાતાં રહેવું પડે છે. બદલાતી ઋતુની ત્વચા અને વાળ ઉપર ઝડપથી અસર થતી હોય છે.

સૌ પ્રથમ તો વાળને સવાર-સાંજ સૂર્યનો કોમળ તડકો અને હવા મળી રહે તેનું ધ્યાન રાખવું જોઇએ.સામાન્ય આદત પ્રમાણે યુવતીઓ વાળની ગૂંચ ઉપરથી કાઢતી હોય છે. પરંતુ ગૂંચ પહેલાં નીચેથી કાઢવી અને ત્યારબાદ ઉપરથી ગૂંચ કાઢવી જેથી કરીને વાળ ઓછા તૂટે.

વાળ ધોવા માટે ઠંડું પાણી અથવા તો નવશેકા પાણીનો ઉપયોગ કરવો જોઇએ. અતિશય ગરમ પાણી વાળને નુક્સાન કરે છે. વાળ ધોવા માટે આયુર્વેદિક શેમ્પૂનો ઉપયોગ કરશો તો વાળ વધુ સારા રહેશે. હેરક્રીમ, હેરલોશન, હેરડાઇ હેરકલર જેવાં દ્વવ્યોથી લાંબે ગાળે વાળને નુક્સાન થાય છે.

મહિલાઓની તણાવભરી જીવનશૈલી, પ્રદૂષણ અને અન્ય ઘણાં પરિબળો છે જે વાળ પર અસર કરે છે, જેથી ખરાબ થઇ ગયેલાં વાળને સુંવાળા અને મુલાયમ બનાવવા માટે હેર સ્પા ટ્રીટમેન્ટ લઇ શકો છો. અને આ ટ્રીટમેન્ટમાં માત્ર પ૦થી ૬૦ મિનિટ જેટલો સમય લાગે છે. આ ટ્રીટમેન્ટથી તમારા વાળને મૂળમાંથી જ પોષણ મળે છે જેથી વાળના રી-ગ્રોથનું પ્રમાણ પણ વધે છે.

માથામાં નાખવા તલ કે કોપરેલનું તેલ વાપરો :- જો તમે વાળ ધોઇને તેલ નાખવાના હો તો તકેદારી રાખો કે વાળ એકદમ સૂકાઇ જાય પછી જ તેલ નાખો. જો તમે રોજ ઓફિસ જાવ છો અને તેલ ન નાખી શકતા હો તો રાતે તેલ નાખી લો અને સવારે માથું ધોઇ નાખવું. આથી આખી રાત દરમિયાન તેલ વાળને પોષણ પૂરું પાડશે.

જેને બારેમાસ શરદી રહેતી હોય અથવા જેને શરદીનો કોઠો હોય તેણે ઠંડાં તેલ જેવાં કે આંમળાં, દૂધી કે બ્રાહ્મી તેલનો ઉપયોગ ટાળવો. તેમણે તલનું તેલ, કોપરેલ, ભૃંગરાજ તેલ વાપરવું જોઇએ.

તેલ માલિશ હંમેશા મૂળમાં આંગળીઓના ટેરવાથી જ કરવી જોઇએ. અને જો તમને તેલ નાખવાનો પણ સમય ન મળતો હોય તો અંતે તમારે માત્ર આંગળીઓના ટેરવાથી માથામાં માલિશ કરવું. અઠવાડિયામાં 2થી 3વાર પણ આમ કરવાથી ઘણો લાભ થાય છે.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *