પીપળાનું વૃક્ષ એક માત્ર એવું વૃક્ષ છે જે 24 કલાક ઓક્સીજન આપે છે અને આપણે જીવતા રેહવા માટે ઓક્સિજન લેવો ખૂબ જ જરૂરી છે.પીપળાના પાન સ્વાસ્થ્ય માટે લાભદાયી છે.આયુર્વેદ અનુસાર પીપળાના વૃક્ષ નો દરેક ભાગ ઔષધીય ગુણધર્મોથી સમૃદ્ધ છે.તેનો ઉપયોગ પ્રાચીન સમયથી ઘણા રોગોને દૂર કરવા માટે થાય છે.
કારણ કે પ્રાચીન સમયમાં ઋષિ મુનિઓ પીપળાના વૃક્ષ નીચે ધ્યાનમાં બેસતા હતા.આ ઉપરાંત,ગૌતમ બુદ્ધને પીપળાના વૃક્ષ નીચે બેસી ને જ્ઞાન પ્રાપ્ત થયું હતું.પીપળો ભારતમાં સર્વત્ર થાય છે. તેનું વૃક્ષ ખૂબ ઊંચુ અને ઘણાં મોટા વિસ્તારમાં થાય છે. પીપળો પવિત્ર હોવાથી હિંદુઓ આ વૃક્ષને કાપતા નથી અને તેનાં લાકડાનો બળતણ તરીકે ઉપયોગ કરતા નથી.
આયુર્વેદ પ્રમાણે પીપળો તૂરો અને મધુર, શીતળ, ભારે, કફ અને પિત્તશામક, વર્ણ સુધારનાર, સોજો ઉતારનાર, પીડાશામક તથા રક્ત શુદ્ધિકર છે. તેના પાકા ફળ હૃદય માટે હિતકારી, શીતળ, કફ-પિત્તનાશક, બળતરા, ઊલટી અને અરુચિ મટાડનાર છે.
તેની લાખ કડવી, તૂરી, બળકર, પચવામાં હળવી, ફ્રેકચરને જોડનાર, રંગ સુધારનાર, શીતળ તથા કફ, પિત્ત, શોષ, ઉધરસ, રક્તસ્ત્રાવ છાતીમાંથી લોહી પડવું, દમ, રક્તનાં રોગો અને બળતરાને મટાડે છે. તેની છાલ બળપ્રદ, વાજીકર તથા રક્તસ્ત્રાવને અટકાવનાર છે.રાસાયણિક દ્રષ્ટિએ પીપળાની છાલમાંથી ટેનિન ૪%, રબર તથા મીણ મળી આવે છે.
પીપળાની લાખમાં રક્તસ્ત્રાવને મટાડવાનો ઉત્તમ ગુણ રહેલો છે. નાક, છાતી, આંતરડા વગેરે શરીરનાં કોઈપણ આંતરિક કે બાહ્યભાગમાંથી લોહી પડતું હોય તેમાં પીપળાની લાખ અડધી અડધી ચમચી સવાર-સાંજ ઘી અને સાકરમાંભેળવીને દૂધ સાથે પીવાથી લાભ થાય છે. પીપળાની લાખ બોરડીની લાખ કરતા પણ કીમતી ગણાય છે. પીપળાના પાનમાં પણ રક્તસ્ત્રાવને અટકાવવાનો ગુણ રહેલો છે.
સ્વાસ્થ્ય ની દ્રષ્ટિએ પીપળા ને બહુ ગુણકારી માનવામાં આવે છે.આયુર્વેદમાં ઘણી દવાઓ બનાવવા માટે પીપળાના પાનનો ઉપયોગ થાય છે.આ ઉપરાંત, હૃદયની ઘણી બીમારીઓથી રક્ષણ માટે પીપળાના પાન ખૂબ ફાયદાકારક સાબિત થયા છે.આજે,અમે તમને આ લેખ દ્વારા પીપળાના પાન થી થતાં ફાયદા વિષે માહિતી આપવા જઇ રહ્યાં છીએ.
દાંત માટે છે ફાયદાકારક: જો તમે તમારા દાંતને તંદુરસ્ત અને સફેદ રાખવા માંગો છો, તો તે માટે તમે તમારા દાંત સાફ કરવા માટે પીપળાના દાતણનો ઉપયોગ કરો.જો તમે પીપળાના દાતણથી તમારા દાંતને સાફ કરો છો તો તેનાથી તમારા દાંતની પીડા દૂર થશે.તમે આ માટે 10 ગ્રામ પીપળાની છાલ અને 2 ગ્રામ કાળા મરીને પીસી ને દાંત માટેનું મંજન બનાવી શકો છો.જો તમે તેનો ઉપયોગ કરો છો, તો તમને દાંતની સમસ્યાઓથી રાહત મળશે.
હૃદય સંબંધિત બીમારીઓનું જોખમ ઘટશે.: જો તમે હૃદય સંબંધિત બીમારીઓથી દૂર રહેવા ઇચ્છતા હોવ તો તમે પીપળાના 15 તાજા લીલાં પાંદડા સારી રીતે ગ્લાસમાં ઉકાળો.ત્યાં સુધી ઉકાળો જ્યાં સુધી તે અડધા ના રહી જાય તેના પછી ઠંડુ કરી ને ગાળી લો.આ કાઢાને દિવસ માં 3 વાર પીવો.જો તમે આવું કરો છો તો હૃદય સંબંધિત રોગોનું જોખમ ઘટે છે.
શરદી ઉધરસ કરે છે દૂર: મોસમના પરિવર્તન થી થતી શરદી ઉધરસને દૂર કરવા માટે પીપળાના પાન ખૂબ ફાયદાકારક છે. આ માટે પીપળાના 5 પાનને દૂધ સાથે ઉકાળી લો.હવે તેમાં ખાંડ ઉમેરીને સવાર- સાંજ પીવાથી રાહત મળે છે.
અસ્થમામાં ફાયદાકારક.: અસ્થમાની સમસ્યાઓ ધરાવતા લોકો માટે પીપળા નું વૃક્ષ એ અચૂક ઔષધિ છે.આ માટે,પીપળાની છાલનો અંદરનો ભાગ બહાર કાઢી ને તેને સૂકવવું પછી તે સુકાઈ ગયા બાદ તેનું ચૂર્ણ બનાવો અને આ ચૂર્ણને પાણી સાથે અસ્થમા ધરાવતા વ્યક્તિઓ એ પીવાથી ખૂબ લાભ થશે.
રક્તસ્ત્રાવમાં અસરકારક: જે લોકો ને આંખમાંથી લોહી નીકળવાની સમસ્યા હોય તે લોકો પીપળાના કાચા પાન તોડી લે અને તેનો રસ કાઢી ને તેના અમુક બુંદ નાક માં નાખવાથી આ સમસ્યામાં રાહત મળે છે.
Leave a Reply