આ ઉપાય નિયમિત કરવાથી તમે માત્ર 10 થી 12 દિવસમાં તમારો વજન ઓછો કરી શકશો

મોટાપો ઓછો કરવાનું ત્યારે ખુબ મુશ્કિલ થઇ જાય છે. વજન ઘટાડવાના અનેક ઉપાય અને કરસતો કરીને જો થાકી જતાં હોય છતાં તેનું પરીણામ ન મળતું હોય તો આજ પછી તમે ચિંતામુક્ત થઈ જશો.વજન જો નિયંત્રણમાં ન હોય તો તેના કારણે ડાયાબિટીસ, હૃદયની બીમારીઓ પણ થઈ શકે છે. વધેલા વજનના કારણે આત્મવિશ્વાસ પણ ડગમગી જાય છે.

આજે અમે તમારા માટે મોટાપો ઓછો કરવા માટેના એવા ઉપાયો લઈને આવ્યા છીએ જેના માટે તમારે ન તો જીમમાં કસરત કરવાની જરૂર છે કે ન તો વજન ઓછો કરવા માટેની દવાની.આ ઉપાય નિયમિત કરવાથી તમે માત્ર 7 થી 10 દિવસમાં તમારો વજન ઓછો કરી શકશો. સવારે ઉઠીને કરવું આ કામ તમારા દિવસની શરૂઆત 2 ગ્લાસ નવશેકું પાણી પી ને કરો.

તેનાથી કબજિયાતની સમસ્યા દૂર થઈ જશે શરીરથી ટોક્સિન્સ નીકળી જાશે જે મોટાપો ઓછો કરવા માટે પૂરતું છે.પાણી શરીરમાંથી વિષયુક્ત પદાર્થો, વધારાના સોડિયમને દૂર કરવામાં મદદ કરે છે.નવશેકું પાણી શરીર માંથી વધારાની કેલરીને ઓગાળી નાખે છે જેને લીધે મોટાપો પણ ઓછો થાવા લાગે છે. આ વસ્તુ ખાવાથી બચવું

બને ત્યાં સુધી કેક,કૂકીઝ,મર્ફીસ,બ્રેડ,પેસ્ટ્રી,બેકરી પ્રોડકસ જેવી ખાદ્ય વસ્તુઓથી બને ત્યાં સુધી દૂર રહો.તેલમાં તળેલી વસ્તુઓને બદલે સેકેલી વસ્તુઓ ખાવાનું રાખો.સાંતળેલી કે સેકેલી વસ્તુઓ શરીરમાં ચરબી બનવા નથી દેતી. આ સિવાય આલ્કોહોલ,કોલ્ડ ડ્રિંક્સ અને મીઠાઈઓ ખાવાથી બચવું જોઈએ.

સવારનો નાસ્તો તમારા સવારના નાસ્તામાં 250 ની અંદર આવનારો કેલેરીયુક્ત જ ખોરાક લેવો જોઈએ.ઈડલી સંભાર,એપ્પલ સ્મૂદી અને બદામ,કોર્ન ફ્લેક્સ અને દૂધ પણ લઇ શકો છો. આ સિવાય તમે નાસ્તાની સાથે સાથે ગ્રીન ટી પણ લઇ શકો છો. જલ્દી વજન ઘટાડવા માટે વેજીટેબલ સુપ પણ ખુબ ફાયદેમંદ છે.

જેમાં વિટામિન્સ,મિનરલ્સ અને અન્ય ન્યુટ્રીએંટ્સ હોય છે,જો કે નાસ્તાના અમુક સમય પછી તમને ભૂખ લાગે છે તો તમે ગ્રીન ટી ની સાથે સાથે લાઈટ બિસ્કિટ ખાઈ શકો છો અથવા તો કેળા, સફરજન, તરબૂચ જેવા ફળો પણ ખાઈ શકો છો. બપોરનું ભોજન બપોરના ભોજનમાં તમારે 300 કેલેરી યુક્ત ખોરાક ખાવાનો રહેશે.

જેના માટે તમે વેજીટેબલ સૂપ લઇ શકો છો.આ સિવાય બાફેલા શાકભાજીઓ અને દાળ-ભાત પણ ખાઈ શકો છો.એક રોટલીમાં 71 કેલરી હોય છે માટે તમે એક કે બે રોટલીની સાથે બાફેલા શાકભાજી ખાઈ શકો છો. ધ્યાન રાખો કે બને ત્યાં સુધી શાકભાજી માટે એક એક નાની ચમચી તેલ નો જ ઉપીયોગ કરો.વધારે તેલનો ઉપીયોગ મોટાપાનું કારણ બને છે.

ખાવાની આદતને બદલો જો તમે ઝડપથી તમારું વજન ઓછું કરવા માંગો છો તો સૌથી પહેલા તમારી ખાવાની આદતને બદલવાની રહેશે.વધારે પડતી શ્યુગર,કેલેરી,બેક્ડ વસ્તુ,તળેલો ખોરાક,વેગરેથી દૂર રહેવું જોઈએ.આ બધી વસ્તુઓમાં વધારે પડતો જ ફેટ હોય છે જે મોટાપો વધારવા માટે પૂરતું છે.

સાંજના નાસ્તામાં તમે વેજિટેબલ ગ્રિલ્ડ બ્રાઉન બ્રેડ સેન્ડવીચ ખાઈ શકો છો.  ફ્રૂટ જ્યુસ પણ લઇ શકો છો.સંતરાનું જ્યુસ વધારે ફાયદેમંદ રહે છે.સંતરામાં વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે જે શરીરમાં ચરબીને વધતી અટકાવે છે. સાંજના નાસ્તમાં તમે સૂકા મેવા જેવા કે બદામ,પિસ્તા અને અખરોટ પણ ખાઈ શકો છો જેનાથી તમને લાંબા સમય સુધી ભૂખ નહિ લાગે અને વજન પણ નિયંત્રણમાં રહેશે.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *