જીવન સાથે જોડાયેલી નાની-મોટી બાબતો એક એવું વિષચક્ર બનાવે છે કે જેમાંથી છુટવું અશક્ય લાગે છે. આજના આ દોડધામવાળા યુગે ભોજન વ્યવસ્થાને વેર-વિખેર કરી નાંખી છે જ્યારે કે જીવનને સ્વસ્થ્ય અને નિરોગી બનાવી રાખવા માટે ખોરાક મહત્વનો છે. શરીરની મોટા ભાગની બિમારીઓ તો ખોરાકની અનિયમિતતા અને ખરાબ ટેવોને લીધે જ થાય છે.
એટલા માટે તો આહાર સ્વસ્થ રક્ષાનો મૂળ આધાર છે.સંસારમાં એવી કોઈ વ્યક્તિ નથી જે દુઃખી થવા ચાહતી હોય, સુખની ચાહ પ્રત્યેક વ્યક્તિની હોય છે, પરન્તુ સુખી જીવન ઉત્તમ સ્વાસ્થ્ય પર નિર્ભર કરે છે. હાલના સમયમાં તંદુરસ્તી પર ધ્યાન આપવું ખુબ જ જરૂરી થઈ ગયુ છે. લોકોની લાઈફસ્ટાઈલ એવી થઈ ગઈ છે કે શરીર સ્થૂળતા અને બિમારીઓનું ઘર બની ગયુ છે.
આથી પોતાને ફિટ રાખવા માટે કસરત અને યોગની સાથે સાથે વ્યવસ્થિત ડાયટ પણ જરૂરી છે. યાદ રાખો કે આહાર માણસની જીંદગીની એકદમ અનિવાર્ય આવશ્યકતા છે. જો તમે તંદુરસ્ત રહેવા માંગતા હોય તો આજે અમે તમને જણાવીશું કે તમારા ડાયટમાં આ ત્રણ વસ્તુઓને સામેલ કરવાથી તમારી લાઈફ બદલાઈ જશે. આવો જાણીએ તેના વિષે …
ગોળ : ગોળમાં કેલ્શિયમની સાથે ફોસ્ફરસ પણ હોય છે. જે હાડકાઓને મજબૂત કરે છે. આથી રોજ ગોળની સાથે આદુનું સેવન કરવાથી ઘુંટણના દુખાવામાં રાહત મળે છે. તેમજ શરદી-ખાંસીની તકલીફ ઓછી થાય છે. ગોળ ત્વચા માટે ફાયદાકારક છે. તેમજ ત્વચાને લગતી અન્ય બિમારીઓથી પણ છુટકારો મળે છે.
જવ : જવ તંદુરસ્તી માટે વરદાન સ્વરૂપ છે. તેમાં ભરપૂર માત્રામાં ફાયબર હોય છે. જે પેટ માટે ખુબ જ ફાયદાકારક હોય છે. તે પેટની ગરબડને પણ ઠીક કરીને પેટને ઠંડુ રાખે છે. જવ ખાવાથી ભૂખ ઓછી લાગે છે. એટલે તો વજન ઓછુ કરવામાં મદદરૂપ થાય છે. તેમાં ગ્લાઈમેક્સ ઈન્ડેક્સ હોય છે, આથી તે ડાયાબિટીસ ઓછુ કરે છે.
મખાના : તેમાં એન્ટિઓક્સિડેન્ટ વધારે હોય છે. જે વધતી ઉંમરના લક્ષણોને ઓછા કરવામાં મદદ કરે છે. તે કેલ્શિયમથી ભરપૂર હોવાના કારણે ઘુંટણના દુખાવામાં પણ રાહત આપે છે. એનહેલ્ધી કોલેસ્ટ્રોલ દૂર કરવાની સાથે તે હ્રદય સાથે જોડાયેલી બિમારીઓને દૂર કરે છે. રાત્રે સુતી પહેલા એક ગ્લાસમાં દૂધની સાથે મખાનાનું સેવન સારી ઊંધ આપે છે.
Leave a Reply