આ વસ્તુનું સેવન કરવાથી થઈ શકે છે એસીડીટીની સમસ્યા, જાણો કી છે આ વસ્તુઓ

ધારે એસિડિક પદાર્થોના સેવનથી પાચન શક્તિ પર અસર પડી શકે છે. આવા પદાર્થોને આપણું શરીર સરળતાથી પચાવી શકતું નથી. જેના પરિણામ સ્વરૂપ એસીડીટી થાય છે,આમાં રાહત મેળવવા માટે સરળતાથી પચી શકે તેવા ખોરાકનું સેવન કરવું જોઈએ. જેનાથી પેટમાં એસિડનું પ્રમાણ નિયંત્રણમાં રહે.મોટાભાગે બહારનું ખાવાનું ખાવું અથવા તળેલું ખાવાથી તમારું પેટ ફૂલી જાય છે.

આ સાથે જ એસિડિટી જેવી સમસ્યા થવા લાગે છે. આ તેવી સમસ્યા છે જે સાંભળવામાં તો નાની લાગે છે પરંતુ જ્યારે તેનો સામનો કરવો પડે છે ત્યારે એસિડિટીનો દુખાવો અસહનીય હોય છે. નીચે આપેલા પદાર્થોનું સેવન ઓછી માત્રામાં કરવું :

  • ફળો સ્વાસ્થ્ય માટે લાભદાયક હોય છે, જોકે ખાટા ફળો ભૂખ્યા પેટે લેવામાં આવે તો એસીડીટી નું કારણ બને છે. સંતરા ,લીંબુ ,ટામેટા જાંબુ વગેરે ફળો વધારે એસિડ હોય છે અને હાર્ટ એટેક માટે જવાબદાર બની શકે છે, માટે ક્યારેય ખાલી પેટે ખાટા ફળો નુ સેવન ના કરવું જોઈએ .
  • ચોકલેટ નો સ્વાદ દરેકને પસંદ હોય છે, પરંતુ પેટ માટે તે ઘણી નુકસાનદાયક સાબિત થઇ છે. આમાં કેફીન અને થ્રિયોબ્રોમાઇન જેવા પદાર્થો હોય છે, જે એસીડીટી માટે કારણભૂત બને છે. તેમજ આમાં વધારે પ્રમાણમાં ફેટ પણ હોય છે જે એસિડ નું કારણ બને છે અને ચોકલેટમાં કોકો પાવડર વધારે હોવાથી તે રિફલક્સને વધારે છે. માટે ચોકલેટનું સેવન બને તેટલું ટાળવું જોઈએ.

 

  • ફેટી ખોરાક પણ વધારે એસિડ હોય છે ,તેમજ પેટમાં લાંબા સમય સુધી રહે છે. જેનાથી એસીડીટી થવાની શક્યતા વધે છે.વધારે તળેલો કે માંસાહારી ખોરાક ન લેવો કારણ કે તેનું પાચન થવામાં વધારે સમય લાગે છે .
  • પેટમાં એસિડ પેદા કરવામાં સોડા અને અન્ય કાર્બોનેટ પીણાં મહત્વની ભૂમિકા ભજવે છે. કાર્બોનેટના પરપોટા પેટની અંદર ફેલાય છે. વધારે દબાણના લીધે બળતરા માટે જવાબદાર બને છે. હકીકતમાં, સોડામાં પણ કેફિન હોય છે, જે એસિડ બનાવવામાં યોગદાન આપે છે.

 

  • બીયર અને વાઈના જેવા માદક પીણા ન ફક્ત પેટમાં ગેસ્ટ્રિક એસિડ નો વધારો કરે છે પરંતુ શરીરને ડીહાઈડ્રેટ કરીને એસિડ બનાવે છે. જ્યારે તમે આલ્કોહોલનું સેવન કરો છો ત્યારે સોડા કે કાર્બોનેટ પીણા સાથે તેને લેવાનું ટાળવું જોઈએ.
  • એક દિવસમાં એક વખત ચા કોફીનું સેવન ચાલે,આમનુ વઘારે સેવન એસીડીટી તરફ ધકેલે છે. કારણ કે આમાં કેફીન વધારે પ્રમાણમાં હોય છે. કેફીનના સેવનથી પેટમાં ગેસ્ટ્રિક એસિડનો સ્ત્રાવ થાય છે જેનાથી એસીડીટી થાય છે. ક્યારેય ખાલી પેટ ચા કે કોફી ના લેવા જોઈએ.

 

  • વધારે પ્રમાણમાં મસાલાયુક્ત ભોજન સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. મરચું,ગરમ મસાલો અને કાળી મરી કુદરતી જએસિડિક  સ્વભાવ ધરાવે છે, વધારે સેવનથી એસિડ બનવા લાગે છે. આ ત્યારે જ સ્વાસ્થ્યપ્રદ હોઈ શકે છે જ્યારે તેનું સેવન મર્યાદિત માત્રામાં કરવામાં આવે.

 

 

 

 


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *