આ વસ્તુની સાથે તુલસીનું સેવન કરવાથી બ્લડ શુગરમાં ઘટાડો થવાની સંભાવના રહે છે.

હિન્દુ ધર્મમાં માનવા વાળા લોકો તુલસીના છોડની પૂજા કરે છે. તુલસીનો છોડ ફક્ત આધ્યાત્મિક કારણોસર જ નહીં પરંતુ આયુર્વેદની દ્રષ્ટિથી પણ ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. તમે એવું સમજી શકો છો કે તુલસીનો છોડ દવા તરીકે અમૃત છે. પ્રાચીન કાળથી લઈને આધુનિક કાળ સુધી તુલસીનો ઉપયોગ દવામાં કરવામાં આવે છે.

જો તુલસીના પાનનું સેવન કરવામાં આવે તો તાવ,શરદી,ઉધરસ, ત્વચા સંબંધિત રોગ અથવા માથાનો દુખાવો દૂર થાય છે. જ્યારે બાળકને ઉધરસ, શરદી હોય છે ત્યારે માતા તુલસીના છોડના પાન ખવડાવે છે. આયુર્વેદમાં તુલસી છોડને ગુણોનો ખજાનો તરીકે વર્ણવવામાં આવ્યા છે. આયુર્વેદમાં કોઈ આડઅસર થતી નથી

પરંતુ જો તમે ઐષધિનું સેવન નિશ્ચિત માત્રામાં કરો છો તો તે ફાયદા આપે છે, પરંતુ જરૂરીથી વધારે પ્રમાણમાં સેવન કરવાથી શરીરને પણ નુકસાન થાય છે.

  • જો કોઈ સ્ત્રી ગર્ભવતી છે તો તેણીએ આ વાતનું ધ્યાન રાખવું પડશે કે તમે તુલસીના પાનનો બિલકુલ વપરાશ ન કરો કારણ કે તુલસીના પાંદડામાં યુજેનોલ તત્વ હોય છે, જેના કારણે  ગર્ભાવસ્થા દરમિયાન જો તુલસીનું સેવન કરવામાં આવે છે તો તે ગર્ભાશયમાં સંકોચન અને માસિક  સ્રાવનું શરૂ થવાનું કારણ બની જાય છે.

 

  • જે લોકો લોહી પાતળુ કરવાની દવાઓ લેતા હોય છે તે તુલસીનું સેવન કરવાનું ટાળવું જોઈએ, કારણ કે દવાઓ સાથે તુલસીના પાનનું સેવન કરવાથી લોહી પાતળુ થવાની ક્ષમતા ઝડપી થઈ જાય છે.
  • જો તમે હાઈપોથાઇરોડિઝમના દર્દી છો તો તમે તુલસીનું સેવન ભૂલથી પણ કરો કારણ કે તેનાથી થાઇરોક્સિનનું પ્રમાણ ઓછું થાય છે.

 

  • સર્જરી કરાવતા લોકોએ તુલસીના પાનનો સેવન બિલકુલ ન કરવો જોઇએ કારણ કે તુલસીના પાનનું સેવન કરવાથી લોહીનું ગઠન(જમાવાનું) ઓછું થાય છે, જે સર્જરી દરમિયાન અથવા સર્જરી પછી લોહી વહેવાનો ભય વધારે રહે છે.
  • તુલસીના પાન ડાયાબિટીઝના દર્દીઓ માટે  હાનિકારક સાબિત થાય છે. જો તમે ડાયાબિટીઝના દર્દી છો અને દવાઓ લઈ રહ્યા છો તો સાથે તુલસીનું સેવન ન કરો કારણ કે તેનાથી બ્લડ શુગરમાં ઘટાડો થવાની સંભાવના રહે છે.

 


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *