વધતી ઉંમર ની સાથે સાથે સાંધા ના દુખાવા થવાની શક્યતા વધતી જાય છે. શરીર માં હાડકા નબળા પડવા, જરૂરી કસરત અને ભોજન માં જરૂરી પોષક તત્વો નો અભાવ થી સાંધાનો રોગ ઉત્પન થવા લાગે છે અને વધવા લાગે છે. શરીરમાં વાયુનો પ્રકોપ વધે ત્યારે પણ દૂષિત પદાર્થ સાંધાઓમાં જમા થાય છે, જેથી દુખાવો થાય છે. આજે અમે તમને સાંધાના દુખાવા માંથી રાહત મેળવવા માટેના ઘરેલું નુસખા જણાવીશું. જેમાં છે હળદળ. તો ચાલો જાણી લઈએ કઈ કઈ સમસ્યાઓ સામે રક્ષણ આપે છે હળદરનું તેલ…
હળદરનું તેલ સુવિધાઓથી ભરપુર છે. હળદર પાવડર જેવા અનેક પ્રકારના ગુણધર્મોથી ભરપૂર હોય છે. આ શરીરમાં બળતરા વધવાથી રોકવા માટેના ગુણધર્મો, ત્વચા પર કોઈપણ ફૂગને વધતા અટકાવે છે, વાયરસ અને વાયરલને દૂર કરવાની ક્ષમતા અને શરીરના કોષોમાં થયેલા ભંગાણને સુધારવાની ક્ષમતા આ તેલ માં હોય છે
સાંધાનો દુખાવો દુર કરવા માટે: જે પ્રકારે જૂની ઇજા અથવા દુખાવાથી દુર કરવા માટે હળદરની પેસ્ટ ઉપયોગી થાય છે, તેવી જ રીતે હળદરનું તેલ પણ સાંધાનો દુખાવો દૂર કરવામાં ખૂબ અસરકારક છે. હળવા હાથથી તેને અસરગ્રસ્ત જગ્યાએ અથવા શરીરના સાંધા પર લગાવીને માલિશ કરી શકાય છે. આ ઉપરાંત તમે હળદરના તેલનો ઉપયોગ ખાવાનું બનાવામાં પણ કરી શકો છો.હળદરના તેલમાં બનાવેલ ખોરાક ખાવાથી પાચનતંત્ર સ્વસ્થ રહે છે.
ત્વચાના રોગ માટે: હળદરનું તેલ ત્વચા પર કોઈ પણ રીતે ફંગલ ઇન્ફેક્શન થવા દેતું નથી સાથે જ ત્વચાની સુંદરતાની પણ સંપૂર્ણ કાળજી લે છે. હળદરનું તેલ ત્વચાની સુંદરતાની સાથે આપણી ત્વચાને સરળ, ખીલથી મુક્ત અને નિર્મળ બનાવવાનું કામ કરે છે. હળદરનું તેલમાં પણ કર્ક્યુમિન પણ હોય છે. તે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક એક તત્વ છે, જેમાં ન ખાલી કોષોને સુધારવાની શક્તિ હોય છે પણ હાડકાં અને સાંધાઓને પણ મજબૂત બનાવે છે.
વારંવાર બીમાર પડતા લોકો માટે: હળદર તેલથી શરીરની રોગપ્રતિકારક શક્તિ માં વધારો થાય છે. આવું તેટલા માટે થઈ છે કારણ કે હળદરનું તેલ આપણા શરીરમાં લોહીનો પ્રવાહ વધારવાનું કામ કરે છે. લોહીના પ્રવાહમાં વધારો થવાને કારણે, શરીરમાં ઓક્સિજનનું સ્તર યોગ્ય માત્રાને લીધે ઉર્જા યોગ્ય રીતે થયા રહે છે.આ સ્થિતિમાં જો શરીર કોઈપણ વાયરસ અથવા બેક્ટેરિયાના સંપર્કમાં આવે છે તો આપણું શરીર તે રોગકારક (વાયરસ અથવા બેક્ટેરિયા) ને દૂર કરવા માટે ખૂબ જ ઝડપથી કામ કરે છે.
Leave a Reply