દરેક વ્યક્તિને ઊંઘવું ખૂબ ગમે છે. વ્યક્તિ ખોરાક અને પાણી વિના થોડા દિવસ ચલાવી પણ શકે છે પરંતુ ઊંઘ કર્યા વિના એક રાત પણ ચાલતું નથી. સામાન્ય રીતે દરેક લોકો ની સુવા ની રીત અલગ અલગ હોય છે. અને આપણે એ જાણવું ખુબજ જરૂરી છે કે સુવાથી પણ આપણને ઘણા બધા નુકશાન થાય છે. શ્રેષ્ઠ અને આરામદાયક ઊંઘ માટે કેટલીક વાતોનું ધ્યાન રાખવું પણ જરૂરી છે.
તમે કઈ દિશામાં સૂવો છો તે પણ તમારા જીવન પર ઘણી અસર કરે છે. સુવા ના પણ કેટલાક નિયમો હોય છે જે ને ધ્યાનમાં રાખવા ખુબજ જરૂરી છે. આપણા ભારતીય શાસ્ત્રોમાં આપણા ઋષીમુનીઓ અનેક રિચર્સ કર્યા પછી અને શાસ્ત્રોને અનુસરીને કેટલાક નીતિ નિયમો બનાવ્યા છે. જેમાં ઉલ્લેખ છે કે કેવી રીતે શયન કરવુ કઈ દિશામાં સુવુ.
શયનના નિયમો : મનુસ્મૃતિ અનુસાર ક્યારેય ઘરમાં એકલુ સુવુ ન જોઈએ. દેવભૂમિ કે સ્મશાનમાં સુવુ ન જોઈએ. વિષ્ણુસ્મૃતિ અનુસાર કોઈ સુતેલા મનુષ્યને અચાનક જગાડવા ન જોઈએ. ચાણક્યાનિતિ અનુસાર વિદ્યાર્થી, નોકર અને દ્વારપાળ જો વધારે સમય સુતેલા હોય તો તેમને જગાડી દેવા જોઈએ. દેવીભાગવત અનુસાર સ્વસ્થ મનુષ્યે બ્રહ્મમૂહુર્તમાં ઉઠવુ જોઈએ.
પશ્ચિમ દિશા તરફ જે લોકો માથું રાખીને સુવે છે તેઓના જીવનમાં ઘણી ચિંતાઓનો સામનો કરવો પડે છે અને સુતા સમયે પણ તેમનું મન શાંત નથી થતું. જેના કારણે તેઓ ચીડિયા થવા માંડે છે. જે લોકો ઉત્તર દિશા તરફ સૂતા હોય છે તેઓ જીવનમાં ઘણા પ્રકારનાં નુકસાનનો સામનો કરે છે અને આ દિશા તરફ સૂવાથી તેમનું જીવનકાળ ઓછું થાય છે. તેથી જો તમે આ દિશા તરફ તમારું માથું રાખીને સૂઈ જાઓ છો, તો તરત જ તમારી દિશા બદલો અને ફક્ત યોગ્ય દિશામાં સુવો.
પદ્મપુરાણ અનુસાર ખુબજ અંધારામાં ક્યારેય સુવુ ન જોઈએ. અત્રિસ્મૃતિ અનુસાર ભીના પગે સુવુ નહી. મહાભારત અનુસાર તુટેલા પલંગ પર તેમજ એઠા મોંઢે સુવુ ન જોઈએ. ગૌતમધર્મસૂત્ર અનુસાર નિર્વસ્ત્ર થઈને સુવુ ન જોઈએ.
આચારમયુર અનુસાર પૂર્વ તરફ મોં રાખીને સુવાથી વિદ્યા, પશ્ચિમ તરફ મોં રાખવાથી ચિંતા, ઉત્તર તરફ મોં રાખવાથી મૃત્યુ, દક્ષિણ તરફ મોં રાખવાથી ધન તેમજ આયુષ્યની પ્રાપ્તિ થાય છે. દિવસમાં ક્યારેય નહી સુવુ કેમકે કિસ્મત ખરાબ થાય છે. બ્રહ્મવૈવર્તપુરાણ દિવસમાં સૂર્યોદય તેમજ સૂર્યાસ્ત સમયે સુવાથી રોગ અને દરિદ્રતા ઘેરી લે છે. ડાબા પડખે સુવાથી સ્વાસ્થ્ય સારૂ થાય છે. લલાટ પર તિલક લગાવીને સુવાથી અપશુકન થાય છે આથી તિલક હટાવીને પછી જ સુવુ જોઈએ.
જો ઉપર જણાવ્યા મુજબ કેટલાક ખાસ નિયમોનું ધ્યાન ના રાખવામાં આવે તો જીવનમાં ખુબજ મોટી મુસીબત નો સામનો કરવો પડે છે જે વ્યક્તિ ને ખબર પણ નથી રહેતી કે જોવાન માં આવીમોતી મુસીબત આવી ક્યાંથી અને તેની પાછળનું કારણ શું હશે. અજાણતા જ જો સુવા માં આટલી બાબતો નું ધ્યાન ના રાખવામાં આવે તો ખુબજ મોટી આફત આવી પડે છે. તેથી હંમેશા આટલી બાબતો નું ધ્યાન રાખવું ખુબજ જરૂરી છે.
Leave a Reply