આજના દોડધામ ભરેલા જીવનમાં આપણા પૂર્વજોની જીવનશૈલીનું પાલન કરવું શક્ય નથી., પરંતુ નિયમાનુસાર ઊંઘ, સ્નાન, ભોજન અને અન્ય કામ કરવાથી શરીર નિરોગી અને સ્વસ્થ રહે છે. સ્નાન કરવું ખુબ જ જરૂરી છે. રોજ સ્નાન કરવું જ જોઈએ. રોજ સ્નાન કરવું ખુબ જ જરૂરી પણ છે.
સૂર્યોદય પહેલા સ્નાન કરવું એ સ્નાન શ્રેષ્ઠ માનવામાં આવે છે. સ્નાન ન કરવાથી ધીમે ધીમે શરીરનું સંતુલન બગડી જશે .પરંતુ ઘણા લોકો આ વાત નથી જાણતા હોતા કે સ્નાન ક્યારે અને કેવી રીતે કરવાથી શું શું લાભ થાય અને શું શું નુકશાન થાય છે.
આપણા જીવન માં ઘણી વાર એવું બને છે કે આપણે ઘણી બધી ભૂલો કરી બેસીએ છીએ અને આપણને એ ખબર પણ નથી હોતી. અને આ ભૂલ નું પરિણામ એટલું ખરાબ આવે છે જે વિષે કોઈ એ કલ્પના ક્યારેય નહિ કરી હોય. અમે તમને આજે સ્નાન કરીને પછી તમારા થી થતી ભૂલ વિષે જણાવીશું.
શાસ્ત્રોમાં સ્નાનનું વિશેષ મહત્વ રહેલુ છે કોઇ પણ પૂજા પાઠ કરતી વખતે પવિત્રતા જાળવીને સ્નાન કરી તન મનને શુદ્ધ કરી સંકલ્પ કરી ત્યાર બાદ પૂજા અર્ચના કરવામાં આવે છે. સ્નાન કરવાના કેટલાક ખાસ નિયમો છે સનાતન ધર્મમાં પ્રત્યેક વ્યક્તિને સ્નાનનો મહિમા સમજાવવામાં આવ્યો છે.
પૂજાની થાળી સ્નાન કર્યા પછી ન કરશો સાફ : એવુ કહેવાય છે કે પૂજાની થાળીને સ્નાન પહેલા જ તૈયાર કરી લેવી. સ્નાન કરી સાફ કરશો તો ફરી તમારે સ્નાન કર્યા પછી જ પૂજા કરવાની રહેશે. અશુદ્ધ થાળી ભગવાન ક્યારેય સ્વીકારતા નથી.
સ્નાન કર્યા પછી ન તોડશો ફૂલ : વાયુ પૂરાણ અનુસાર ભગવાનને ફૂલ ચડાવીએ છીએ તે સ્નાન કર્યા પહેલા જ તોડીને રાખી દેવા જોઇએ. સ્નાન કર્યા પછી તોડેલા ફૂલ ભગવાન સ્વીકારતા નથી. સાથે સાથે એ પણ કહેવાય છે કે પુષ્પોને ક્યારેય ધોયા પછી જમીન પર ન મુકવા કેમકે તે મલીન થઈ જાય છે.
સ્નાન કર્યા પછી શરીર પર ન લગાવો તેલ : શાસ્ત્રો અનુસાર તો શરીર પર તેલ લગાવશો તે તમારે ફરીથી સ્નાન કરવાનું રહેશે આથી સ્નાન પહેલા તેલ લગાવો. માલિશ કરવાથી શરીરમાં રહેલ દૂષિત પદાર્થ બહાર આવે છે આથી સ્નાન પહેલા જ તેલ લગાવી દો.
Leave a Reply