વાસ્તુના જણાવ્યા અનુસાર સૂર્ય ડૂબ્યા પછી એવી અમુક કૃતિઓ ઘરની સુખ-શાંતિ છીનવી લે છે, સાથે સાથે તમને ગરીબ પણ બનાવે છે. આપણે ઘણી વાર વડીલો પાસેથી સાંભળીએ છીએ કે સુર્યાસ્ત પછી આ ન કરવું જોઈએ.. છતાં પણ ઘણીવાર આપણે એવી વસ્તુઓ કરીએ., જેથી માતા લક્ષ્મી રિસાઈ શકે છે.
અમુક એવા કામ કરવાથી ઘરમાં ગરીબી પણ આવી શકે છે. આપણા હિંદૂ ધર્મમાં સંધ્યાકાળનું અતિ વિશેષ મહત્વ છે. તો અનેક એવા પણ કાર્ય છે કે જે સંધ્યાકાળ પછી ન કરવા જોઈએ. તેમછતાં જો કરવામાં આવે તો નુકસાન વેંઠવું પડે છે. ખાસ કરીને ઘરની આર્થિક સ્થિતિ પર તેની વિશેષ અસરો જોવા મળે છે
ઘણીવાર એવુ થાય છે કે કુંડળી કે જીવનમાં ખરાબ ગ્રહને કારણે ઘણી બધી સમસ્યાઓનો સામનો કરવો પડે છે એવું પણ લોકો માનતા જ જોવા મળે છે. અને ઘણી વખત દરેક વ્યક્તિ જાણતા અજાણતા કઈક ને કઈક એવા કામ કરે છે કે જેનાથી તેને આ પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડે છે.
ઘણી વખતે એવી બાબતો હોય છે કે જેને આપણે નજરઅંદાજ કરીએ છીએ પણ તે આપણા સુખ-દુઃખમાં વિશેષ અસર પેદા કરે છે. તો ચાલો જાણી લઈએ એવા ક્યાં કામ છે જે સુર્યાસ્ત પછી ન કરવા જોઈએ. સાંજ ઢળ્યા પછી ક્યારે પણ પથારી માં બેસી ને ખાવું ના જોઈએ. કારણકે એનાથી ઊંઘતા સમય તમારા પર નકારાત્મકતા હાવી થઈ શકે છે. એનાથી ખરાબ સપના જોઈ શકો છો.
સફેદ વસ્તુનું દાન :- જ્યોતિષવિદ્યા અનુસાર એવું પણ કહેવામાં આવ્યું છે કે સુર્યાસ્ત બાદ કોઈ પણ વ્યક્તિને દૂધ, દહીં અથવા અન્ય સફેદ વસ્તુ આપવી જોઈએ નહીં. કારણકે એવું માનવામાં આવે છે સુર્યાસ્ત બાદ સફેદ વસ્તુનું દાન યોગ્ય શકાતું નથી. અને આમ સફેદ વસ્તુનું દાન માટે ચંદ્ર પણ સફેદ હોવાથી એવું માનવામાં આવે છે કે તમારું ચંદ્ર ગ્રહ નબળું થઈ શકે છે.
છોડ- વૃક્ષના પાન :- સુર્યાસ્ત બાદ ક્યારેય પણ કોઈ પણ નાના એવા છોડ- વૃક્ષના પાન પણ તોડવા ન જોઇ. એવું માનવામાં આવે છે કે શાસ્ત્રો અનુસાર છોડ કે વૃક્ષ માં પણ જીવ હોય છે, એટલા માટે એવું માનવામાં આવે છે કે સુર્યાસ્ત બાદ પણ તોડવાથી એમનું અપમાન થયેલું ગણવામાં આવે છે.
આપણી હિંદુ સંસ્કૃતિ મુજબ સાંજના સમયે લોકો ઘરના મુખ્ય દ્વાર મોટા ભાગે ખુલા જ મુકે છે. અને એવું પણ માનવામાં આવે છે કે આ સમય ઘરમાં લક્ષ્મીજીનુ આગમન થાય છે. પરંતું આવા સમયમાં ધન કોઈ બીજાને આપવુ એ લક્ષ્મીને વિદાય કરવા સમાન માનવામાં આવે છે.
ઘરમાં અંધારું ના રાખવું :- સુર્યાસ્ત પછી ક્યારે ઘરમાં અંધારું ના રાખો. એવું કરવાથી ઘરમાં નકારાત્મકતા આવી શકે છે. એનાથી બચવા માટે ભગવાનની સામે દીવો જરૂર પ્રગટાવો અને ઘરની લાઈટો ચાલુ રાખવી.
Leave a Reply