આવા લક્ષણો દેખાય તો જરુર કરાવો થાઇરોઇડનો ટેસ્ટ..

મિત્રો, થાઇરોઇડની બીમારી એ મોટી સંખ્યામાં વસ્તી ધરાવે છે. તેમછતા તે સામાન્ય રીતે સ્ત્રીઓનો રોગ માનવામાં આવે છે પરંતુ, તે માનવું યોગ્ય નથી કે પુરુષોને આ સમસ્યા નથી. અહીં થાઇરોઇડના લક્ષણો અને અન્ય સમસ્યાઓ વિશે જણાવીશુ. જો તમને આ લક્ષણો દેખાય છે, તો તરત જ ડોક્ટરની સલાહ લો.

જ્યારે થાઇરોઇડ હોર્મોન જરૂરી માત્રામાં પેદા કરતી નથી ત્યારે પ્રાથમિક હાયપોથાઇરોડિઝમ થાય છે. આવી સ્થિતિ મોટાભાગે આયોડિનની ઉણપને કારણે થાય છે. આ સિવાય સેકન્ડરી હાઈપોથાઇરોડિઝમમા થાઇરોઇડ ગ્રંથિ યોગ્ય રીતે કાર્ય કરે છે પરંતુ, કફોત્પાદક ગ્રંથિ અને મગજના એક ભાગ, હાયપોથાલેમસ, યોગ્ય રીતે કાર્ય કરી શકતા નથી.

થાઇરોઇડના કેટલાક લક્ષણો છે, જે સૂચવે છે કે શરીરમાં થાઇરોઇડની સમસ્યા ઉભી થઈ રહી છે. આવી સ્થિતિમાં, થાઇરોઇડની તપાસ કરવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ બીમારીથી થતી સમસ્યાઓથી યોગ્ય સમયે સારવારથી મુક્તિ મળી શકે છે. તો ચાલો જાણીએ તેના લક્ષણો વિશે, આ બાબતો ધ્યાનમાં રાખવી ખૂબ જ મહત્વપૂર્ણ છે .

કોઈપણ ભારે કામ કર્યા પછી પણ જો તમને થાક ના લાગે અને દિવસભર સુસ્ત રહે તો તમારે થાઇરોઇડની તપાસ કરાવી લેવી જોઈએ. ખોરાક ખાધા પછી પણ ભૂખ લાગવી એ પણ થાઇરોઇડનું મહત્વનું કારણ હોઈ શકે છે. જો શરીરમાં લોહીમાં અચાનક વધારો થાય છે તો પછી તમે થાઇરોઇડનો શિકાર બની શકો છો.આ કિસ્સામા થાઇરોઇડ તપાસ અવશ્યપણે કરાવવી.

આહારની સંપૂર્ણ કાળજી લીધા પછી પણ જો તમારુ વજન ઝડપથી ઓછુ થઈ રહ્યુ છે તો પછી તમારા સ્વાસ્થ્ય પર વિશેષ ધ્યાન આપો. આનુ મુખ્ય કારણ થાઇરોઇડ પણ હોય શકે છે. જો તમે કોઈ કારણ વિના તણાવમાં છો તો પણ થાઇરોઇડ પરીક્ષણ માટે અવશ્યપણે કરી લેવુ.

આ સિવાય તમારી આસપાસની વસ્તુઓ ભૂલી જવી અને મગજ પર વધારે પડતો ભાર મૂકવો એ પણ થાઇરોઇડ નુ પ્રાથમિક કારણ સાબિત થઇ શકે છે. આ સિવાય જે સ્ત્રીઓને માસિકના સમયકાળ દરમિયાન વધુ રક્તસ્રાવ અથવા પીડા લાગે છે. તેમણે તેમની તપાસ કરાવવી જોઈએ.

અમેરિકન થાઇરોઇડ એસોસિએશન મુજબ થાઇરોઇડની તપાસ ૩૫ વર્ષની વયે થવી જોઈએ અને દર પાંચ વર્ષ પછી તેની તમારે નિયમિતપણે તપાસ કરાવી લેવી જોઈએ. જેથી તમે આ ગંભીર રોગથી બચી શકો. આ સમસ્યા મહિલાઓ અને પુરુષો બંનેને થઇ શકે છે. જો કે, થાઇરોઇડની બીમારી સ્ત્રીઓ સાથે વધુ પડતી સંકળાયેલ જોવામાં મળે છે.

જો સમયસર હાઈપોથાઇરોડિઝમનો ઉપચાર ન કરવામાં આવે તો, આ રોગ કેટલીકવાર વ્યક્તિને કોમાની સ્થિતિ તરફ દોરી જાય છે અથવા તો મૃત્યુ પણ કરી શકે છે.બીજી બાજુ, જો થાઇરોઇડ સાથે લડતા બાળકોની યોગ્ય સમય પર સારવાર કરવામાં નહીં આવે, તો તેમનામાં જીવલેણ માનસિક વિકૃતિઓ ઉભી થઈ શકે છે.

આ ઉપરાંત મળતી માહિતી મુજબ, આ રોગથી પીડિત મોટાભાગના લોકો હૃદયની નિષ્ફળતાને કારણે મૃત્યુ પામે છે. માટે જો તમે પણ થાઈરોઈડની સમસ્યાથી પીડાઈ રહ્યા હોવ તો આ બાબતો અંગે વિશેષ સાવચેતી રાખવી જેથી, તમારું સ્વાસ્થ્ય નીરોગી અને તંદુરસ્ત રહે.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *